Maharashtra Corona Update : મહારાષ્ટ્રમાં કોરોનાના 59 હજાર નવા કેસ, 301ના મૃત્યુ, ઉદ્ધવ ઠાકરેએ બોલાવી ઓલ પાર્ટી મિટિંગ

|

Apr 09, 2021 | 10:06 PM

Maharashtra Corona Update : 9 એપ્રિલે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 58,993 નવા કેસ નોંધાયા છે

Maharashtra Corona Update : મહારાષ્ટ્રમાં કોરોનાના 59 હજાર નવા કેસ, 301ના મૃત્યુ, ઉદ્ધવ ઠાકરેએ બોલાવી ઓલ પાર્ટી મિટિંગ
FILE PHOTO : CM Uddhav Thackeray

Follow us on

Maharashtra Corona Update : દેશમાં કોરોનાની બીજી લહેરમાં કોરોનાના દૈનિક નવા કેસ 1 લાખને પાર થયા છે. દેશમાં કોરોનાની સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્ર અને ત્યારબાદ પંજાબની છે. 9 એપ્રિલે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 58,993 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાની ચિંતાજનક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આવતીકાલે તમામ પક્ષોની બેઠક બોલાવી છે.

મહારાષ્ટ્રમાં 58993 નવા કેસ, 301 મૃત્યુ
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 58,993 નવા કેસ નોંધાયા છે, જ્યારે 45,391 લોકો સ્વસ્થ થયા છે અને કોરોનાને કારણે 301 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોના કેસની કુલ સંખ્યા 32,88,540 પર પહોંચી ગઈ છે. અહીં સક્રિય કેસની કુલ સંખ્યા 5,34,603 છે, જ્યારે અત્યાર સુધીમાં 26,95,148 લોકો સાજા થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 57,329 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

મુંબઈમાં 9200 નવા કેસ, 35 મૃત્યુ
મહારાષ્ટ્ર: મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 ના 9,200 નવા કેસ નોંધાયા છે. આ સમય દરમિયાન 35 મૃત્યુ નોંધાયા છે. કેસની કુલ સંખ્યા 5,00,898 છે અને રાજ્યમાં સક્રિય કેસની કુલ સંખ્યા 90,333 છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

નાગપુરમાં 6489 નવા કેસ, 64 મૃત્યુ
મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં, કોરોનાના 6,489 નવા કેસ નોંધાયા છે અને કોરોનાને કારણે 64 લોકોનાં મોત થયા છે, જ્યારે 2,175 એક્ટીવ કેસ છે. નાગપુરમાં કોરોના કુલ કેસો 2,66,224 થયા છે, જયારે અત્યાર સુધીમાં કુલ 2,11,236 લોકો કોરોનાને મ્હાત આપી સાજા થયા છે અને સક્રિય કેસની કુલ સંખ્યા 49,347 થઇ છે. નાગપુરમાં અત્યાર સુધીમાં કુલ 5,641 લોકોનાં મોત થયાં છે.

મહારાષ્ટ્રમાં નાઈટ કર્ફ્યુ ચાલુ
મહારાષ્ટ્રમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત તમામ જિલ્લાઓમાં નાઇટ કર્ફ્યુ ચાલુ છે. આ સમય દરમિયાન, પ્રતિબંધો રાત્રે 8 થી સવારે 7 વાગ્યા સુધી અમલમાં છે. અહીં કર્ફ્યુ આગામી આદેશ સુધી લાગુ રહેશે. પંજાબમાં પણ રાત્રીના 9 થી સવારે 5 વાગ્યા સુધી આ જ આદેશ 30 એપ્રિલ સુધી લાગુ રહેશે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે.

CM ઉદ્ધવ ઠાકરેએ બોલાવી ઓલ પાર્ટી મિટિંગ
મહારાષ્ટ્રમાં કોરોનાની ચિંતાજનક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આવતીકાલે તમામ પક્ષોની બેઠક બોલાવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવશે. બેઠકમાં તમામ પક્ષોના નેતાઓની સલાહ લીધા બાદ સમગ્ર મહારાષ્ટ્રમાં પ્રતિબંધ અંગે ચર્ચા કરવામાં આવશે. આ મામલે વિપક્ષી નેતાઓના મંતવ્યો પણ જાણી શકાશે. (Maharashtra Corona Update)

Next Article