Maharashtra : ‘મારા વિસ્તારની સડક હેમા માલિનીના ગાલ જેવી’, વિવાદાસ્પદ નિવેદનને કારણે ફસાયા આ નેતાજી

|

Dec 21, 2021 | 7:00 AM

મહારાષ્ટ્રના પાણી પુરવઠા મંત્રી ગુલાબરાવ પાટીલ તેના વિવાદાસ્પદ નિવેદનને કારણે આકરી ટીકાનો સામનો કરી રહ્યા છે.

Maharashtra : મારા વિસ્તારની સડક હેમા માલિનીના ગાલ જેવી, વિવાદાસ્પદ નિવેદનને કારણે ફસાયા આ નેતાજી
Gulabrao patil (File Photo)

Follow us on

Maharashtra :  મહારાષ્ટ્રના મંત્રી અને શિવસેનાના નેતા ગુલાબરાવ પાટીલ (Gulabrao Patil) તેમના વિવાદાસ્પદ નિવેદનને કારણે ફસાયા છે. રાજ્યના જલગાંવ જિલ્લાના રસ્તાઓની અભિનેત્રી હેમા માલિનીના (Hema Malini) ગાલ સાથે સરખામણી કરતા વિપક્ષી પાર્ટી ભાજપ સાથે રાજ્ય મહિલા આયોગે (National Commission for women)પણ કડક વલણ દાખવ્યુ છે.

નેતાજીના વિવાદાસ્પદ નિવેદનથી ખળભળાટ

તમને જણાવી દઈએ કે, તાજેતરમાંરાજ્ય મંત્રી ગુલાબરાવ પાટીલે બોધવડ નગર પંચાયત ચૂંટણી દરમિયાન એક ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. જ્યાં તેણે વિરોધ પક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, “જે લોકો 30 વર્ષ સુધી ધારાસભ્ય હતા, તેમણે મારા વિધાનસભા ક્ષેત્રમાં આવીને રસ્તાઓ જોવા જોઈએ. જો રસ્તાઓ હેમા માલિનીના ગાલ જેવા ન હોય તો, તો હું રાજીનામું આપીશ.” ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન રાજ્યના પાણી પુરવઠા પ્રધાન પાટીલે ભાજપના ભૂતપૂર્વ નેતા એકનાથ ખડસેને નિશાન બનાવ્યા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મહાવિકાસ અઘાડી સરકાર લેશે પગલા ?

રાજ્ય મંત્રી અને શિવસેનાના નેતા ગુલાબરાવ પાટીલના આ નિવેદન બાદ તેઓ વિપક્ષના નિશાના પર આવી ગયા છે. રાજ્ય વિધાન પરિષદમાં ભાજપના વિરોધ પક્ષના નેતા પ્રવીણ દારેકરે કહ્યું કે, મહિલાઓને બદનામ કરવા બદલ પાટીલ વિરુદ્ધ ગુનો દાખલ થવો જોઈએ. હું આ મામલે જોવા માગુ છુ કે મહા વિકાસ અઘાડી સરકાર મંત્રી(Maha vikas aghadi government)  સામે શું પગલાં લે છે.

જો મંત્રી નહિ માગે માફી તો કાનુની કાર્યવાહી કરવામાં આવશે : મહિલા આયોગ અધ્યક્ષ

સાથે જ રાજ્ય મહિલા આયોગે પણ આ મામલે કડક વલણ અપનાવતા મંત્રીને તેમના નિવેદન બદલ માફી માગવા જણાવ્યુ છે. રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ રૂપાલી ચાકણકરે (Rupali Chakankar) મંત્રી પાટીલની આકરી ટીકા કરતા કહ્યુ કે જો તેઓ તેમના નિવેદન માટે માફી નહીં માંગે તો તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ પહેલા તાજેતરમાં જ રાજસ્થાનના ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી રાજેન્દ્ર ગુડાએ રસ્તાઓની કેટરિના કૈફના ગાલ સાથે સરખામણી કરી હતી જેને કારણે તેની પણ આકરી ટીકા કરવામાં આવી હતી.

 

આ પણ વાંચો : મહારાષ્ટ્ર TET કૌભાંડ: રાજ્ય પરીક્ષા કમિશ્નરના ઘરેથી દોઢ કરોડની રોકડ અને દોઢ કિલો સોનું ઝડપાયું, પૂણે પોલીસની કાર્યવાહી

આ પણ વાંચો : કરણ જોહરની પાર્ટીમાં મહારાષ્ટ્રના કયા મંત્રી ગયા’, નામ જણાવો અથવા માફી માંગો, મુંબઈના મેયરે ભાજપ નેતાને આપ્યો પડકાર

Next Article