Maharashtra Board: મહારાષ્ટ્ર બોર્ડે શાળાના અભ્યાસક્રમમાં ક્લાઈમેટ ચેન્જને (Climate Change) નવા વિષય તરીકે ઉમેરવાનો નિર્ણય કર્યો છે. પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ આ સંબંધમાં શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડને “માંઝી વસુંધરા અભ્યાસક્રમ”ની એક નકલ સોંપી છે.
મહારાષ્ટ્રના પર્યાવરણ વિભાગે સોમવારે શાળા શિક્ષણ વિભાગ અને યુનિસેફ સાથે નવા અભ્યાસક્રમ રજૂ કરવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા, જેમાં જૈવવિવિધતા સંરક્ષણ, ઘન કચરો વ્યવસ્થાપન અને વ્યક્તિગત અને સમુદાય આરોગ્ય, જળ સંસાધન વ્યવસ્થાપન ઉપરાંત ઊર્જા, વાયુ પ્રદૂષણ અને આબોહવાનો સમાવેશ થાય છે. આ નવો અભ્યાસક્રમ ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયર્મેન્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જ અને યુનિસેફ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ કોર્સને “માઝી વસુંધરા પાઠ્યક્રમ” નામ આપવામાં આવ્યું છે.
માઝી વસુંધરા અભ્યાસક્રમ બાળકોને તેમના પર્યાવરણ સાથે વધુ સારી રીતે સંપર્ક કરવામાં મદદ કરવા વિશે છે. તે યુવાનોને પર્યાવરણનું સન્માન, રક્ષણ અને બચાવવા માટે તૈયાર કરવામાં મદદ કરશે. પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે, “ધોરણ 1-8 માટેના અભ્યાસક્રમમાં જૈવવિવિધતા સંરક્ષણ, ઘન કચરાનું સંચાલન, જળ સંસાધન વ્યવસ્થાપન, ઊર્જા, હવા, પ્રદૂષણ અને આબોહવા પરિવર્તનને આવરી લેવામાં આવશે.”
વધુમાં જણાવ્યું હતું કે, પ્રાથમિક શાળાના શિક્ષણમાં આબોહવા પરિવર્તન અંગે જાગૃતિ લાવવા અને પૃથ્વી પ્રત્યે જવાબદારી પેદા કરવા યુનિસેફની મદદથી માજી વસુંધરા અભ્યાસક્રમ વિકસાવવામાં આવ્યો છે.
It was a moment of joy as I handed over the Majhi Vasundhara curriculum to School Edu Minister @VarshaEGaikwad ji. This curriculum is developed with the help of UNICEF to create awareness about climate change & instill responsibility towards our planet in primary school education pic.twitter.com/zpFEXmWrPt
— Aaditya Thackeray (@AUThackeray) December 13, 2021
તે ધોરણ I-VIII ના વિદ્યાર્થીઓમાં આબોહવા પરિવર્તન જેવા મુદ્દાઓ પર જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે રજૂ કરવામાં આવી રહ્યું છે. પરંપરાગત અને સ્થાનિક જ્ઞાન વચ્ચે સંતુલન જાળવીને વિદ્યાર્થીઓમાં આ જાગૃતિ વધારવામાં આવશે.
મુંબઈમાં ધોરણ 1 થી 7ના વિદ્યાર્થીઓ માટે ફરી એકવાર શાળાઓ ખુલી છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં 20 મહિનાના અંતરાલ પછી શાળાઓ ફરી ખુલશે. BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલે મંગળવારે એક આદેશ જાહેર કરીને શાળા ખોલવા અંગે માહિતી આપી હતી.
આ પણ વાંચો: SBI CBO Recruitment 2021: સરકારી બેંકમાં 1226 જગ્યાઓ માટે કરાશે ભરતી, આ રીતે કરો અરજી