Maharashtra : ભિવંડી વૃદ્ધાશ્રમમાં કોરોનાનો રાફડો ફાટ્યો, વધુ 17 લોકો સંક્રમિત થતા તંત્રની વધી ચિંતા

|

Dec 01, 2021 | 6:09 PM

જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મનીષ રેંગેએ (Dr. Manish Renge)જણાવ્યુ હતુ કે પોઝિટિવ મળી આવેલા નવા 17 લોકોમાંથી 4 લોકો વૃદ્ધ છે. જ્યારે બાકીના 12 લોકો આશ્રમના કેટરર્સ સાથે જોડાયેલા છે.

Maharashtra : ભિવંડી વૃદ્ધાશ્રમમાં કોરોનાનો રાફડો ફાટ્યો, વધુ 17 લોકો સંક્રમિત થતા તંત્રની વધી ચિંતા
File Photo

Follow us on

Maharashtra: 27 નવેમ્બરે થાણે જિલ્લાના (Thane District) ભિવંડીના એક વૃદ્ધાશ્રમમાં 62 લોકોના કોરોના પોઝિટિવ મળ્યાના સમાચારે ખળભળાટ મચાવી દીધો હતો. ત્યારે આજે વધુ 17 લોકોના કોરોના પોઝિટિવ (Corona Positive) હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ સાથે કોરોના પોઝિટિવ (Corona) લોકોની સંખ્યા વધીને 79 થઈ ગઈ છે. હાલ વધતા સંક્રમણે તંત્રની ચિંતા વધારી છે.

 

મળતા અહેવાલો અનુસાર થોડા દિવસો પહેલા આ વૃદ્ધાશ્રમમાં કેટલાક લોકોને તાવ આવ્યો હતો. બાદમાં વૃદ્ધાશ્રમ સાથે સંકળાયેલા 109 લોકોનો કોરોના એન્ટિજન ટેસ્ટ (Antigen Test) કરવામાં આવ્યો, જેમાંથી 62 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા. આ પછી વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો, તેમના સંબંધીઓ, કેરટેકર્સ અને તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવ્યું હતું. જેમાં  RT-PCR પરીક્ષણમાં વધુ 17 લોકો કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

મોટાભાગના લોકોમાં લક્ષણો ન દેખાતા વધ્યુ સંક્રમણ

જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મનીષ રેંગેએ (Dr. Manish Renge) જણાવ્યુ કે પોઝિટિવ મળી આવેલા નવા 17 લોકોમાંથી 4 લોકો વૃદ્ધ છે. બાકીના 12 લોકો આશ્રમના કેટરર્સ સાથે જોડાયેલા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પોઝિટિવ મળી આવેલા 62 લોકોમાંથી 55 વૃદ્ધો, 5 સ્ટાફ અને 2 પરિવારના સભ્યો છે. કોરોના પોઝિટિવ મળી આવેલા આ 62 લોકોમાંથી એક ગર્ભવતી મહિલાનો પણ સમાવેશ થાય છે. આ 62 કોરોના દર્દીઓમાંથી 61 લોકોને અન્ય બિમારીઓ પણ છે. અહેવાલો અનુસાર મોટાભાગના દર્દીઓમાં લક્ષણો ન દેખાતા સંક્રમણ વધ્યુ હતુ.

 

વધુ 17 કેસ નોંધાતા તંત્ર દોડતુ થયુ

ત્રણ દિવસ પહેલા જ્યારે વૃદ્ધાશ્રમમાંથી 62 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા, ત્યારે આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. સંક્રમણને ધ્યાનમાં રાખીને સંચાલકોએ બાકીના લોકોના ટેસ્ટ કરાવવાનું પણ નક્કી કર્યું હતું. જેમાં આજે નવા 17 કેસ સામે આવ્યા છે. આ તમામને હાલ થાણેની જિલ્લા હોસ્પિટલમાં (Thane District Hospital) દાખલ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે માતોશ્રી વૃદ્ધાશ્રમમાં 100થી વધુ વૃદ્ધો રહે છે.

 

 

આ પણ વાંચો : ઓમિક્રોન વેરિયન્ટને પગલે સતર્ક મહારાષ્ટ્ર, અન્ય રાજ્યોમાંથી આવતા લોકોનો RT-PCR ટેસ્ટ ફરજિયાત

 

Next Article