Maharashtra : ડેમુ ટ્રેનના 5 ડબ્બામાં ભીષણ આગ, મુસાફરોએ નીચે ઉતરીને પોતાનો જીવ બચાવ્યો, જુઓ Video

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં સોમવારે નારાયણધો સ્ટેશન નજીક આગમાં ડીઝલ-ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ (DEMU) પેસેન્જર ટ્રેનના પાંચ ડબ્બા ખરાબ રીતે નુકસાન થયું હતું. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી (સીપીઆરઓ) ડૉ. શિવરાજ માનસપુરેએ જણાવ્યું કે બપોર ના સમયે આગની ઘટના ઘટી હતી જોકે કોઈ મુસાફરને ઈજા થઈ નથી.

Maharashtra : ડેમુ ટ્રેનના 5 ડબ્બામાં ભીષણ આગ, મુસાફરોએ નીચે ઉતરીને પોતાનો જીવ બચાવ્યો, જુઓ Video
| Edited By: | Updated on: Oct 16, 2023 | 10:31 PM

મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લામાં સોમવારે નારાયણધો સ્ટેશન નજીક આગ લાગવાથી ડીઝલ-ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ (DEMU) પેસેન્જર ટ્રેનના 5 ડબ્બા ગંભીર રીતે નુકસાન થયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી સામે નથી આવી.

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રેન (નંબર 01402) બીડ જિલ્લાના અષ્ટી સ્ટેશનથી પશ્ચિમ મહારાષ્ટ્રના અહમદનગર તરફ જઈ રહી હતી.

આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. પરંતુ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી (CPRO) ડૉ. શિવરાજ માનસપુરેએ જણાવ્યું કે બપોરે 3 વાગ્યાની આસપાસ આગની ઘટના ઘટી હતી જેમાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. તેમણે કહ્યું કે આગ વધુ પ્રસરે તે પહેલા તમામ મુસાફરોને કોચમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

CRPOએ જણાવ્યું કે આગ ગાર્ડ-સાઇડ બ્રેક વાન અને તેની બાજુમાં આવેલા ચાર કોચને લપેટમાં લીધા. માનસપુરેએ જણાવ્યું હતું કે અહમદનગરથી તાત્કાલિક નવ ફાયર ફાઇટરો બોલાવવામાં આવ્યા હતા અને લગભગ 4.10 વાગ્યે આગને કાબૂમાં લેવામાં આવી હતી. પુણે જિલ્લાના દાઉન્ડ સ્ટેશનથી એક અકસ્માત રાહત ટ્રેન (ART) પણ સ્થળ પર મોકલવામાં આવી હતી.

આ પણ વાંચો : બલૂન ભરતી વખતે ગેસ સિલિન્ડર ફાટ્યું, વિસ્ફોટથી શેરી ધ્રુજી, 1નું મોત અને 11 ઈજાગ્રસ્ત

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો