અઝાન દરમિયાન મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ પોતાનું ભાષણ અધવચ્ચે જ અટકાવ્યું, ધાર્મિક વિવાદ વધુ વણસ્યો

દિલીપ વાલસે પાટીલ શિરુરમાં એક કાર્યક્રમમાં ભાષણ આપી રહ્યા હતા.બાદમાં તેણે નજીકની મસ્જિદમાંથી અઝાનનો અવાજ સાંભળ્યો. જેથી તેણે પોતાનું ભાષણ અધવચ્ચે જ અટકાવ્યુ હતુ.

અઝાન દરમિયાન મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ પોતાનું ભાષણ અધવચ્ચે જ અટકાવ્યું, ધાર્મિક વિવાદ વધુ વણસ્યો
maharashtra home minister dilip walse patil halts his speech
Image Credit source: ANI
| Edited By: | Updated on: Apr 05, 2022 | 7:51 AM

શનિવારે મુંબઈના (Mumbai)  દાદર શિવાજી પાર્કમાં પોતાના ભાષણમાં MNS ચીફ રાજ ઠાકરેએ  (Raj Thackeray) ચેતવણી આપી હતી કે જો મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો રાજ્યની મસ્જિદોની સામે લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે. જે બાદ મુંબઈના ઘાટકોપરથી લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા શરૂ થઈ હતી. ત્યારબાદ નાસિકમાં (Nasik) પણ તેનું પુનરાવર્તન થયું. બીજી તરફ પુણેમાં પણ ભદ્રકાલી મંદિરમાં પોલીસની સમજાવટથી MNS કાર્યકર્તાઓને રોકવામાં આવ્યા હતા.

હનુમાન ચાલીસા વગાડવા માટે લાઉડસ્પીકરની જરૂર હોય તે, તેને મફતમાં લઈ જાઓ :  મોહિત કંબોજ

આ દરમિયાન મહારાષ્ટ્રના(Maharashtra)  ગૃહપ્રધાન દિલીપ વાલ્સે પાટીલે (Dilip Walse Patil) ચેતવણીના સૂરમાં કહ્યું હતુ કે, જો સમાજમાં તણાવ વધારવાનો કોઈ પ્રયાસ કરવામાં આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જેના જવાબમાં, MNS પ્રવક્તાએ દિલીપ વાલ્સે પાટીલને કહ્યું કે તે પહેલા કાયદો અને વ્યવસ્થા કેવી રીતે સંભાળવી તે શીખે…! MNS ધમકીઓથી ડરતા નથી. ધમકી આપતા પહેલા મસ્જિદોમાં લાઉડસ્પીકર અંગે હાઈકોર્ટના આદેશનો અમલ કરો. આ મામલો વધુ વણસ્યો જ્યારે બીજેપી નેતા મોહિત કંબોજે જાહેરાત કરી હતી કે જેને હનુમાન ચાલીસા વગાડવા માટે લાઉડસ્પીકરની જરૂર હોય તે તેને મફતમાં લઈ જાય.

આ દરમિયાન, સમાચાર એજન્સી ANIના અહેવાલ અનુસાર, સોમવારે દિલીપ વાલ્સે પાટીલ શિરુરમાં (Shirur) એક કાર્યક્રમમાં ભાષણ આપી રહ્યા હતા. પછી તેણે નજીકની મસ્જિદમાંથી અઝાનનો અવાજ સાંભળ્યો. જેથી તેણે પોતાનું ભાષણ અધવચ્ચે જ બંધ કરી દીધું. બાદમાં અઝાન સમાપ્ત થયા પછી, તેણે પોતાનું આગળનું ભાષણ શરૂ કર્યું.

તમે આ મુદ્દાઓ પર કેમ બોલતા નથી ?

NCP વતી, દિલીપ વાલ્સે પાટીલ એકલા નથી જે પોતાની રીતે રાજ ઠાકરેને અલગ સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે, એનસીપીના અન્ય એક નેતા અને શહેરી વિકાસ મંત્રી જિતેન્દ્ર આવ્હાડે પણ રાજ ઠાકરે પર પ્રહાર કરતા ટ્વિટ કર્યું છે કે, કોરોનામાં રોજગાર છીનવાને કારણે જનતાના ખિસ્સા ખાલી છે. પેટ્રોલ, ગેસ, ડીઝલ, શાકભાજી, કેરોસીનની મોંઘવારીથી લોકો પરેશાન છે. તમે આ મુદ્દાઓ પર કેમ બોલતા નથી ?

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : જેલમાં અનિલ દેશમુખની તબિયત બગડી, હોસ્પિટલમાં કરાયા દાખલ, 100 કરોડની રિકવરી કેસમાં સીબીઆઈ કરવાની હતી પૂછપરછ

Published On - 7:51 am, Tue, 5 April 22