રાણા દંપતીની પાછળ બીજા ચહેરા છે, ગૃહમંત્રીએ મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ન પર ભાજપ પર કર્યા આકરા પ્રહાર

|

Apr 23, 2022 | 5:45 PM

નવનીત રાણા (Navneet Rana) અને રવિ રાણા પાછળ બીજું કોઈ છે. આ બે પાયદળ છે, તેમનામાં એટલી હિંમત નથી. આવા કૃત્યો કરીને મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી કરવાના પ્રયાસો ચાલુ છે.

રાણા દંપતીની પાછળ બીજા ચહેરા છે, ગૃહમંત્રીએ મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ન પર ભાજપ પર કર્યા આકરા પ્રહાર
Rana couple & Maharashtra Home Minister Dilip Walse Patil
Image Credit source: Tv9 Network

Follow us on

નવનીત રાણા (Navneet Rana) અને રવિ રાણા પાછળ બીજું કોઈ છે. આ બે પાયદળ છે, તેમનામાં એટલી હિંમત નથી. આવા કૃત્યો કરીને મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી કરવાના પ્રયાસો ચાલુ છે. મહારાષ્ટ્રની છબી ખરાબ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ શબ્દોમાં મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દિલીપ વાલસે પાટીલે (Maharashtra Home Minister Dilip Walse Patil) અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાના સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની સામે હનુમાન ચાલીસા વાંચવાના આગ્રહની ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે આવું કરીને મહારાષ્ટ્રને રાષ્ટ્રપતિ શાસન તરફ ધકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ અંગે વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ભાજપ કોઈના ઘરની સામે આંદોલનને સમર્થન નથી આપતું. પરંતુ રાણા દંપતી માતોશ્રી સામે આંદોલન કરવા જતા ન હતા. તેઓ હનુમાન ચાલીસા વાંચવા જઈ રહ્યા હતા. આમાં શા માટે અને શું આપત્તિ હોવી જોઈએ ?

‘કંઈ પણ થાય તો મહારાષ્ટ્રમાં શા માટે અસર થાય છે, કોના કહેવાથી?’

ગૃહમંત્રી દિલીપ વાલ્સે પાટીલે કહ્યું, “જો મુંબઈમાં એક જગ્યાએ કાયદો અને વ્યવસ્થા સબંધિત સ્થિતિ ઊભી થાય તો તેનો અર્થ એ નથી કે આખા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે. ભાજપ દ્વારા રાષ્ટ્રપતિ શાસન લાદવાનું સુનિયોજિત ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. ત્રિપુરામાં કંઈક થાય તો મહારાષ્ટ્રમાં રમખાણો ફાટી નીકળે. હવે લાઉડસ્પીકરના મુદ્દે સમાજમાં તણાવ પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.’ ગૃહમંત્રી શનિવારે મુંબઈમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં બોલી રહ્યા હતા.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

રાણા દંપતીના માતોશ્રી જઈને હનુમાન ચાલીસાના પાઠ અંગે ગૃહમંત્રીએ આ વાત કહી

નવનીત રાણા અને રવિ રાણાના મુખ્યમંત્રી આવાસ માતોશ્રી પર હનુમાન ચાલીસા વાંચવા જવાના પ્રશ્ન પર ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલે કહ્યું, ‘રાણા દંપતીએ જે કંઈ પણ શરૂ કર્યું તે બિનજરૂરી છે. જો તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો હોય તો તેમના અમરાવતી અથવા મુંબઈના ઘરમાં બેસીને તેનો પાઠ કરવો જોઈએ. ચોક્કસ જગ્યાએ જવાનો આગ્રહ શા માટે? ભાજપ દ્વારા કોરોનાના સમયગાળા દરમિયાન પણ આવા જ આંદોલનો કરવામાં આવ્યા હતા.

આવું કરીને તેઓ બતાવવા માંગે છે કે મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા બરાબર નથી. શિવસૈનિકો દ્વારા ભાજપના નેતા મોહિત કંબોજની કાર પર થયેલા હુમલા અંગે ગૃહમંત્રી દિલીપ પાટીલે કહ્યું કે તેઓ કોઈ કારણ વગર માતોશ્રી પર ગયા હતા. આ ઘટના એટલી મોટી નથી કે મારે આના પર વધારે કંઈ કહેવું જોઈએ.

આ પણ વાંચો :  Hanuman Chalisaના પાઠને લઈ રાજકારણ ગરમાયું, રાણા દંપતીને નજરકેદ કરવામાં આવ્યા

Next Article