Kolhapur North Assembly By-Poll Results 2022: કોલ્હાપુર સીટ પર ન ચાલ્યો કમળનો જાદુ, કોંગ્રેસને મળી મોટી જીત

|

Apr 16, 2022 | 5:11 PM

Maharashtra Kolhapur North Election Results 2022: કોલ્હાપુર ઉત્તર વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ આવી ગયું છે. મહા વિકાસ આઘાડી સાથે જોડાયેલા ત્રણેય પક્ષોની સંયુક્ત તાકાત દેખાઈ હતી.

Kolhapur North Assembly By-Poll Results 2022: કોલ્હાપુર સીટ પર ન ચાલ્યો કમળનો જાદુ, કોંગ્રેસને મળી મોટી જીત
Jayashree Jadhav

Follow us on

મહારાષ્ટ્રની કોલ્હાપુર ઉત્તર વિધાનસભા પેટાચૂંટણી (Maharashtra Kolhapur North By-Poll Results 2022) નું પરિણામ સામે આવ્યું છે. મહા વિકાસ આઘાડી સાથે જોડાયેલા ત્રણેય પક્ષોની સંયુક્ત તાકાત દેખાઈ હતી. જ્યારે કમળનો જાદુ ચાલ્યુ ન હતું. કોંગ્રેસના ઉમેદવાર જયશ્રી જાધવે મોટી જીત મેળવી છે. કોંગ્રેસના ઉમેદવાર જયશ્રી જાધવને 96 હજાર 226 વોટ મળ્યા જ્યારે ભાજપના ઉમેદવાર સત્યજીત કદમને 77 હજાર 426 વોટ મળ્યા. આ રીતે કોંગ્રેસના ઉમેદવાર જયશ્રી જાધવે 18 હજાર 800 મતોની સરસાઈથી મોટી જીત મેળવી છે. પ્રથમ રાઉન્ડની મતગણતરીથી લઈને 26માં રાઉન્ડની મતગણતરી સુધી કોંગ્રેસના ઉમેદવારે સતત લીડ જાળવી રાખી હતી અને અંતે મોટો વિજય મેળવ્યો હતો.
ટક્કર માત્ર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ નહીં પરંતુ મહા વિકાસ આઘાડી અને ભાજપ વચ્ચે થઈ હતી. તેથી આ ચૂંટણીને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024ની લિટમસ ટેસ્ટ તરીકે ગણવામાં આવી રહી હતી અને કોંગ્રેસના ઉમેદવાર જયશ્રી જાધવે આ ટેસ્ટ સારા માર્જિનથી પાસ કરી હતી. કોંગ્રેસના ઉમેદવાર જયશ્રી જાધવના ઘરની બહાર કાર્યકરો દ્વારા આતશબાજી શરૂ કરવામાં આવી હતી અને ઉજવણી પણ કરવામાં આવી. 
આ પેટાચૂંટણી ડિસેમ્બર 2021માં કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રકાંત જાધવના કોરોનાથી મૃત્યુને કારણે થઈ હતી. કોંગ્રેસે મહા વિકાસ અઘાડીના તેના સાથી પક્ષો (શિવસેના અને NCP) સાથે પરામર્શ કરીને ચંદ્રકાંત જાધવની પત્ની જયશ્રી જાધવને નામાંકિત કર્યા. શિવસેના અને એનસીપીએ કોંગ્રેસ સામે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા નથી. બીજી તરફ ભાજપે અત્યાર સુધી નગરપાલિકાની ચૂંટણીમાં સક્રિય રહેલા સત્યજીત કદમને પોતાના ઉમેદવાર બનાવ્યા.

મતદારોનો નિર્ણય સ્વીકાર્યો, ભાજપના પ્રદેશ પ્રમુખે હાર સ્વીકારી

Published On - 5:08 pm, Sat, 16 April 22

Next Article