Maharashtra Corona Update: ઝડપથી વધી રહ્યુ છે કોરોનાનું સંક્રમણ, છેલ્લા 24 કલાકમાં 2,946 નવા કેસ, 2 દર્દીઓના મોત

|

Jun 12, 2022 | 7:43 PM

જ્યારે સંક્રમણના વધતા જતા કેસોએ ચિંતા વધારી છે, ત્યારે મૃત્યુઆંકને કારણે થોડી રાહત મળી છે. લોકો મોટી સંખ્યામાં કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે, પરંતુ નોંધનીય બાબત એ છે કે મૃત્યુઆંક સ્થિર છે. સંક્રમણને કારણે મૃત્યુની ટકાવારી 1.21 છે.

Maharashtra Corona Update: ઝડપથી વધી રહ્યુ છે કોરોનાનું સંક્રમણ, છેલ્લા 24 કલાકમાં 2,946 નવા કેસ, 2 દર્દીઓના મોત
Maharashtra Corona Update (Symbolic Image)

Follow us on

દેશમાં ફરીથી કોરોનાના કેસ વધી રહ્યા છે. ચોથી લહેરની આશંકા સેવાઈ રહી છે. દેશભરમાં દરરોજ હજારો કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રમાં  (Corona In Maharashtra) છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,946 નવા કેસ નોંધાયા છે, જ્યારે 2 દર્દીઓના મોત થયા છે. વધતા કેસોને લઈને સરકારની ચિંતા વધી ગઈ છે. આજે પણ દેશભરમાંથી 8,000થી વધુ નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Union Health Ministry) આ માહિતી આપી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર રવિવારે કોવિડ-19 (Covid-19)ના 8,582 નવા કેસ નોંધાયા છે, જે શનિવાર કરતા વધુ છે. શનિવારે, કોરોનાનો આ આંકડો 8,329 હતો.

જ્યારે સંક્રમણના વધતા જતા કેસોએ ચિંતા વધારી છે, ત્યારે મૃત્યુઆંકને કારણે થોડી રાહત મળી છે. લોકો મોટી સંખ્યામાં કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે, પરંતુ નોંધનીય બાબત એ છે કે મૃત્યુઆંક સ્થિર છે. સંક્રમણને કારણે મૃત્યુની ટકાવારી 1.21 છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર ગત દિવસે 4,435 લોકો કોવિડમાંથી સાજા પણ થયા છે. નવા આંકડા સાથે દેશમાં સંક્રમણમાંથી સાજા થનારા લોકોની સંખ્યા 4,26,52,743 પર પહોંચી ગઈ છે.

44,000થી વધુ સક્રિય કેસ

જો આપણે સક્રિય કેસોની વાત કરીએ તો હાલમાં દેશમાં 44,000થી વધુ એટલે કે 44,513 લોકો કોરોના સામે લડી રહ્યા છે. સક્રિય દર્દીઓ કુલ કેસના 0.10 ટકા છે. નોંધપાત્ર રીતે ભારતમાં દૈનિક પોઝિટીવીટી દર 2.71% છે. રિકવરી રેટ 98.68 ટકા છે. મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં સમગ્ર ભારતમાં 195.07 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ લાગુ કરવામાં આવ્યા છે. તેમાંથી 13,04,427 રસીના ડોઝ છેલ્લા 24 કલાક દરમિયાન જ આપવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ભારતમાં કોરોના રસીકરણની સંખ્યા વધીને 1,95,07,08,541 થઈ ગઈ છે. દરમિયાન, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ કહ્યું કે દેશમાં સેમ્પલ ટેસ્ટિંગનો આંકડો હવે 85.48 કરોડ (85,48,59,461) પર પહોંચી ગયો છે. જેમાં શનિવારે પરીક્ષણ કરાયેલા 3,16,179 સેમ્પલનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં પણ કેસો વધતા તંત્ર એક્શનમાં

ગુજરાતમાં ફરી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા સપ્તાહના આંકડાઓ પર નજર કરીએ તો કોરોનાના કેસ વધી રહ્યા છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. છેલ્લા સાત દિવસમાં કોરોનાના કેસમાં ધીમી ગતીથી થતો વધારો ચિંતાનું કારણ છે. આ તરફ અમદાવાદમાં કોરોનાના કેસમાં ઉછાળો આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ એલર્ટ થયુ છે. AMC તરફથી શહેરીજનોને માસ્ક ફરી ફરજીયાત કરવા સૂચના આપી છે. હાલના સમયમાં ફરી મોટાભાગના લોકો માસ્ક વગર અને કોરોનાના ડર વગર બજારોમાં ખુલ્લેઆમ ફરતા જોવા મળી રહ્યાં હોવાનું AMCનું તારણ છે. કોરોનાના કેસ અંગેના આંકડાઓને જોતા મહામારીની સ્થિતિ હાલ પણ યથાવત હોવાથી માસ્કનો ઉપયોગ ચાલુ રાખવા AMCએ લોકોને સલાહ પણ આપી છે.

Next Article