Maharashtra Crisis: 30 જૂને ઉદ્ધવ સરકારની ‘અગ્નિ પરીક્ષા’, રાજ્યપાલે બોલાવ્યું વિશેષ સત્ર, ભાજપે ફ્લોર ટેસ્ટની માગ કરી

|

Jun 29, 2022 | 9:45 AM

દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis)રાજભવન પહોંચે તે પહેલાં, આઠ અપક્ષ ધારાસભ્યોએ ગુવાહાટીથી વહેલી તકે ગૃહમાં ફ્લોર ટેસ્ટ(Floor Test)ની માગણી કરતા ઈમેલ મોકલ્યા હતા. આ ઈમેલમાં તેમણે દાવો કર્યો છે કે ઠાકરે સરકારે બહુમતી ગુમાવી દીધી છે.

Maharashtra Crisis: 30 જૂને ઉદ્ધવ સરકારની અગ્નિ પરીક્ષા, રાજ્યપાલે બોલાવ્યું વિશેષ સત્ર, ભાજપે ફ્લોર ટેસ્ટની માગ કરી
Uddhav Thackeray (File)
Image Credit source: File Image

Follow us on

Maharashtra Crisis: મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ વિધાનસભા સચિવને પત્ર લખીને 30 જૂને વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. એટલે કે હવે 30 જૂને ઉદ્ધવ સરકારની ‘અગ્નિ પરીક્ષા’ થશે. જણાવી દઈએ કે શિવસેનાના નેતા અને મંત્રી એકનાથ શિંદેના બળવાને કારણે મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ(Maharashtra Political Crisis)ના એક સપ્તાહ બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnvais)  રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળ્યા હતા. આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલને એક પત્ર સુપરત કર્યો હતો, જેમાં તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને રાજ્ય વિધાનસભામાં તેમની સરકારની બહુમતી સાબિત કરવા કહેવાની માંગ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે વાત કર્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળવા પહોંચ્યા હતા. 

 

ઉદ્ધવ સરકાર લઘુમતીમાંઃ દેવેન્દ્ર

હકીકતમાં, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને વિનંતી કરી હતી કે તેઓ ઉદ્ધવ ઠાકરે સરકારને વિધાનસભામાં બહુમતી સાબિત કરવા કહે. ફડણવીસે દાવો કર્યો હતો કે શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધન સરકાર લઘુમતીમાં જોઈ રહી છે કારણ કે શિંદે જૂથના 39 શિવસેના ધારાસભ્યોએ કહ્યું છે કે તેઓ સરકારને સમર્થન આપતા નથી. સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓનો ઉલ્લેખ કરતા, ફડણવીસે રાજ્યપાલને સુપરત કરેલા પત્રમાં જણાવ્યું હતું કે સંસદીય લોકશાહીમાં સરકાર ટકી રહેવા માટે ગૃહમાં બહુમતી સર્વોચ્ચ અને જરૂરી છે. તેમણે રાજ્યપાલને વિનંતી કરી કે તેઓ મુખ્યમંત્રીને વહેલી તકે બહુમતી સાબિત કરવા કહે.

સરકારે ગૃહમાં બહુમતી સાબિત કરવી જોઈએ

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમે રાજ્યપાલને પત્ર સુપરત કર્યો છે, જેમાં સરકારને ગૃહમાં બહુમતી સાબિત કરવાની વિનંતી કરવામાં આવી છે. મંગળવારે રાત્રે 10 વાગ્યે કોશ્યારીને મળ્યાના આગલા દિવસે ફડણવીસ દિલ્હીમાં ભાજપના ટોચના નેતાઓને મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફડણવીસ અહીં રાજભવન પહોંચે તે પહેલાં, આઠ અપક્ષ ધારાસભ્યોએ ગુવાહાટીથી ઈમેલ મોકલ્યા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ વહેલી તકે ગૃહમાં તેમની બહુમતી સાબિત કરે. 

શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને ધમકીઓ

રાજ્યપાલને પાઠવેલા પત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે શિવસેના અને ભાજપે 2019ની વિધાનસભા ચૂંટણી ગઠબંધન કરીને લડી હતી, પરંતુ ચૂંટણી પરિણામો બાદ શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી હતી. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે શિવસેનાના 39 ધારાસભ્યો કોંગ્રેસ અને એનસીપી સાથેના પક્ષના જોડાણને સમાપ્ત કરવાના પક્ષમાં હતા, મુખ્યમંત્રી ઠાકરેએ વિધાનસભામાં બહુમતી ગુમાવી દીધી છે.

Published On - 9:45 am, Wed, 29 June 22

Next Article