Maharashtra: મહાવિકાસ અઘાડી સરકારમાં ડખ્ખો ! સત્તામાં રહેલા કોંગ્રેસ પક્ષના નેતાએ રાજ્યપાલને કરી CM ઉદ્ધવ ઠાકરેની ફરિયાદ

|

Sep 25, 2021 | 8:49 PM

વિશ્વબંધુ રાયે તેમના પત્રમાં લખ્યું છે કે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એક પ્રાદેશિક પક્ષના નેતા છે. તે પોતાના રાજ્યની વોટ બેંકને લઈને ચિંતિત છે. તેમણે પોતાની વોટ બેંકને સંતોષવા માટે સાકીનાકા જેવી ઘટનાઓ માટે અન્ય રાજ્યોના લોકોને જવાબદાર ઠેરવ્યા છે.

Maharashtra: મહાવિકાસ અઘાડી સરકારમાં ડખ્ખો ! સત્તામાં રહેલા કોંગ્રેસ પક્ષના નેતાએ રાજ્યપાલને કરી CM ઉદ્ધવ ઠાકરેની ફરિયાદ
ઉદ્ધવ ઠાકરે (ફાઈલ ઈમેજ)

Follow us on

મુંબઈના સાકીનાકા બળાત્કાર (Mumbai Sakinaka Rape) અને હત્યા કેસમાં મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. આ કેસની તુલના દિલ્હીના નિર્ભયા કેસ સાથે કરવામાં આવી છે. આ મામલે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) રાજ્યના ગૃહ વિભાગ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

આ બેઠકમાં, તેમણે નિર્દેશ આપ્યો હતો કે અન્ય રાજ્યોમાંથી મહારાષ્ટ્ર આવતા લોકોનો રેકોર્ડ રાખવામાં આવે, તેઓ ક્યાંથી આવે છે, ક્યાં જાય છે અને તેઓ શું કરે છે ? આ નિર્દેશને લઈને આ વખતે વિપક્ષી પાર્ટી ભાજપે નહીં, પરંતુ મહા વિકાસ આઘાડી સરકાર (Maha Vikas Aghadi) સાથે સત્તામાં રહેલા કોંગ્રેસના નેતા વિશ્વબંધુ રાયે (Vishwabandhu Rai, Congress) રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને (Bhagat Singh Koshyari) પત્ર લખીને મુખ્ય પ્રધાન પર નિશાન સાધ્યું હતું.

વિશ્વબંધુ રાયે તેમના પત્રમાં લખ્યું છે કે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એક પ્રાદેશિક પક્ષના નેતા છે. તે પોતાના રાજ્યની વોટ બેંકને લઈને ચિંતિત છે. તેમણે પોતાની વોટ બેંકને સંતોષવા માટે સાકીનાકા જેવી ઘટનાઓ માટે અન્ય રાજ્યોના લોકોને જવાબદાર ઠેરવ્યા છે. જ્યારે બળાત્કારીને ધર્મ, જાતિ, ભાષાના ચશ્માં દ્વારા ન જોવો જોઈએ. બળાત્કારી જે પણ હોય, તેની સજા ફાંસી જ હોવી જોઈએ. વિશ્વબંધુ રાય મુંબઈ કોંગ્રેસના સચિવ છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

રાજ્યપાલે મુખ્યમંત્રીને આ મુદ્દે સત્ર બોલાવવાની સલાહ આપી હતી

તમને જણાવી દઈએ કે આ કેસમાં ભાજપે મુખ્યમંત્રીનો પણ સખત વિરોધ કર્યો હતો અને સવાલ ઉઠાવ્યો હતો કે, શું મુખ્યમંત્રી કહેવાનો અર્થ એ છે કે બળાત્કારીઓ માત્ર પરપ્રાંતીય છે ? તો પછી મહારાષ્ટ્રના અડધો ડઝન મંત્રીઓ અને નેતાઓના નામે મહીલાઓના શોષણના કેસ નોંધાયેલા  છે. તેઓ ક્યાંથી આવ્યા છે ? ભાજપના ધારાસભ્ય અતુલ ભાતખલકરે ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ કાંદિવલી પૂર્વ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો.

રાજ્યપાલે ખુદ મુખ્યમંત્રીને પત્ર લખીને રાજ્યની મહિલા સુરક્ષાના મુદ્દે રાજ્ય વિધાનસભામાં બે દિવસીય વિશેષ સત્ર બોલાવવા જણાવ્યું હતું. તેનો જવાબ આપતા ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલને મહારાષ્ટ્રમાં મહિલાઓની સુરક્ષાની ચિંતા કરવાને બદલે પહેલા અન્ય રાજ્યોમાં મહિલાઓની સુરક્ષાની સ્થિતિનું મૂલ્યાંકન કરવા કહ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે મહારાષ્ટ્રને બદલે રાજ્યપાલે કેન્દ્ર સરકારને આ સંદર્ભમાં સંસદમાં ચાર દિવસનું સત્ર બોલાવવાની સલાહ આપવી જોઈએ, જ્યાં સાકીનાકાના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે.

મુંબઈ કોંગ્રેસના નેતાએ રાજ્યપાલના વલણને ટેકો આપ્યો છે

મુંબઈ કોંગ્રેસના નેતા વિશ્વબંધુ રાયે આ મુદ્દે રાજ્યપાલનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે મહારાષ્ટ્રમાં વધતા જતા બળાત્કાર અને મહિલાઓ વિરુદ્ધ હિંસા પર વિધાનસભામાં વિશેષ સત્ર બોલાવવાનું સૂચન પ્રશંસનીય છે. આ મુદ્દાને ગંભીરતાથી લેવા બદલ હું આભાર પ્રગટ કરુ છું.

 

આ પણ વાંચો :  સંઘર્ષ વચ્ચે અડીખમ ઉભા રહેનાર અલ્તાફ શેખની ચા પકોડા વેચવાથી લઈને IPS સુધીની સફર

Next Article