Maharashtra Corona : મહારાષ્ટ્રમાં ઓછો થયો કોરોનાનો કહેર, નવા 28286 કેસ નોંધાયા, શું મુંબઈમાં કોરોનાના વળતા પાણી ?

|

Jan 25, 2022 | 12:03 AM

સોમવારે (24 જાન્યુઆરી) મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર ઓછો થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં 28 હજાર 286 નવા કોરોના કેસ નોંધાયા છે. મુંબઈમાં માત્ર 1857 કેસ નોંધાયા. રાજ્યમાં ઓમિક્રોનના 86 નવા કેસ નોંધાયા છે.

Maharashtra Corona : મહારાષ્ટ્રમાં ઓછો થયો કોરોનાનો કહેર, નવા 28286 કેસ નોંધાયા, શું મુંબઈમાં કોરોનાના વળતા પાણી ?
Corona testing (file photo)

Follow us on

સોમવારે (24 જાન્યુઆરી) મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર (Maharashtra Corona Update) ઓછો થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં 28 હજાર 286 નવા કોરોના કેસ નોંધાયા છે. એટલે કે, રવિવારની તુલનામાં લગભગ 12 હજાર ઓછા કેસ નોંધાયા છે. ખાસ કરીને મુંબઈની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણ (Mumbai corona update) સતત ઘટી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં માત્ર મુંબઈમાં 1857 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કારણે મૃત્યુઆંક ઘટ્યો છે. એક જ દિવસમાં 36 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. આ રીતે, રાજ્યમાં મૃત્યુ દર હવે 1.88 ટકા થઈ ગયો છે. આ સાથે રાજ્યમાં 21 હજાર 941 લોકો કોરોનામાંથી સાજા થઈને ઘરે પણ ગયા છે.

સોમવારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 86 નવા કેસ નોંધાયા હતા. એટલે કે, ઓમિક્રોનના કેસ પણ પહેલા કરતા ઘટી રહ્યા છે. આ રીતે, મહારાષ્ટ્રમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા અત્યાર સુધીમાં 2845 પર પહોંચી ગઈ છે. તેમાંથી 1454 લોકો ઓમિક્રોનમાંથી મુક્ત પણ થઈ ગયા છે.

નાગપુરમાં ઓમિક્રોનના 3 નવા મ્યુટેશન સામે આવતાં ચિંતા વધી

એક તરફ, કોરોનાના કેસોમાં ઘટાડાને કારણે લોકો રાહતનો શ્વાસ લઈ શકે છે, તો બીજી તરફ, નાગપુરમાં કોરોનાના વેરિઅન્ટ ઓમિક્રોનના 3 નવા મ્યુટેશન સામે આવતા ચિંતા વધી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે ઓમિક્રોનના વર્તમાન સ્વરૂપને અંતિમ વેરિઅન્ટ તરીકે સમજવો જોઈએ નહીં. નાગપુરમાં સોમવારે સામે આવેલા ઓમીક્રોનના આ નવા મ્યુટેશન કેટલા ઘાતક હોય શકે છે. તેની નિષ્ણાંતો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

હાલમાં જો રાજ્યમાં કોરોના સંબંધિત સ્થિતિની વાત કરીએ તો અત્યાર સુધીમાં 70 લાખ 89 હજાર 936 લોકો સાજા થયા છે. હવે રાજ્યમાં કોરોના રિકવરી રેટ 94.09 ટકા છે. 14 લાખ 35 હજાર 141 લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં છે અને 3402 લોકો સંસ્થાકીય ક્વોરેન્ટાઇનમાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 7 કરોડ 35 લાખ 11 હજાર 861 લોકોનું લેબમાં કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

મુંબઈમાં અત્યાર સુધી કોરોનાની સ્થિતિ

સોમવાર મુંબઈ માટે મોટી રાહતનો દિવસ હતો. છેલ્લા 24 કલાકમાં, મુંબઈમાં કેટલાક સમયથી આંકડાઓની દ્રષ્ટિએ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા. સોમવારે 1857ની સરખામણીએ એક દિવસ પહેલા એટલે કે રવિવારે 2250 કેસ નોંધાયા હતા. આ સાથે સોમવારે 503 લોકો કોરોનામાંથી સાજા પણ થયા હતા. મુંબઈનો રિકવરી રેટ પણ વધીને 96 ટકા થઈ ગયો છે.

કોરોના સંક્રમણમાં ઘટાડાને કારણે સામાન્ય જનતા અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) રાહતનો શ્વાસ લઈ શક્યા છે. પરંતુ આ દરમિયાન મુંબઈમાં એક જ દિવસમાં કોરોનાથી 11 લોકોના મોતના સમાચાર પણ છે. એટલે કે મૃત્યુઆંક દરરોજ આઠથી અગિયાર વચ્ચે રહે છે. તેમની કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. આ રીતે, મુંબઈમાં અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 16 હજાર 546 થઈ ગઈ છે. આ જ કારણ છે કે પ્રશાસને કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું કહ્યું છે.

મુંબઈમાં 27 ઈમારતો સીલ કરવામાં આવી

આ દરમિયાન, મુંબઈમાં કોરોનાના કેસને કારણે હાલમાં 27 ઈમારતો સીલ કરવામાં આવી છે. સોમવારે સામે આવેલા નવા 1857 કોરોના દર્દીઓમાંથી 234 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી છે. હાલમાં મુંબઈની હોસ્પિટલોમાં 37 હજાર 742 બેડ છે. તેમાંથી 3 હજાર 855માં કોરોના દર્દીઓની સારવાર શરૂ છે.

 

આ પણ વાંચો :  Maharashtra: એનસીપી ચીફ શરદ પવાર કોરોના સંક્રમિત, સંપર્કમાં આવેલા લોકોને તપાસ માટે અપીલ

Published On - 11:58 pm, Mon, 24 January 22

Next Article