મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે મહાત્મા ગાંધીની હત્યાને ગણાવ્યો વધ, ભાજપે આક્રમકતા સાથે કહ્યું- તેમને મેન્ટલ હોસ્પિટલમાં ભર્તી કરો

|

Jan 30, 2022 | 10:52 PM

કોંગ્રેસ હંમેશા મહાત્મા ગાંધીના 'વધ' શબ્દ સામે વાંધો ઉઠાવતી રહી છે. આવા સંજોગોમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે પાસેથી આવા શબ્દોની અપેક્ષા કેવી રીતે રાખી શકાય?

મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે મહાત્મા ગાંધીની હત્યાને ગણાવ્યો વધ, ભાજપે આક્રમકતા સાથે કહ્યું- તેમને મેન્ટલ હોસ્પિટલમાં ભર્તી કરો
Maharashtra Congress State President Nana Patole (File Image)

Follow us on

મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ (Nana Patole) ફરી બોલ્યા અને ફરી વિવાદ થયો. મહાત્મા ગાંધીની (Mahatma Gandhi) 74મી પુણ્યતિથિના દિવસે (30 જાન્યુઆરી, રવિવાર) તેઓ કોંગ્રેસના કાર્યકરો સાથે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીનો વધ કર્યો હતો. નાના પટોલેએ જ્યારે આ નિવેદન આપ્યું ત્યારે અચાનક તેમનું ધ્યાન ગયું કે તેઓ શું બોલી ગયા છે. પછી તરત જ તેમણે પોતાના શબ્દો પાછા ખેચ્યાં અને ગોડસેને આતંકવાદી અને ગાંધીને હીરો કહ્યા. પરંતુ નાના પટોલેએ નિવેદન આપી ચૂક્યા હતા, વિવાદ ઉભો થઈ ગયો. કોંગ્રેસ હંમેશા મહાત્મા ગાંધીના ‘વધ’ શબ્દ સામે વાંધો ઉઠાવતી રહી છે. આવા સંજોગોમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના (Maharashtra Congress) પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે પાસેથી આવા શબ્દોની અપેક્ષા કેવી રીતે રાખી શકાય?

મહાત્મા ગાંધીના ‘વધ’ શબ્દ નાથુરામ ગોડસેના સમર્થકો દ્વારા ઉપયોગમાં લેવાતો રહ્યો છે. આવા મુઠ્ઠીભર કટ્ટર કોમવાદીઓ ગોડસે દ્વારા ગાંધીજીની હત્યાને યોગ્ય ઠેરવે છે અને આ હત્યા માટે ‘વધ’ શબ્દનો ઉપયોગ કરે છે. આ થોડા લોકો ભારતના ભાગલા અને પાકિસ્તાનના અસ્તિત્વ માટે ગાંધીજીને દોષ આપે છે. પટોલેને કદાચ ‘વધ’ શબ્દના સાચા અર્થનું જ્ઞાન નથી, તેઓ શું બોલે છે તેની ઘણીવાર તેમને જાણ હોતી નથી.

આવી સ્થિતિમાં તેમણે કંઈ પણ બોલતા પહેલા ઓછામાં ઓછું આઘાડી સરકારમાં તેમના સહયોગી શિવસેના સાંસદ સંજય રાઉતનું નિવેદન સાંભળી લેવું જોઈતું હતું. ગોડસેના સમર્થકો પર સવાલ ઉઠાવતા સંજય રાઉતે રવિવારે કહ્યું, “જો ગોડસે આટલા મોટા હિંદુત્વવાદી હતા, તો તેમણે નિઃશસ્ત્ર ફકીર ગાંધીને કેમ ગોળી મારી, તેમણે ઝીણાને કેમ ન માર્યા? પાકિસ્તાનની યોજના ઝીણાની હતી.”

શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
ભારતનું આ ગામ કે જ્યાં ભૂતોની થાય છે પૂજા ! જાણો શું છે કારણ

નાના પટોલેને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરો, આક્રમક બન્યું ભાજપ

નાના પટોલેના ‘ગાંધી વધ’ના નિવેદન પર ભાજપ તરફથી પણ તીખી પ્રતિક્રિયા આવી છે. બીજેપી નેતા ચંદ્રશેખર બાવનકુલેએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે નાના પટોલેને તાત્કાલિક મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે. પ્રવીણ દરેકરે કહ્યું કે તેમના પેટમાં જે હોય છે તે હોઠ પર આવે છે. તેઓ વિચારતા નથી,  ફક્ત પટોલે પટ પટ બોલી નાખે છે. ભાજપે નાના પટોલેને તેમના નિવેદન માટે જનતાની માફી માંગવા કહ્યું છે.

નાના પટોલે વારંવાર પોતાના નિવેદનથી વિવાદોથી ઘેરાય છે

આ પહેલીવાર નથી કે જ્યારે પટોલે બોલ્યા હોય ત્યારે વિવાદ થયો હોય. તાજેતરમાં જ તેણે પીએમ મોદી પર પણ આવું જ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ મોદીને મારી શકે છે, તેમની સાથે દુર્વ્યવહાર કરી શકે છે. બાદમાં તેણે કહ્યું કે તે આ પીએમ મોદી માટે નહીં, પરંતુ ગામમાં મોદી નામના ગુંડા માટે કહી રહ્યા છે.

આ પછી પણ તેઓ અટક્યા નહીં. તેમણે એમ પણ કહ્યું કે તેમના ગામમાં જેની પત્ની જતી રહે છે તેને મોદી કહેવામાં આવે છે. જ્યારે ભાજપ આક્રમક બન્યું તો પટોલેએ ફેરવી તોળ્યું. તેમણે કહ્યું, હું એવું નથી કહી રહ્યો. જે ગામડાઓ અને મહોલ્લાઓમાં લોકો જેમને મોદી કહીને બોલાવે છે, તેઓ પોતે આવું કહે છે.

 

આ પણ વાંચો :  નોટી નામર્દ, બિગડે નવાબ, નન્હે પટોલે…. મહારાષ્ટ્રમાં આ લોકો કોણ છે? અમૃતા ફડણવીસે સેટ કર્યું 100 માર્કસનું પ્રશ્નપત્ર

Next Article