Maharashtra Fire: મુંબઈના કંજુરમાર્ગ વિસ્તારમાં ઘાસના મેદાનમાં લાગી ભીષણ આગ, આજુબાજુ છવાયો ગાઢ કાળો ધુમાડો

|

Jan 31, 2022 | 11:57 PM

મુંબઈના કંજુરમાર્ગ વિસ્તારમાં એક ઘાસના મેદાનમાં આગ લાગી હતી. સૂકા ઘાસમાં લાગેલી આગને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. કંજુરમાર્ગ મેટ્રો કાર ડેપોમાં રહેલા ઘાસમાં આગ લાગી હતી.

Maharashtra Fire: મુંબઈના કંજુરમાર્ગ વિસ્તારમાં ઘાસના મેદાનમાં લાગી ભીષણ આગ, આજુબાજુ છવાયો ગાઢ કાળો ધુમાડો
A fire broke out in a grass field in Kanjurmarg area

Follow us on

મહારાષ્ટ્રના મુંબઈના (Mumbai) કંજુરમાર્ગ વિસ્તારમાં ઘાસના મેદાનમાં આગ (Kanjurmarg grassland Fire) લાગવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીંના કંજુરમાર્ગ મેટ્રો કાર ડેપોમાં રહેલા સૂકા ઘાસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગના કારણે નીકળતો ધુમાડો કેટલાય કિલોમીટર દૂરથી જોઈ શકાય છે. કારણ કે આગ સુકા ઘાસમાં શરૂ થઈ હતી. જેથી તે ઝડપથી ફેલાઈ ગઈ હતી. સાથે જ આગના કારણે સમગ્ર વિસ્તારમાં ગાઢ કાળો ધુમાડો ફેલાઈ ગયો છે. આગ ઓલવવા માટે 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર આ લેવલ 2ની આગ છે અને તેને બુઝાવવા માટે 6 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. કંજુરમાર્ગ વિસ્તારમાં એક મેટ્રો કાર શેડ બનાવવામાં આવી રહ્યો છે, તેથી અહીં મોટી માત્રામાં બાંધકામ સામગ્રી રાખવામાં આવી છે. જો આ આગ તેની ઝપેટમાં આવી જાય છે ત્યારે મોટી દુર્ઘટના થઈ શકે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

20 માળની કમલા બિલ્ડીંગમાં આગ લાગતા 7 લોકોના મોત

મુંબઈના તાડદેવમાં ભાટિયા હોસ્પિટલ પાસે 20 માળની કમલા બિલ્ડીંગમાં લેવલ 3ની આગ લાગી હતી. ફાયરની 13 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. બીએમસીએ માહિતી આપી છે કે 7 લોકોના મોત થયા છે. જેમાંથી 4 લોકોને નાયર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં બે લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે, 15 લોકોને ભાટિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે જણાવ્યું હતું કે, મુંબઈના તાડદેવ વિસ્તારમાં કમલા બિલ્ડીંગમાં લાગેલી આગની ઘટનાની તપાસ કરવામાં આવશે. મુંબઈ ઉપનગરના આમારા સંરક્ષક મંત્રી આદિત્ય ઠાકરે અને મુંબઈ શહેરના સંરક્ષક મંત્રી અસલમ શેખ આના પર ધ્યાન આપશે.

આ પહેલા રવિવારે રાત્રે થાણેના ભિવંડી વિસ્તારના કાઝી કમ્પાઉન્ડમાં બંધ કાપડના કારખાનામાં આગ લાગી હતી. આગમાં કરોડોની સંપત્તિ બળીને ખાખ થઈ ગઈ હતી. આગની જાણ થતાં જ અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જો કે આગ કયા કારણોસર લાગી તે અંગે સ્પષ્ટપણે કંઈ જાણી શકાયું નથી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

 

આ પણ વાંચો :  Goa Assembley Election 2022: શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું ‘ઝૂકેંગે નહીં ઔર ચૂકેંગે નહીં’, અમિત શાહના ગોવા જવાથી હવે કંઈ નહીં થાય

Next Article