ચેતી જજો : મહારાષ્ટ્રમાં આજથી કલમ 144 લાગુ, નિયમોના ભંગ બદલ થશે કડક કાર્યવાહી

|

Jan 09, 2022 | 12:58 PM

નવી ગાઈડલાઈન અનુસાર રવિવારે બપોરે 12 વાગ્યાથી નવા કડક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.

ચેતી જજો : મહારાષ્ટ્રમાં આજથી કલમ 144 લાગુ, નિયમોના ભંગ બદલ થશે કડક કાર્યવાહી
Mini Lockdown in maharashtra

Follow us on

Maharashtra Mini Lockdown:  મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના સંક્રમણને (Corona Case in maharashtra) ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા (Corona Guidelines) અને નિયંત્રણો લાગુ કર્યા છે. તમને જણાવી દઈએ કે રવિવારે બપોરે 12 વાગ્યાથી આ નવા કડક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.

જેમાં રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ (Night Curfew)  લાગુ કરવામાં આવ્યો છે. જ્યારે કલમ 144 સવારે 5થી 11 વાગ્યા સુધી અમલમાં છે. એટલે કે એક દિવસમાં પાંચ કે તેથી વધુ લોકો એક જગ્યાએ ભેગા થઈ શકશે નહી.

ઉલ્લેખનીય છે કે કોરોનાની નવી માર્ગદર્શિકા જાહેર કરતા પહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) રાજ્યમાં કોરોના સંબંધિત સ્થિતિનો તાગ મેળવ્યો હતો. જે બાદ તેમણે કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે શનિવારે નવા નિયંત્રણો લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

15 ફેબ્રુઆરી સુધી શાળા-કોલેજ બંધ

નવી માર્ગદર્શિકા અને કોરોના સંબંધિત કડક નિયંત્રણો હેઠળ શાળાઓ અને કોલેજો (Education Institute) આજથી 15 ફેબ્રુઆરી સુધી બંધ રાખવામાં આવી છે. કામ વગર ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે. તેમજ મેદાન, બગીચા, પ્રવાસન સ્થળો, સ્વિમિંગ પુલ, જીમ, સ્પા, વેલનેસ સેન્ટર, બ્યુટી પાર્લર આગામી આદેશ સુધી સંપૂર્ણપણે બંધ કરી દેવા નિદર્શ કરવામાં આવ્યો છે. ઉપરાંત કિલ્લાઓ, સંગ્રહાલયો, મનોરંજન ઉદ્યાનો પણ આગામી આદેશ સુધી બંધ રહેશે.

કડક કાર્યવાહીનો નિર્દેશ કરવામાં આવ્યો

આ નવી ગાઈડલાઈન મુજબ જાહેર સ્થળોએ મુસાફરી કરતી વખતે માસ્કનો ઉપયોગ કરવો અને ફરજિયાતપણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનુ રહેશે. CM દ્વારા નિયમોના ભંગ બદલ શિક્ષાત્મક કાર્યવાહીના પણ આદેશ આપવામાં આવ્યા છે. જેમાં કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 50 હજાર સુધીનો દંડ અને કડક કાર્યવાહીનો નિર્દેશ કરવામાં આવ્યો છે.

અન્ય કાર્યક્રમો સંબંધિત પ્રતિબંધો

આ સિવાય સરકારી કચેરીઓમાં મળવા આવનારાઓ પર પ્રતિબંધ રહેશે. જો જરૂરી હોય તો મુખ્ય કચેરીમાંથી લેખિત પરવાનગી મેળવવાની રહેશે. ખાનગી ઓફિસોમાં ઘરેથી કામ કરવાની સુવિધા ઉપલબ્ધ થશે. આ સાથે જે કર્મચારીઓએ સંપૂર્ણ રસીકરણ કરાવ્યું હોય તેમને જ કચેરીમાં કામ કરવા દેવામાં આવશે. ઉપરાંત લગ્ન સમારોહમાં ફક્ત 50 લોકોને જ આવવાની મંજૂરી આપવામાં આવી છે. તેમજ અંતિમ સંસ્કાર માટે 20 લોકોને જ છુટ આપવામાં આવી છે.

 

આ પણ વાંચો : Maharashtra Night Curfew: વધતા કોરોના પર મહારાષ્ટ્ર સરકારનો નવો પ્રતિબંધ, રાજ્યમાં નાઇટ કર્ફ્યુની જાહેરાત, જિમ અને બ્યુટી સલૂન રહેશે બંધ

Next Article