Money Laundering Case : મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને (Anil Deshmukh) બોમ્બે હાઈકોર્ટે 12 નવેમ્બર સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે અનિલ દેશમુખને ન્યાયિક કસ્ટડીમાં મોકલવા સામે EDએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. EDએ દેશમુખની કસ્ટડી માંગી હતી. જેમાં બોમ્બે હાઈકોર્ટે સેશન્સ કોર્ટના નિર્ણયને રદ્ કરીને અનિલ દેશમુખને 12 નવેમ્બર સુધી ED કસ્ટડીમાં રાખવા આદેશ કર્યો છે.
મની લોન્ડરિંગ કેસમાં ફસાયા અનિલ દેશમુખ
તમને જણાવી દઈએ કે, 1 નવેમ્બરના રોજ 12 કલાકની પૂછપરછ બાદ ED દ્વારા અનિલ દેશમુખની ધરપકડ કરવામાં આવી હતી. દેશમુખની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અનિલ દેશમુખ ગઈકાલ સુધી EDની કસ્ટડીમાં હતા. શનિવારે તેની ED કસ્ટડી પૂરી થઈ હતી. તેથી ઇડીએ તેને સેશન્સ કોર્ટમાં (Sessions Court) રજૂ કર્યો હતો. કોર્ટે અનિલ દેશમુખની કસ્ટડી વધુ 13 દિવસ માટે લંબાવી હતી અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો હતો. પરંતુ બોમ્બે હાઈકોર્ટે આ આદેશને ફગાવીને તેને 13 નવેમ્બર સુધી ED કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે.
Bombay High Court remands Maharashtra’s former home minister Anil Deshmukh to Enforcement Directorate custody till 12th November
He was arrested on Nov 1 in a money laundering case.
(file photo) pic.twitter.com/B1XD1BrqfA
— ANI (@ANI) November 7, 2021
અનિલ દેશમુખના પુત્ર ઋષિકેશ દેશમુખની અરજી પર 12 નવેમ્બરે સુનાવણી
EDએ અનિલ દેશમુખના પુત્ર ઋષિકેશ દેશમુખને ગુરુવારે સવારે 11 વાગ્યે તેની મુંબઈ ઓફિસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. એવી આશંકા હતી કે EDK અધિકારીઓ તેની કડક પૂછપરછ કરશે. આ સ્થિતિમાં ઋષિકેશ દેશમુખ ગુરુવારે ED સમક્ષ હાજર થયો ન હતો. હાજર થવાને બદલે તેણે ધરપકડ પહેલા જામીન (Bail) મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે તેણે સેશન્સ કોર્ટમાં આ માટે અરજી કરી છે. જેના પર 12 નવેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.
અનિલ દેશમુખ વિરુદ્ધ ફરિયાદ પર પરમબીર સિંહનો યુ ટર્ન
અનિલ દેશમુખ પર 100 કરોડની ઉચાપતનો આરોપ મૂકનારા મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે (Parambir Singh) આ બાબતની તપાસ કરતા ચાંદીવાલ કમિશનને એફિડેવિટ મોકલી છે. આ એફિડેવિટમાં તેણે કહ્યું છે કે, તેમની પાસે અનિલ દેશમુખ વિરુદ્ધ અન્ય કોઈ પુરાવા નથી. તમને જણાવી દઈએ કે, આ મામલાની તપાસ માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પૂર્વ ન્યાયાધીશ કૈલાશ ઉત્તમચંદ ચાંદીવાલના નેતૃત્વમાં એક તપાસ પંચની રચના કરવામાં આવી છે.
આ પણ વાંચો: આર્યન ડ્રગ્સ કેસમાંથી વાનખેડેને હટાવાયા, શું NCB અધિકારી સમીર વાનખેડે પ્રમાણિક હોવાનું આ પરિણામ છે ?