મહારાષ્ટ્ર સરકારે કરી સચિન વજેની બદલી, ગૃહપ્રધાન અનિલ દેશમુખે કરી જાહેરાત

|

Mar 10, 2021 | 7:34 PM

Maharashtra: ભાજપના વધતા દબાણને કારણે Maharashtraના ગૃહપ્રધાન અનિલ દેશમુખે બુધવારે મનસુખ હિરેન હત્યા કેસમાં ક્રાઈમ બ્રાંચ એપીઆઈ સચિન વજેને હટાવવાનો આદેશ આપ્યો છે.

Maharashtra: ભાજપના વધતા દબાણને કારણે Maharashtraના ગૃહપ્રધાન અનિલ દેશમુખે બુધવારે મનસુખ હિરેન હત્યા કેસમાં ક્રાઈમ બ્રાંચ એપીઆઈ સચિન વજેને હટાવવાનો આદેશ આપ્યો છે. હવે સચિન વજે પોલીસ વિભાગમાં બીજા વિભાગમાં બદલી કરવામાં આવશે. અનિલ દેશમુખે મહારાષ્ટ્ર વિધાનસભામાં આ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે મનસુખ હિરેનની પત્ની વિમલા હિરેને સચિન વજે પર તેમના પતિની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું છે કે સચિન વજે તેમના પતિને કહ્યું હતું કે એન્ટિલિયાના કેસમાં હાજર થઈ જાઓ, ત્યારબાદ હું તમારા જામીન કરાવી દઈશ. આ ઉપરાંત Maharashtra વિધાનસભામાં પણ વિપક્ષ ભાજપે સતત આ મુદ્દે સતત સચિન વજે પર આક્ષેપો કર્યા હતા. તેમજ તેમને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી હતી.

 

 

 

આ પણ વાંચો: સાંસદ Mohan Delkarના મોતના કેસમાં પ્રફુલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

Next Video