Maharashtra: હવે ટ્રેનોમાં ડર વગર મુસાફરી કરી શકશે મહીલાઓ, સેંટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનના દરેક મહિલા કોચમાં લાગી રહ્યા છે CCTV

|

Jan 19, 2022 | 11:54 PM

મધ્ય રેલવેના CPROએ જણાવ્યું કે કોવિડ દરમિયાન 2021માં 605 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. હવે માર્ચ 2023 સુધીમાં 3122 કેમેરા લગાવવાનું લક્ષ્ય છે. RPFની મહિલા સ્ટાફ 24x7 CCTV પર નજર રાખશે.

Maharashtra: હવે ટ્રેનોમાં ડર વગર મુસાફરી કરી શકશે મહીલાઓ, સેંટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનના દરેક મહિલા કોચમાં લાગી રહ્યા છે CCTV
Steps taken for the safety of women (signal photo).

Follow us on

રેલ્વે મહિલાઓની સુરક્ષા માટે અનેક પગલા ઉઠાવી રહ્યું છે. આ જ કળીમાં, હવે મધ્ય રેલવેના (Central Railway) મુંબઈ વિભાગે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ મહિલા કોચમાં CCTV લગાવવાનું શરૂ કર્યું છે (CCTV in Women Coaches).  જે બાદ હવે મહિલાઓ ડર્યા વગર મુસાફરી કરી શકશે. 24×7 કંટ્રોલ રૂમમાં બેઠેલી RPFની મહિલા સ્ટાફ CCTV પર નજર રાખશે. કોવિડ દરમિયાન 2021માં મધ્ય રેલવે દ્વારા 605 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. હવે માર્ચ 2023 સુધીમાં 3122 કેમેરા લગાવવાનું લક્ષ્ય છે. સેન્ટ્રલ રેલ્વેના સીપીઆરઓ શિવાજી સુતારે જણાવ્યું હતું કે સેન્ટ્રલ રેલ્વેએ ગયા વર્ષે મહિલાઓની સુરક્ષા માટે “મેરી સહેલી” અભિયાન શરૂ કર્યું હતું. તેનો હેતુ લાંબા અંતરની મુસાફરી કરતી મહિલાઓનો આત્મવિશ્વાસ વધારવાનો હતો. આ માટે આરપીએફ અને જીઆરપીની મહિલા પોલીસ તેમને મદદ કરે છે.

મહિલા મુસાફરને મુસાફરી દરમિયાન કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે તો GRP અને RPFની મહિલા પોલીસ તે મહિલા મુસાફરોની સમસ્યાને ઉકેલવામાં મદદ કરે છે.

દરરોજ મુસાફરી કરતી મહિલાઓ માટે વોટ્સએપ ગ્રુપ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સીપીઆરઓએ કહ્યું કે આ કળીમાં અમે મહિલાઓની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે મુંબઈ ડિવિઝન હેઠળ ચાલતા તમામ મહિલા કોચમાં સીસીટીવી લગાવવાનો નિર્ણય લીધો છે. સેન્ટ્રલ રેલવેએ સ્માર્ટ સહેલી સ્કીમ હેઠળ લોકલ ટ્રેનમાં દરરોજ મુસાફરી કરતી મહિલાઓ માટે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે. જેમાં મહિલા મુસાફરો પોતાની સમસ્યા જણાવી શકશે.

સેન્ટ્રલ રેલવેમાં દરરોજ લગભગ 1 લાખ મહિલા મુસાફરો મુસાફરી કરે છે

જો કે મહિલા કોચમાં હેલ્પલાઈન નંબર 139 વિશે માહિતી લખવામાં આવે છે, પરંતુ વોટ્સએપ ગ્રુપ પર મદદ માંગતા મુસાફરનો કોલ કે મેસેજ ખૂબ જ જવાબદાર હોય છે. જણાવી દઈએ કે મુંબઈ ડિવિઝન હેઠળ કુલ 165 રેક છે, જેમાં કુલ 182 મહિલા કોચ છે. લોકલ ટ્રેનની કુલ અપ અને ડાઉન 1774 ફેરી છે અને કુલ 1 લાખ મહિલા મુસાફરો દરરોજ મધ્ય રેલવેમાં મુસાફરી કરે છે.

આ પણ વાંચો :  Central Railway Recruitment 2022: સેન્ટ્રલ રેલ્વેમાં એપ્રેન્ટિસની 2422 જગ્યાઓ માટે ભરતી, જાણો તમામ વિગતો

Next Article