Maharashtra Corona Update: ઝડપથી ફેલાઈ રહેલા ડેલ્ટા-4 વેરિઅન્ટે વધાર્યું મહારાષ્ટ્રનું ટેન્શન, દેશમાં હાલ 25 મ્યુટેશન સક્રિય

દિલ્હી સ્થિત IGIB અનુસાર ગયા મહિને મહારાષ્ટ્રમાં 44 ટકા દર્દીઓ ડેલ્ટા-4 વેરિએન્ટના છે. કેરળમાં આ સંખ્યા 30 ટકા છે. WHOએ આ વેરિઅન્ટને ગંભીર ગણાવ્યું છે.

Maharashtra Corona Update: ઝડપથી ફેલાઈ રહેલા ડેલ્ટા-4 વેરિઅન્ટે વધાર્યું મહારાષ્ટ્રનું ટેન્શન, દેશમાં હાલ 25 મ્યુટેશન સક્રિય
કોરોના ટેસ્ટ. (સાંકેતીક તસવીર)
| Edited By: | Updated on: Sep 20, 2021 | 5:42 PM

મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોના અંદાજ મુજબ ભારતના ઘણા વિસ્તારો સહિત રાજ્યમાં ડેલ્ટા -4ના (Delta-4 Covid Variant) કોરોના વેરિઅન્ટને કારણે કોરોનાની ત્રીજી લહેરનું (Third Wave of Corona) જોખમ વધી ગયું છે.

 

ડેલ્ટા -4 વેરિએન્ટ ખૂબ જ ઝડપથી ફેલાવા લાગ્યું છે. તેથી જ વૈજ્ઞાનિકોની ટીમે આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. આ વૈજ્ઞાનિકોએ 13 સપ્ટેમ્બરના રોજ કેન્દ્ર સરકારને રિપોર્ટ સોંપ્યો છે. આ રીપોર્ટ અનુસાર કોરોનાની બીજી લહેર પછી દેશમાં ડેલ્ટા વેરિઅન્ટમાં સતત મ્યુટેશન થઈ રહ્યું છે.

 

વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવેલા આ અહેવાલ મુજબ મ્યુટેશન માત્ર ભારતમાં જ નહીં, પરંતુ અમેરિકા, યુરોપ સહિત ઘણા દેશોમાં પણ થઈ રહ્યું છે. તેથી વાયરસમાં વધુ ફેરફાર થવાની સંભાવના દર્શાવાઈ રહી છે. ભારતમાં અત્યાર સુધીમાં ડેલ્ટા વેરિએન્ટે 25 વખત રૂપ બદલ્યુ છે. આ વેરિએન્ટ વિવિધ દર્દીઓમાં જોવા મળ્યું છે. અત્યાર સુધી 90,115 નમૂનાઓના જીનોમ પૂર્ણ કરવામાં આવ્યા છે. આમાંથી 62.9 ટકા સેમ્પલમાં વાયરસના ગંભીર વેરીયન્ટ મળ્યા છે.

 

આમાં ડેલ્ટા, આલ્ફા, ગામા, બીટા, કપ્પા વગેરે જેવા વેરીએન્ટ છે. આ વેરીએન્ટ દ્વારા બીજી વખત સંક્રમણ થવાનું જોખમ વધે છે. તેમજ આ વેરીએન્ટ રસી લીધા પછી પણ સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે.

 

આ માટે મહારાષ્ટ્ર અને કેરળનું ટેન્શન વધી રહ્યું છે

ભારતમાં મ્યુ અથવા સી -1.2 નામના વેરીએન્ટનો એક પણ દર્દી નોંધાયો નથી. માત્ર ડેલ્ટા અને ડેલ્ટા સંબંધિત પરિવર્તનો સતત થઈ રહ્યા છે. આ સાથે દેશમાં ફરી એકવાર કોરોના સંબંધિત ગંભીર પરિસ્થિતિ તૈયાર થઈ શકે છે.

 

હાલમાં ડેલ્ટા -4 (AY-4)ના મોટાભાગના સેમ્પલ મળી આવ્યા છે. ડેલ્ટામાં જોવા મળતા 25 મ્યુટેશનમાંથી ડેલ્ટા 4 નું સંક્રમણ ખૂબ જ ઝડપથી થતું જોવા મળી રહ્યું છે. આ પરિવર્તન મહારાષ્ટ્ર અને કેરળમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. કોરોનાની આવનારી લહેરમાં આ મ્યુટેશનની અસર સૌથી વધુ થવાની સંભાવના છે. દિલ્હી સ્થિત IGIB અનુસાર ગયા મહિને મહારાષ્ટ્રમાં 44 ટકા દર્દીઓ ડેલ્ટા -4 વેરિએન્ટના છે. કેરળમાં આ સંખ્યા 30 ટકા છે. WHOએ આ વેરિએન્ટને ગંભીર ગણાવ્યું છે.

 

કોરોનાથી રક્ષણ માટે ઝડપથી રસીનો બૂસ્ટર ડોઝ જરૂરી છે

દેશમાં પહેલા કરતા વધુ ઝડપથી કોરોના વિરોધી રસી આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં તમામ રાજ્યોમાં 78.58 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. વધારે 1.16 કરોડ ડોઝ મોકલવામાં આવી રહ્યા છે. અત્યારે રાજ્યો પાસે 5.16 કરોડ ડોઝ ઉપલબ્ધ છે.

 

કોરોના સામે વધુ રક્ષણ મેળવવા માટે ટૂંક સમયમાં રસીનો બૂસ્ટર ડોઝ જરૂરી રહેશે. અમેરિકાના વરિષ્ઠ ચેપી રોગ નિષ્ણાત ડો.એન્થોની ફૌસીએ આ દાવો કર્યો છે. બૂસ્ટર ડોઝ ખાસ કરીને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં સંક્રમણ અને ગંભીર રોગોને રોકવામાં સફળ રહેશે.

 

 

આ પણ વાંચો :  કર ચોરીના આરોપ વચ્ચે સોનૂ સુદનું પહેલુ ટ્વિટ, કહ્યુ “ચાર દિવસથી કેટલાક મહેમાનોને અટેન્ડ કરી રહ્યો હતો”