Maharashtra: કુલર બન્યુ કિલર? ઠંડી હવા ઝેરી બની અને નાશિકમાં એક જ પરિવારના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો

|

Apr 30, 2022 | 10:14 PM

રાત્રિના સમયે એક જ પરિવારના ચાર લોકો કુલરની ઠંડી ( cooler air) હવામાં સૂઈ ગયા હતા. સવારે ચારેયની તબિયત લથડી હતી. ત્યારબાદ એક પછી એક ત્રણ લોકોના મોત થયા. જ્યારે ચોથાની હાલત નાજુક છે.

Maharashtra: કુલર બન્યુ કિલર? ઠંડી હવા ઝેરી બની અને નાશિકમાં એક જ પરિવારના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો
નાશિકમાં એક જ પરિવારના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો

Follow us on

શું એર કૂલર ક્યારેય મૃત્યુનું કારણ બની શકે છે? શું એર કૂલરની (Air Cooler) હવા ઝેરી હોઈ શકે છે? શું કૂલર ક્યારેય ખૂની બની શકે છે? મહારાષ્ટ્રના (Maharashtra) નાસિકના એક સમાચાર હચમચાવી દે તેવા છે. એક જ પરિવારના ચાર લોકો અઠવાડિયા પહેલા રાત્રે ઠંડી હવા સામે સૂઈ ગયા હતા. સવારે ચારેયની તબિયત લથડી હતી. તેમને નાસિકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પહેલા દાદા અને પૌત્રનું અવસાન થયું અને આજે (30 એપ્રિલ, શનિવાર) પૌત્રીનું પણ અવસાન થયું. બંને બાળકોની માતા હોસ્પિટલમાં જીવન અને મૃત્યુની લડાઈ લડી રહી છે. આ ઘટના નાસિક જિલ્લાના બાગલાન તાલુકાના મહાડ ગામમાં બની હતી.

પ્રાથમિક માહિતી મુજબ કુલરની પાસે રાખવામાં આવેલ ખેતી માટે વપરાતું જંતુનાશક ઠંડી હવામાં ભળી ગયું હતું. જેના કારણે રૂમમાં ફેલાયેલી હવા ઝેરી બની ગઈ હતી. શ્વાસ લેતી વખતે આ હવા પરિવારના સભ્યોના શરીરની અંદર ગઈ અને જ્યારે આ લોકો સવારે ઉઠ્યા ત્યારે તેમની તબિયત સંપૂર્ણપણે બગડી ગઈ હતી. આ અકસ્માતમાં રૂમમાં સૂતેલા દાદા, ભાઈ, બહેન અને માતાની તબિયત લથડી હતી.

જે પરિવારના લોકો રૂમની બહાર ગયા બાદ ખુલ્લી હવામાં સૂતા હતા તેઓ સ્વસ્થ રહ્યા હતા. હાલમાં, આ ત્રણેયના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે, ઘટનાસ્થળની આસપાસ મળી આવેલી વસ્તુઓના નમૂનાઓ પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. પૂના લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

કુલર બન્યુ કાળ, એક રાતની નિંદ્રામાં એક પરીવાર વિખેરાય ગયો

જીભાઉ સોનાવણેનો પરિવાર નાશિક જિલ્લાના બાગલાન તાલુકાના મહાડ ગામમાં રહેતો હતો. આ પરિવારના ચાર સભ્યો દિવસભરના કામકાજ બાદ જમ્યા બાદ રૂમમાં સૂવા ગયા હતા. આ લોકો આખી રાત ઠંડી હવામાં સૂતા હતા. પરિવારના બાકીના સભ્યો ઘરની બહાર નીકળીને ખુલ્લી હવામાં સૂઈ ગયા હતા. જ્યારે સવાર પડી ત્યારે રૂમમાં ઠંડી હવામાં સૂતા પરિવારના ચાર સભ્યોની તબિયત લથડી હતી.

તેઓને તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા અને પ્રાથમિક તપાસ બાદ તેઓને ગ્રામ્ય ઉપજિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ પછી ડૉક્ટરોએ તેને નાશિકની જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યા. સારવાર દરમિયાન એક પછી એક ત્રણ લોકોના મોત થયા હતા. એકની હાલત નાજુક છે. મૃત્યુ પામેલાઓમાં 68 વર્ષીય બાલુ, તેનો પૌત્ર રાહુલ અને પૌત્રી નેહાનો સમાવેશ થાય છે. પુત્રવધૂ સરિતા જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે.

પુણેની લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, અચાનક આ ત્રણેયના મોત કેમ થયા

મેડિકલ તપાસ સાથે જોડાયેલી ટીમ ઘટનાસ્થળની નજીકથી મળેલી દરેક વસ્તુના સેમ્પલની તપાસ કરી રહી છે. કુલર પાસે ખેતીમાં વપરાતી જંતુનાશક દવાઓ મળી આવી છે. હાલમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ જંતુનાશકો સાથે ભળીને ઠંડી હવા ઝેરી બની હતી. રૂમનો દરવાજો બંધ થવાને કારણે રૂમમાં નાઈટ્રોજનનું પ્રમાણ વધી ગયું હતું. તેવો પ્રાથમિક અંદાજ બાગલાણ તાલુકાના આરોગ્ય અધિકારીઓને છે. હાલ ઘટનાસ્થળેથી મળી આવેલી વસ્તુઓના સેમ્પલ પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તપાસનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો :  હિન્દુત્વનો મુદ્દો ટ્રેન્ડમાં અને નેતાઓની દોડ લાગી અયોધ્યા, આગળ રાજ અને પાછળ શિવસેના, મુંબઈ પછી ઔરંગાબાદ અને પછી અયોધ્યા

Next Article