Maharashtra: ‘ઔરંગાબાદનું નામ બદલવાની મંજૂરીનો શ્રેય MVA નો લેવાનો કોઈ અધિકાર નહિ, કેન્દ્રીય મંત્રી ભગવત કરાડનો પ્રહાર

|

Jul 03, 2022 | 11:38 PM

તેમણે કહ્યું કે દેશભરમાં એરપોર્ટના (airports) નામકરણ માટે 13 દરખાસ્તો છે અને તમામ ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ કેન્દ્ર તેના પર નિર્ણય લેશે.

Maharashtra: ઔરંગાબાદનું નામ બદલવાની મંજૂરીનો શ્રેય MVA નો લેવાનો કોઈ અધિકાર નહિ, કેન્દ્રીય મંત્રી ભગવત કરાડનો પ્રહાર
Bhagwat Karad & Uddhav Thackeray (file photo)

Follow us on

મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરનું નામ બદલવાનો શ્રેય મહા વિકાસ અઘાડી (MVA)એ લેવો જોઈએ નહીં. કેન્દ્રીય મંત્રી ડો.ભગવત કરાડે આ નિવેદન આપ્યું છે. રવિવાર (3 જુલાઈ)ના રોજ આપેલા તેમના નિવેદનમાં ભગવત કરાડે (Unon Minister Dr. Bhagwat Karad) કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેની (Uddhav Thackeray) આગેવાની હેઠળની અગાઉની મહા વિકાસ અઘાડી સરકારે ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કરવાની મંજૂરી આપવાનો શ્રેય લેશો નહીં. તેમણે કહ્યું કે MVAએ આ નિર્ણય ઉતાવળમાં લીધો છે અને કેન્દ્ર આ અંગે યોગ્ય પગલાં લેશે. પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યાના કલાકો પહેલાં 29 જૂને કેબિનેટની બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર અને ઉસ્માનાબાદનું નામ બદલીને ધારાશિવ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

કરાડે રવિવારે ઔરંગાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “આ નામ બદલવાની દરખાસ્તના કાયદાકીય પાસાની તપાસ કરવાની પ્રક્રિયા હાલની (એકનાથ શિંદે) સરકાર દ્વારા તપાસવામાં આવશે અને પછી તેને કેન્દ્રને મોકલવામાં આવશે.” તેથી, અગાઉની MVA સરકારે ઔરંગાબાદનું નામ સંભાજી નગર રાખવાની દરખાસ્તને મંજૂરી આપવાનો શ્રેય લેવો જોઈએ નહીં.

ઔરંગાબાદનું નામ બદલવાનો મુદ્દો વિધાનસભામાં પણ ગુંજ્યો

તેમણે કહ્યું કે દેશભરમાં એરપોર્ટના નામકરણ માટે 13 દરખાસ્તો છે અને તમામ ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ કેન્દ્ર તેના પર નિર્ણય લેશે. નોંધનીય છે કે આ જ બેઠકમાં નવી મુંબઈમાં બની રહેલા ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ દી. બા. પાટીલ રાખવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી હતી. ડૉ. કરાડ આ જ ઠરાવને લગતા મુદ્દા પર બોલ્યા હતા.

આ પણ વાંચો

સમાજવાદી પાર્ટીના નેતાએ ઉઠાવ્યા સવાલો

તમને જણાવી દઈએ કે રવિવારે વિધાનસભાના અધ્યક્ષ પદની ચૂંટણી દરમિયાન ઔરંગાબાદનું નામ બદલવાનો મુદ્દો ફરી એકવાર ગરમાયો હતો.  રવિવારે યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપના રાહુલ નાર્વેકરને સ્પીકર તરીકે પસંદ કરવામાં સફળતા મળી છે. તેમની જીત બાદ તેમને અભિનંદન આપવા માટે અલગ-અલગ નેતાઓએ નિવેદન આપ્યા હતા. આવી સ્થિતિમાં સમાજવાદી પાર્ટીના અબુ અસીમ આઝમીએ મહા વિકાસ અઘાડી સરકારમાં મુખ્યમંત્રી રહેલા ઉદ્ધવ ઠાકરેના આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા.

Next Article