ત્રણ પક્ષોની મહા વિકાસ આઘાડી (Maha Vias Aghadi) સરકાર જૂન મહિનામાં પડી જશે. જૂન મહિનામાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) ખુરશી છોડવી પડશે. ત્રણ પક્ષો ત્રણ વૃક્ષ જેવા છે. ઉદ્ધવ ઠાકરે આ ઝાડની ટોચ પર બેઠા છે એટલે કે ગમે ત્યારે પડી શકે છે. આ વિસ્ફોટક નિવેદન કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે (Narayan Rane) એ મહારાષ્ટ્રના વાશિમમાં પોતાની પ્રેસ કોન્ફરન્સમાં આપ્યું હતું. તેમના નિવેદનથી મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. નારાયણ રાણેએ કહ્યું, જૂન મહિનામાં આપણા કોંકણમાં તોફાન આવે છે. તે વાવાઝોડામાં મોટા વૃક્ષો મૂળ સહિત ઉખડી જાય છે. રાજ્યની મહા વિકાસ આઘાડી સરકાર પણ આ વૃક્ષ સમાન જ છે. જૂનના રાજકીય વાવાઝોડામાં આ સરકાર જડમુળથી ઉખડી જશે. મુખ્યમંત્રીએ જૂન મહિના પહેલા મુખ્યમંત્રી પદ છોડવું પડશે.
તેની આગાહી કરતા નારાયણ રાણેએ સરકાર પડવાની નવી તારીખ જાહેર કરી છે. રાજ ઠાકરે લાઉડસ્પીકર કેમ્પેઈનથી હિન્દુત્વના પાટા પર તેમની MNSનું એન્જિન ચલાવી રહ્યા છે. આ પૃષ્ઠભૂમિ પર જ ભાજપ અને MNS વચ્ચે ગઠબંધનની ચર્ચા જોરશોરથી શરૂ થઈ રહી છે. મુંબઈ મહાનગરપાલિકામાં શિવસેનાના ભ્રષ્ટાચારને બહાર લાવવા માટે ભાજપે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. આ તમામ કારણોને લીધે રાજ્યનું રાજકીય તાપમાન પણ ઉંચકાયું છે.
રાણેએ કહ્યું, કોંકણમાં મેના અંતમાં અને જૂનના પ્રથમ સપ્તાહમાં ઘણા તોફાનો આવે છે. આ વાવાઝોડામાં વૃક્ષો મૂળ સહિત ઉખડી જાય છે. તેવી જ રીતે રાજ્યમાં ત્રણ પક્ષોનું વટવૃક્ષ છે. એ ઝાડની ટોચ પર મુખ્યમંત્રી બેઠા છે. તેઓ મૂળ સાથે જોડાયેલા નથી. તેઓ હવે જૂન મહિના પહેલા જ મુખ્યમંત્રી નહીં રહે. એવી આગાહી નારાયણ રાણેએ કરી છે.
રાણેએ કહ્યું કે રાજ્ય સરકાર રાજનીતિ વધારે અને વિકાસ ઓછો કરે છે. પીએમ મોદી દેશને આત્મનિર્ભર બનાવવા માટે 30 યોજનાઓ લાવ્યા. તે યોજનાઓ અમલમાં છે કે નહીં તે જોવા માટે તેઓ વાશીમ આવ્યા છે. યોજનાઓના અમલીકરણમાં બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવશે.
શિવસેનાના મુખપત્ર સામનામાં અગાઉ રાજ ઠાકરેને હિન્દુઓના ઓવૈસી કહ્યા હતા. આના પર નારાયણ રાણેએ કહ્યું, મને ખબર નથી કે સંજય રાઉતને કેટલો પગાર મળે છે. શું આજે પત્રકાર તેના પગારમાંથી પ્લોટ લઈ શકે? તેમણે બ્લેકમેલ કરીને પ્રોપર્ટી જમા કરી છે. હવે તેમની પ્રોપર્ટી ED દ્વારા જપ્ત કરવામાં આવી છે. તેમની પાસે કશું કહેવા માટે નથી બચ્યું. સંજય રાઉત વિશે પ્રશ્ન ન કરો. હું તેમને પત્રકાર માનતો જ નથી.
મુંબઈમાં આજે ભાજપના પોલખોલ રથની તોડફોડ કરવામાં આવી હતી. આ મુદ્દે રાણેએ કહ્યું કે આવી બાલિશ વાતો માત્ર શિવસેના જ કરે છે તેઓ ગમે તેટલી તોડફોડ કરે, અમે મહાનગરપાલિકામાં તેમના દ્વારા કરાયેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરીશું. અમે પાછળ હટીશું નહીં. આ શબ્દોમાં કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ શિવસેના પર જોરદાર પ્રહારો કર્યા હતા.
આ પણ વાંચો : Maharashtra: આંતરરાષ્ટ્રીય વિશ્વ હીન્દુ પરીષદના નેતા પ્રવીણ તોગડીયાનો લાઉડ સ્પીકર વિવાદ પર તીખો હુમલો, પુછ્યો આ સવાલ