નવા વર્ષના પ્રથમ દિવસે શિરડીના સાંઈ બાબાના ભક્તો અને નાસિકના (Shirdi) રહેવાસીઓ માટે એક સારા સમાચાર છે. હવે નાસિકથી શિરડીની યાત્રા માત્ર દોઢ કલાકમાં પુરી થશે. આ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો સિન્નર-શિરડી ફોર લેન હાઈવે (Nasik-Sinnar-Shirdi Highway) ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. તેનાથી મુંબઈથી (Mumbai) શિરડી વચ્ચેનું અંતર આપોઆપ ઓછું થઈ જશે. આ હાઇવે માર્ચના અંતમાં શરૂ થાય તેવી શક્યતા છે.
સિન્નરથી શિરડી 60 કિમીનો હાઇવે છે. તેનું કામ લગભગ પૂર્ણ થવાના આરે છે. તેથી જ માર્ચ મહિનામાં તેને પરીવહન માટે ખોલવામાં આવે તેવી શક્યતા છે. અગાઉ આ પ્રોજેક્ટ ઓક્ટોબર 2022માં પૂર્ણ થવાનો હતો. પરંતુ આ પ્રોજેકટ પૂર્ણ થવામાં પડતી મુશ્કેલીઓ દૂર થઇ હતી. જેના કારણે હવે આ હાઈવે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે.
19 ગામોની જમીન લઈને બનાવવામાં આવ્યો છે 60 કિમીનો હાઈવે
આ 60 કિલોમીટરનો હાઇવે બનાવવા માટે સિન્નર તાલુકાના 19 ગામોમાંથી જમીન લેવામાં આવી છે. નાસિકથી શિરડી જતા માર્ગ પર, આ હાઇવે નાશિક-પુણે વચ્ચે ગુરેવાડીથી શરૂ થાય છે. આ માર્ગ નગરથી મનમાડ હાઈવે વચ્ચે સાવલીવિહિર ફાટાને જોડે છે. સિન્નર-શિરડી હાઈવે વચ્ચે બે ફ્લાય ઓવર બ્રિજ છે.
ગુરેવાડીથી મુસલગાંવ MIDC સુધી બે ફ્લાયઓવર બનાવવામાં આવનાર છે. તેની લંબાઈ 500 મીટર છે. આ રોડ દાતલી, પાંગરી, વાવી અને પાથરે વિસ્તાર પાસે અંડરગ્રાઉન્ડ હશે. અહમદનગર જિલ્લાના દરડે, ઝગડેફાટા, સાવલીવિહિર જવાના માર્ગ પર આ અંડરગ્રાઉન્ડ રોડ બનાવવામાં આવ્યો છે.
સાંઈ બાબાના ભક્તો માટે 51 કિલોમીટર લાંબો અલગ લેન
દર વર્ષે લાખો ભક્તો શિરડીના સાંઈ બાબાના ચરણોમાં માથું નમાવવા આવે છે. આ મુસાફરોને ધ્યાનમાં રાખીને હાઈવેમાં તેમના માટે અલગ લેન તૈયાર કરવામાં આવ્યો છે. સાંઈ ભક્તો માટે આ અલગ લેન 51 કિલોમીટર લાંબો છે. નાસિક અને નગર જિલ્લામાંથી આ માર્ગ શિરડી સુધી જાય છે.
આ લેન ગુરેવાડી, મુસલગાંવથી શરૂ થાય છે. આગળ તે સાવલીવિહિર પહોંચે છે. આ દરમિયાન મુસાફરોની સુવિધા માટે અલગ-અલગ જગ્યાએ ભૂગર્ભ માર્ગો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પાંગરી, વાવી, ખોપડી, મુસલગાંવ ફાટા અને પાથરેમાં આ રોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : Maharashtra: સરકાર પર કોરોનાનું ગ્રહણ, 10 મંત્રીઓ અને 20 ધારાસભ્યો થયા સંક્રમિત, શું મહારાષ્ટ્રમાં હવે લોકડાઉન થશે ?