મહારાષ્ટ્રના સામાજિક ન્યાય મંત્રી ધનંજય મુંડે (Dhananjay Munde NCP)ને હાર્ટ એટેક આવ્યો નથી. હાર્ટ એટેકના કારણે તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં (Mumbai Breach Candy Hospital) દાખલ કરવામાં આવ્યા નથી. તેમને ચક્કર આવ્યા અને બેહોશ થયા હતા. મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર (Ajit Pawar Deputy CM) દ્વારા આજે (13 એપ્રિલ, બુધવાર) આ માહિતી આપવામાં આવી હતી. ધનંજય મુંડેને હાર્ટ એટેકના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયાના સમાચાર મંગળવારે રાત્રે સામે આવ્યા હતા. તે સમાચાર પર અજિત પવારે આ સ્પષ્ટતા કરી છે. અજિત પવાર આજે ધનંજય મુંડેની તબિયત જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતા. ધનંજય મુંડેને મળ્યા બાદ અજિત પવારે મીડિયાને આ માહિતી આપી હતી.
અજિત પવારે કહ્યું, ધનંજય મુંડેને માઈનોર હાર્ટ એટેકના સમાચાર સામે આવ્યા છે, આમાં કોઈ સત્ય નથી. ડોકટરો સંપૂર્ણ તપાસ કરી રહ્યા છે. એમઆરઆઈ થઈ ગયું છે, રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. કેટલીક તપાસ કરવામાં આવી છે, કેટલીક કરવાની બાકી છે. ડોક્ટરોએ બે-ત્રણ દિવસ એડમિટ રાખવાની વાત કહી છે. આજે તેમને સ્પેશિયલ કેર યુનિટમાં મોકલવામાં આવશે. ગઈકાલે તેમને ચક્કર આવતાં તેઓ થોડીવાર માટે બેહોશ થઈ ગયા હતા. જ્યારે તેમને અહીં લાવવામાં આવ્યા, ત્યારે પણ તેઓ હોશમાં નહતા. જ્યારે એમઆરઆઈ વગેરે કરવામાં આવ્યું, ત્યારે તેઓ હોશમાં આવ્યા.
આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ પણ ટ્વીટ કરીને ધનંજય મુંડેના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપી છે. તેમણે ધનંજય મુંડેની તબિયત સારી અને સ્થિર ગણાવી છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું, ‘ચિંતા કરવાનું કોઈ કારણ નથી. કામના તણાવ અને મુસાફરીને કારણે તેમની તબિયત લથડી હતી. ગઈકાલે રાત્રે હું તેમને મળ્યો હતો અને ડૉક્ટરો સાથે વિગતવાર ચર્ચા કરી હતી. થોડા સમયના આરામ પછી તેઓ બેવડા ઉત્સાહ સાથે તેમના કામ પર જશે.
સુપ્રિયા સુલેએ પણ ધનંજય મુંડેને મળ્યા બાદ તેમની તબિયત સારી હોવાનું જણાવ્યું છે. તેણે એમ પણ કહ્યું, ‘છેલ્લા કેટલાક દિવસોથી તેને ઘણી મુસાફરી કરવી પડી હતી. વધતી જતી ગરમી અને રાજકીય પ્રવાસના કારણે થોડો તણાવ વધ્યો હતો. ડૉક્ટર આ વિશે વધુ કહી શકશે. હું ધનંજય મુંડે અને તેમના પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી. તેઓ હાલમાં સારી સ્થિતિમાં છે. આ એક ખાસ વાત છે.