Maharashtra College Reopen : મહારાષ્ટ્રમાં કોલેજો 1લી ફેબ્રુઆરીથી ખુલી રહી છે, રાજ્ય સરકારે આપી મંજૂરી

|

Jan 25, 2022 | 11:44 PM

જે વિદ્યાર્થીઓએ રસીના બંને ડોઝ લીધા છે તેઓને ઑફલાઇન લેક્ચરમાં હાજરી આપવાનો અધિકાર રહેશે. જેમનું રસીકરણ પૂર્ણ થયું નથી, તેઓએ હાલમાં ઓનલાઈન લેક્ચરમાં હાજરી આપવાની રહેશે.

Maharashtra College Reopen : મહારાષ્ટ્રમાં કોલેજો 1લી ફેબ્રુઆરીથી ખુલી રહી છે, રાજ્ય સરકારે આપી મંજૂરી
Maharashtra College Reopen - Symbolic Image

Follow us on

મહારાષ્ટ્રમાં 1 ફેબ્રુઆરીથી કૉલેજ શરૂ (Maharashtra College Reopening) થઈ રહી છે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઉદય સામંતે (Uday Samant) મંગળવારે (25 જાન્યુઆરી) આ માહિતી આપી હતી. કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરીને કોલેજ શરૂ કરવાનો નવો આદેશ આપવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કોલેજ શરૂ કરવા માટે વિદ્યાર્થીઓ અને કોલેજોના વહીવટીતંત્ર દ્વારા સતત માગ કરવામાં આવી રહી હતી. વિદ્યાર્થીઓના અભ્યાસમાં ઘણું નુકસાન થયું હતું. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કોલેજ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. મહારાષ્ટ્ર સરકારે આ અંગે આદેશ જાહેર કર્યો છે. આ આદેશો હેઠળ, જે વિદ્યાર્થીઓએ રસીના બંને ડોઝ લીધા છે તેમને ઑફલાઇન લેક્ચરમાં હાજરી આપવાનો અધિકાર રહેશે. પરંતુ જેમનું રસીકરણ પૂર્ણ થયું નથી, તેઓએ હાલમાં ઓનલાઈન લેક્ચરમાં હાજરી આપવાની રહેશે.

આ દરમિયાન, કોલેજ પ્રશાસનને સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને બાકી રહેલા વિદ્યાર્થીઓનું રસીકરણ વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય તે માટે વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે. રાજ્યની કોલેજોને લગતી તમામ પરીક્ષાઓ 15 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન મોડ દ્વારા લેવામાં આવશે. 15 ફેબ્રુઆરી પછી પરીક્ષાઓ ઓનલાઈન અને ઓફલાઈન રીતે લેવામાં આવશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ ઉપરાંત મોબાઈલ નેટવર્કની પણ અનુપલબ્ધતા અથવા સંબંધિત વિદ્યાર્થીનો પરિવાર કોરોના સંક્રમિત થવાના કિસ્સામાં અથવા અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં પણ ઓનલાઈન-ઓફલાઈન વિકલ્પ ઉપલબ્ધ રહેશે.

કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનો આદેશ

કોલેજો શરૂ કરવા માટે કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. છેલ્લા બે વર્ષથી કોરોના સંક્રમણને કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ ઠપ્પ થઈ ગયો છે. ઘણા વિદ્યાર્થીઓનો અભિપ્રાય છે કે ઓનલાઈન અભ્યાસમાં એવી વાત નથી. જે ટીચરની સામે બેસીને લેક્ચર અટેન્ડ કરવામાં છે. સામસામે લેક્ચર સાંભળવામાં શિક્ષક પાસેથી ડાઉટ્સ પૂછવા સરળ છે. ઓનલાઈન લેકચરમાં ઘણી વખત ટેક્નિકલ સમસ્યા સર્જાય છે. આ સિવાય અંતરિયાળ વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ પણ એટલી સારી નથી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કોલેજ શરૂ કરવાનો નિર્ણય લેવાયો.

રાજ્યમાં સોમવારથી શાળાઓ ખુલી ગઈ છે

પહેલા એ જણાવી દઈએ કે રાજ્યમાં શાળાઓ સોમવારથી શરૂ થઈ ગઈ છે. શાળાઓને સાથે એ સૂચના પણ આપવામાં આવી છે કે જ્યાં કોરોનાનું સંક્રમણ ઓછું હોય ત્યાં કોરોના નિયમોનું કડકાઈથી પાલન કરીને શાળાઓ શરૂ કરવામાં આવે. પ્રથમ દિવસે રાજ્યની 90 ટકા શાળાઓ ખુલી હતી અને 60 ટકા વિદ્યાર્થીઓએ હાજરી નોંધાવી હતી.

શાળા ખોલવામાં આવ્યા પછી, રાજ્યનું ઉચ્ચ શિક્ષણ વિભાગ રાજ્યમાં કોલેજ શરૂ કરવા માટે એક્શનમાં આવ્યું. મંત્રી ઉદય સામંતે આ અંગે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પાસે પ્રસ્તાવ મૂક્યો હતો. આખરે તે દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. મુખ્યમંત્રીની મંજૂરી મળ્યા બાદ 1 ફેબ્રુઆરીથી કોલેજ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો :  Maharashtra Cyber Crime : મહારાષ્ટ્રના પુણેમાં ફેલાયેલી છે ‘જોબ ફ્રોડ’ની જાળ, એક વર્ષમાં કેટલાય યુવાનો પાસેથી લૂંટી લીધા 87 કરોડ

Next Article