Maharashtra Corona Cases: મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાથી થયા 100થી વધારે મોત, એકલા પુણેમાં ઓમીક્રોનના કેસ 110 ને પાર

|

Jan 28, 2022 | 11:29 PM

મુંબઈમાં કોરોનાથી મુક્ત થયેલા લોકોની સંખ્યા સંક્રમિતો કરતા ઘણી વધારે હતી. મુંબઈમાં 1312 નવા કેસ સામે 4 હજાર 990 લોકો કોરોનાથી સાજા થયા છે.

Maharashtra Corona Cases: મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાથી થયા 100થી વધારે મોત, એકલા પુણેમાં ઓમીક્રોનના કેસ 110 ને પાર
Omicron Variants - Symbolic Image

Follow us on

મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાના (Maharashtra Corona Update) કારણે થયેલા મૃત્યુનો આંકડો ડરાવનારો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 103 લોકોના મોત થયા છે. આ રીતે રાજ્યમાં મૃત્યુ દર વધીને 1.86 થઈ ગયો છે. છેલ્લા એક દિવસમાં કોરોનાના 24 હજાર 948 નવા કેસ નોંધાયા છે. પણ રાહતની વાત એ છે કે જે લોકો સાજા થયા છે તેમની સંખ્યા બમણી કરતા થોડી ઓછી હતી. શુક્રવારે મહારાષ્ટ્રમાં કોરોનાથી 45 હજાર 648 લોકો કોરોનાથી સ્વસ્થ થઈને ઘરે ગયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ઓમિક્રોનના 110 કેસ નોંધાયા છે. નોંધનીય છે કે આ તમામ કેસ એકલા પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના છે. આ સિવાય મુંબઈની વાત કરીએ તો અહીં શુક્રવારે 1312 નવા કેસ (Mumbai Corona Update) નોંધાયા હતા.

મુંબઈમાં કોરોનાથી મુક્ત થયેલા લોકોની સંખ્યા નવા સંક્રમિતોની સંખ્યા કરતા ઘણી વધારે હતી. મુંબઈમાં 1312 નવા કેસ સામે 4990 લોકો કોરોનાથી સાજા થયા છે. પરંતુ શુક્રવારે પણ મહાનગરમાં કોરોનાથી 10 લોકોના મોત થયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હાલમાં મુંબઈમાં સક્રિય કોરોના કેસની સંખ્યા 14 હજાર 344 છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોના સંબંધિત પરિસ્થિતિ

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 72 લાખ 42 હજાર 649 સંક્રમિત લોકોએ કોરોના પર વિજય મેળવ્યો છે. આ રીતે, રાજ્યમાં રિકવરી રેટ હવે 94.61 ટકા છે. હાલમાં રાજ્યમાં 14 લાખ 61 હજાર 370 લોકો હોમ ક્વોરેન્ટાઈનમાં છે અને 3200 લોકો સંસ્થાકીય ક્વોરેન્ટાઈનમાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 7 કરોડ 41 લાખ 63 હજાર 858 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ઓમિક્રોનનો સંબંધિત પરિસ્થિતિ

ઓમિક્રોનની વાત કરીએ તો, શુક્રવારે રાજ્યમાં 110 નવા કેસ ઉમેરાતા અત્યાર સુધીમાં 3040 કેસ નોંધાયા છે. તેમાંથી 1603 લોકો ઓમિક્રોનમાંથી સાજા પણ થયા છે.  અત્યાર સુધીમાં રાજ્યમાં 6605 લોકો પર ઓમિક્રોનનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી 6418 લોકોના તપાસ રિપોર્ટ સામે આવ્યા છે. 187 લોકોના તપાસ રિપોર્ટ આવવાના બાકી છે.

મુંબઈમાં અત્યાર સુધી કોરોના સંબંધિત અપડેટ્સ

મુંબઈમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 16 હજાર 591 લોકોના મોત થયા છે. મુંબઈમાં શુક્રવારે 1 હજાર 312 નવા કેસની સામે 4 હજાર 990 લોકો કોરોનાથી સાજા થયા છે. આ રીતે રિકવરી રેટમાં એક ટકાનો વધારો થયો છે. હાલમાં મુંબઈમાં રિકવરી રેટ 97 ટકા થઈ ગયો છે.

 

આ પણ વાંચો :  Rajkot: નિષ્ણાત તબીબના જણાવ્યા અનુસાર ઓમિક્રોન વેરિયન્ટમાં થયા ઘણા ફેરફાર, કોરોનાને હળવો સમજવો જોખમથી ભરેલ

Next Article