પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના (PFI) દેશભરમાં અલગ-અલગ સ્થળો પર કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા એક સપ્તાહ સુધી દરોડા પાડ્યા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સંગઠન પર 5 વર્ષ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. PFIને ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યા બાદ દેશભરમાંથી અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ (Eknath Shinde) આ નિર્ણયને આવકાર્યો છે. મુંબઈ ભાજપના ધારાસભ્ય રામ કદમ અને નેતા કિરીટ સોમૈયાએ પણ PFI પર પ્રતિબંધના નિર્ણયને આવકાર્યો છે.
સીએમ એકનાથ શિંદેએ આજે નાસિકમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, મેં અગાઉ પણ કહ્યું હતું કે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ની ભાષા બોલનારાઓ માટે આ દેશમાં અને મહારાષ્ટ્રમાં કોઈ સ્થાન નથી. આવી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં. જે પણ દેશવિરોધી પ્રવૃતિઓમાં સંડોવાયેલા જણાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમે કેન્દ્ર સરકાર દ્વારા PFI પર લાદવામાં આવેલા નોટબંધીને આવકારીએ છીએ.
PFI પર પ્રતિબંધનો નિર્ણય આજે સવારે જ જાહેર કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, PFIના કેટલાક સ્થાપક સભ્યો સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI)ના સભ્ય રહી ચૂક્યા છે. જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB) સંગઠન સાથે PFIના જોડાણની માહિતી પણ સામે આવી છે. આ બંને પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો છે.
મુંબઈના બીજેપી ધારાસભ્ય રામ કદમે પણ PFI પર પાંચ વર્ષ માટેના પ્રતિબંધને આવકાર્યો છે. રામ કદમે કહ્યું છે કે, આ દેશમાં આતંકવાદને કોઈ સ્થાન નથી. તેને પ્રોત્સાહન આપનારા અને આપણા યુવાનોને ગેરમાર્ગે દોરનારાઓ પર પ્રતિબંધ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં બદલાયેલા નવા ભારતનો મજબૂત ચહેરો દર્શાવે છે.
इस मुल्क में आतंकवाद की कोई जगह नहीं है .. उसे बढ़ावा देने वाले तथा हमारे नौजवानोंको गुमराह करने वालो पर प्रतिबंध यह आदरणीयप्रधानमंत्री @narendramodi जी नेतृत्व में बदले हुए नयें भारत का सशक्त चेहरा दर्शता है pic.twitter.com/ntcF8qQS7a
— Ram Kadam (@ramkadam) September 28, 2022
પીએફઆઈ ઉપરાંત તેની સાથે સંકળાયેલા અન્ય સંગઠનો પર પણ પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સંસ્થાઓમાં રિહેબ ઈન્ડિયા ફાઉન્ડેશન, કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા, ઓલ ઈન્ડિયા ઈમામ કાઉન્સિલ, નેશનલ કોન્ફેડરેશન ઓફ હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન, નેશનલ વુમન્સ ફ્રન્ટ, જુનિયર ફ્રન્ટ, એમ્પાવર ઈન્ડિયા ફાઉન્ડેશન અને રિહેબ ફાઉન્ડેશન (કેરળ)નો સમાવેશ થાય છે.
Published On - 12:49 pm, Wed, 28 September 22