મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. શનિવારે મહારાષ્ટ્રમાં 9 હજાર 170 નવા કોરોના કેસ (Corona in maharashtra) નોંધાયા હતા. આ સાથે જ દુર્ભાગ્યપુર્ણ 7 લોકોના મોત થયા છે. તેમાંથી એકલા મુંબઈમાં જ 6 હજાર 347 નવા કેસ નોંધાયા છે. મુંબઈમાં એક વ્યક્તિનું મોત થયું છે.
આ ઉપરાંત એક મોટા સમાચાર એ છે કે પૂર્વ મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ પંકજા મુંડે બીજી વખત કોરોના પોઝિટિવ (Pankaja Munde tested corona positive) આવ્યા છે. તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. જેનાથી એ તપાસવામાં આવશે કે ક્યાંક આ વખતે તેમને ઓમિક્રોન સંક્રમણ તો નથી લાગ્યું. હાલમાં તેઓ મુંબઈમાં તેમના નિવાસસ્થાને ક્વોરન્ટીન છે.
પંકજા મુંડેએ ટ્વીટ કરીને આપી માહિતી
પંકજા મુંડેએ ટ્વિટ કરીને પોતાને કોરોના સંક્રમણ લાગ્યું હોવાની માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે, ‘કોરોના સંક્રમિત લોકોના સંપર્કમાં આવવાને કારણે મેં મારી જાતને ક્વોરન્ટીન કરી લીધી છે. ટેસ્ટ કરાવ્યો, રિપોર્ટ પોઝિટિવ આવ્યો. દરેક વ્યક્તિ પોતાનું ધ્યાન રાખે.
Corona बाधीत लोकांच्या संपर्कात आल्याचे जाणवल्या बरोबर मी विलग झाले आहे.. चाचणी केली…लक्षणं आणि Corona दोन्ही आहे… सर्वानी काळजी घ्यावी..
— Pankaja Gopinath Munde (@Pankajamunde) January 1, 2022
હાલમાં રાજ્યમાં 10 મંત્રીઓ 20 ધારાસભ્યો કોરોના સંક્રમિત છે.
પંકજા મુંડે પહેલા પણ મહારાષ્ટ્રમાં 10 મંત્રીઓ અને 20 ધારાસભ્યો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જે દસ મંત્રીઓ કોરોના પોઝિટિવ છે તેમાં બાળાસાહેબ થોરાટ (મહેસૂલ મંત્રી), વર્ષા ગાયકવાડ (શાળા શિક્ષણ મંત્રી), સુપ્રિયા સુલે (સાંસદ), કે.સી.પાડવી (આદિજાતિ વિકાસ મંત્રી), યશોમતી ઠાકુર (મહિલા અને બાળ કલ્યાણ મંત્રી), પ્રાજક્ત તનપુરે (ઉર્જા રાજ્ય મંત્રી), રાધાકૃષ્ણ વિખે પાટીલ (ભાજપ નેતા), હર્ષવર્ધન પાટીલ (ભાજપ નેતા), ડો. દીપક સાવંત (પૂર્વ આરોગ્ય મંત્રી, શિવસેના નેતા), સમીર મેઘે (ભાજપ ધારાસભ્ય) નો સમાવેશ થાય છે.
#COVID19 | Maharashtra reports 9,170 new cases, 1,445 recoveries, and 7 deaths today. Active cases 32,225
Total 6 new #Omicron cases were reported in the state today; till date, a total of 460 Omicron cases have been reported in Maharashtra pic.twitter.com/VJCbeoc1hF
— ANI (@ANI) January 1, 2022
રાજ્યમાં શનિવારે 9 હજાર 170 નવા કેસ નોંધાયા
શનિવારે સમગ્ર રાજ્યમાં 9 હજાર 170 નવા કેસ નોંધાયા હતા. 7 લોકોના કોરોનાથી મોત થયા છે. હાલમાં રાજ્યમાં મૃત્યુ દર 2.11 ટકા છે. આ સાથે રાજ્યમાં 1 હજાર 445 લોકો કોરોનામાંથી સાજા થયા છે. અત્યાર સુધીમાં 65 લાખ 10 હજાર 541 લોકો કોરોનામાંથી મુક્ત થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં રિકવરી રેટ 97.35 ટકા છે.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોનાની સ્થિતિ
મહારાષ્ટ્રમાં હાલમાં સક્રિય કેસ 32 હજાર 225 છે. કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 66 લાખ 87 હજાર 991 છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં 1 લાખ 41 હજાર 533 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 6 કરોડ 91 લાખ 36 હજાર 643 લોકોના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. તેમાંથી 66 લાખ 87 હજાર 991 લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. એટલે કે 9.67 ટકા લોકો સંક્રમિત જોવા મળ્યા હતા. હાલમાં રાજ્યમાં 2 લાખ 26 હજાર 1 લોકો હોમ ક્વોરેન્ટાઈનમાં છે અને 1 હજાર 64 લોકો સંસ્થાકીય ક્વોરેન્ટાઈનમાં છે.
આ પણ વાંચો : Maharashtra: મુખ્યપ્રધાન ઠાકરેની આ શહેરોને મોટી ભેટ, 500 ચોરસ ફૂટ સુધીના મકાનો માટે પ્રોપર્ટી ટેક્સ કર્યો માફ
Published On - 11:58 pm, Sat, 1 January 22