મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેનું નિવેદન, તેલંગાણાના સીએમ સાથે સદ્ભાવના મુલાકાત નહીં, બદલાની રાજનીતિ સામે આ એક નવી શરૂઆત

|

Feb 20, 2022 | 8:08 PM

આ પ્રેસ કોન્ફરન્સમાં મહારાષ્ટ્રના સીએમ કે કેસીઆરે એ વિશે કોઈ સંકેત ન આપ્યો કે, કેન્દ્રની ભાજપ સરકાર વિરુદ્ધ ગઠબંધનનું સ્વરૂપ તૈયાર કરવામાં આવી રહ્યું છે, કોંગ્રેસ તેમાં જોડાશે કે નહીં?

મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેનું નિવેદન, તેલંગાણાના સીએમ સાથે સદ્ભાવના મુલાકાત નહીં, બદલાની રાજનીતિ સામે આ એક નવી શરૂઆત
Press conference together after important meeting between CM of Telangana and CM of Maharashtra

Follow us on

આજે (રવિવાર, 20 ફેબ્રુઆરી) તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ  ( K.Chandrashekar Rao) મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને (CM Uddhav Thackeray) મુંબઈમાં તેમના નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે મળ્યા હતા. આ બેઠક બાદ બંને મુખ્યમંત્રીઓએ પત્રકાર પરિષદને સંબોધી હતી. બંને મુખ્યમંત્રીઓએ સ્પષ્ટપણે કહ્યું કે દેશની રાજનીતિ બદલવાની જરૂર છે. આ જરૂરિયાતને સમજીને એક નવી શરૂઆત કરવાનો આ પ્રયાસ છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કહ્યું કે અમે કોઈ ખોટી વાત નહીં કરીએ કે આ સદ્ભાવનાની બેઠક હતી. દેશમાં જે બદલાની રાજનીતિ શરૂ થઈ છે તેની સામે કોઈએ શરૂઆત કરવી જોઈતી હતી, તેથી અમે શરૂઆત કરી છે. તેલંગાણાના મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે દેશમાં આવા વિચારો ધરાવતા લોકોની સંખ્યા વધુ છે, તેઓ તે તમામ નેતાઓને મળી રહ્યા છે.

તેમણે કહ્યું કે આ અંગે ટૂંક સમયમાં હૈદરાબાદમાં એક બેઠક યોજાશે. જેમાં દેશભરમાંથી એવા નેતાઓને આમંત્રિત કરવામાં આવશે જે પરિવર્તનની તરફેણમાં હોય. બંને મુખ્યમંત્રીઓની વાત પરથી સ્પષ્ટ થઈ ગયું કે કેન્દ્રની ભાજપ સરકાર સામે ગઠબંધન શરૂ થઈ ગયું છે, પરંતુ કોંગ્રેસ આ ગઠબંધનમાં સામેલ છે કે નહીં તે સ્પષ્ટ નથી.

તેલંગાણાના મુખ્યપ્રધાન કેસીઆરે પણ બેઠકનું કારણ જણાવ્યું કે મહારાષ્ટ્ર અને તેલંગાણાની સરહદ એક હજાર કિલોમીટર સુધી જોડાય છે. તેથી, આ બંને રાજ્યો વચ્ચે સારા સંબંધોને કારણે, ભૂતકાળમાં ઘણી મોટી યોજનાઓ પૂર્ણ થઈ છે, જેનો તેલંગાણાના લોકોને ઘણો ફાયદો થયો છે. ભવિષ્યમાં પણ આ સહકાર કેવી રીતે ચાલુ રહે તે અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

કોઈએ તો શરૂઆત કરવાની હતી, અમે પરિવર્તનની તરફેણમાં અવાજ ઉઠાવ્યો- ઉદ્ધવ ઠાકરે

પ્રેસ કોન્ફરન્સને સંબોધતા સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, “તેલંગાણાના મુખ્યમંત્રીનું સ્વાગત કરીને મને ખૂબ જ આનંદ થાય છે. આ મીટીંગની તૈયારી ઘણા દિવસોથી ચાલી રહી હતી. તેમણે છત્રપતિ શિવાજી મહારાજ અને બાળાસાહેબ ઠાકરેનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું છે કે મહારાષ્ટ્રથી જે ક્રાંતિ શરૂ થાય છે, તે સફળ થાય છે. ગઈકાલે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ હતી. અમે તેમના નિવેદનથી ખુશ છીએ. આપણું હિન્દુત્વ બદલાની રાજનીતિ નથી.

કેટલાક લોકો માત્ર પોતાનો એજન્ડા ચલાવી રહ્યા છે, દેશ તેની કિંમત ચૂકવી રહ્યો છે. જે પ્રકારનું રાજકારણ શરૂ થયું છે તેની સામે કોઈએ તો શરૂઆત કરવી જ રહી. તેથી અમે પ્રારંભ કરી રહ્યા છીએ. અમે આ કોઈ છૂપી રીતે નથી કરી રહ્યા. અમે એમ નથી કહી રહ્યા કે તે સદ્ભાવનાની ભેટ હતી. અમે ખુલ્લેઆમ કહીએ છીએ કે આ બેઠક દેશને નવી દિશા આપવા માટે થઈ છે.

જે થઈ રહ્યું છે તેનું ફળ તેમને ભોગવવું પડશે, સમાન વિચારવાળા લોકોએ એક થવું પડશે: કેસીઆર

પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેલંગાણાના સીએમ કેસીઆરએ કહ્યું, “આઝાદીના 75 વર્ષ પછી, હું દેશની સ્થિતિ પર ચર્ચા કરવા મહારાષ્ટ્ર આવ્યો છું. મેં ઉદ્ધવજી સાથે લાંબી ચર્ચા કરી છે. અમે ઘણી બાબતો પર સહમત થયા છીએ. દેશમાં કેટલાક માળખાકીય ફેરફારો કરવા, રાજનીતિની રીતમાં પરિવર્તન લાવવા વિશે વિગતવાર વાત કરવામાં આવી હતી. દેશમાં અન્ય લોકો પણ છે જે અમારી વાત સાથે સહમત છે.

આપણે બધા સહમત છીએ કે દેશમાં મોટા પરિવર્તનની જરૂર છે. દેશનું વાતાવરણ બગાડવું જોઈએ નહીં. એક નવું અને મજબૂત ભારત બનાવવાનો પ્રયાસ છે. હું સમજું છું કે મહારાષ્ટ્રમાંથી જે મોરચો નીકળે છે તે સફળ બને જ છે. પછી તે છત્રપતિ શિવાજી મહારાજની ક્રાંતિ હોય કે બાળાસાહેબ ઠાકરેનું અભિયાન. મેં તેલંગાણાના લોકો વતી ઉદ્ધવજીને હૈદરાબાદ આવવા આમંત્રણ આપ્યું છે. ખૂબ જ ટૂંક સમયમાં અમે હૈદરાબાદમાં આવા સમાન વિચારો ધરાવતા નેતાઓની બેઠકનું આયોજન કરવા જઈ રહ્યા છીએ.

ભાજપ સામે આ ગઠબંધનમાં કોંગ્રેસ સાથે હશે કે નહી તે અંગે કોયડો યથાવત

કેસીઆરએ વધુમાં કહ્યું કે, આજે એક નવી શરૂઆત થઈ છે. અમે હવે દેશના અન્ય નેતાઓ સાથે પણ વાત કરીશું. દિશા અને સ્થિતિ કેવી હશે, તે નક્કી થયા પછી અમે તમને જણાવીશું. તેમાં કોઈ શંકા નથી કે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. અને જો આવું જ ચાલતું રહેશે તો તેમને પરિણામ ભોગવવા પડશે.

આ પ્રેસ કોન્ફરન્સમાં ન તો મહારાષ્ટ્રના સીએમ કે ન તો કેસીઆરે એ વિશે કોઈ સંકેત આપ્યો કે, કેન્દ્રની ભાજપ સરકાર વિરુદ્ધ ગઠબંધનનું સ્વરૂપ તૈયાર કરવામાં આવી રહ્યું છે, કોંગ્રેસ તેમાં જોડાશે કે નહીં? ગત વખતે જ્યારે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી મુંબઈ આવ્યા હતા ત્યારે તેમણે યુપીએના સમાવેશ પર જવાબ આપ્યો હતો કે આજે યુપીએનું અસ્તિત્વ ક્યાં છે?

રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમણે કહ્યું હતું કે, એક વર્ષમાં અડધો સમય વિદેશમાં વિતાવીને રાજકારણ નથી થતું. પરંતુ શરદ પવારે તે જ સમયે સ્પષ્ટ કરી દીધું હતું કે કોંગ્રેસને બાયપાસ કરીને ભાજપ સાથે લડી શકાય નહીં. શિવસેનાનો પણ આવો અભિપ્રાય રહ્યો છે. પરંતુ કેસીઆર ઘણી વખત સંકેત આપી ચૂક્યા છે કે તેઓ બિન-ભાજપ અને બિન-કોંગ્રેસી દળોને એક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો :  Maharashtra: દેશભરમાં રસ્તાઓ બનાવનાર પરિવહન મંત્રી નીતિન ગડકરીનું દર્દ, પોતાના ઘરની સામે બે કિલોમીટરનો રસ્તો નથી બનાવી શક્યા

Next Article