Maharashtra : એરપોર્ટ એક અને ઉદ્ધાટન બે ! સિંધુદુર્ગ ચીપી એરપોર્ટથી શરૂ થઈ રહી છે ફ્લાઈટ, ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહી છે ફાઈટ

|

Sep 09, 2021 | 6:44 AM

મંગળવારે ભાજપ તરફથી નારાયણ રાણેની જાહેરાત બાદ શિવસેનાએ પણ 9 ઓક્ટોબરે સિંધુદુર્ગ (ચિપી) એરપોર્ટનું ઉદ્ઘાટન કરવાની પણ જાહેરાત કરી દીધી છે. ફરક માત્ર એટલો છે કે CM ઉદ્ધવ ઠાકરેનું નામ રાણેની યાદીમાંથી ગાયબ છે. શિવસેનાની યાદીમાંથી નારાયણ રાણેનું નામ ગાયબ છે.

Maharashtra : એરપોર્ટ એક અને ઉદ્ધાટન બે ! સિંધુદુર્ગ ચીપી એરપોર્ટથી શરૂ થઈ રહી છે ફ્લાઈટ, ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહી છે ફાઈટ
નારાયણ રાણે અને ઉદ્ધવ ઠાકરે

Follow us on

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ (Union Minister Narayan Rane) મંગળવારે (7 સપ્ટેમ્બર) દિલ્હીની પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે, ‘નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના (Jyotiraditya Scindia, Union Minister of Civil Aviation) હસ્તે 9 ઓક્ટોબરના રોજ સિંધુદુર્ગ (ચીપી) એરપોર્ટનું ઉદ્ધાટન કરવામાં આવશે.

હું પણ ત્યાં હાજર રહીશ. તેમણે કહ્યું કે પહેલી ફ્લાઇટ બપોરે 12.30 વાગ્યે ઉપડશે. નોંધનીય છે કે નારાયણ રાણેએ આ ઉદ્ઘાટનમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને (CM Uddhav Thackeray) બોલાવવાનું બિનજરૂરી ગણાવ્યું હતું. રાણેએ કહ્યું, ‘શિવસેનાએ આ એરપોર્ટ માટે શું કર્યું છે? મારા મુખ્યમંત્રીના કાર્યકાળમાં એરપોર્ટનું કામ શરૂ થયું. ‘

મંગળવારે ભાજપ તરફથી નારાયણ રાણેની આ જાહેરાત બાદ શિવસેનાએ પણ 9 ઓક્ટોબરે સિંધુદુર્ગ (ચિપી) એરપોર્ટનું ઉદ્ઘાટન કરવાની જાહેરાત કરી હતી. શિવસેના વતી સાંસદ વિનાયક રાઉતે રાણે પર વળતો પ્રહાર કર્યો હતો અને કહ્યું કે  22 વર્ષ પહેલા રાણેએ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. એરપોર્ટ બનાવવા માટે તેમને 22 વર્ષ લાગ્યા? રાઉતે શિવસેના વતી જાહેરાત કરી કે એરપોર્ટનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, કેન્દ્રીય મંત્રી જ્યોદીરાદિત્ય સિંધિયા અને મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી સુભાષ દેસાઈના હસ્તે (Subhash Desai) કરવામાં આવશે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

એરપોર્ટ એક, દાવેદાર બે

મંગળવારે, ભાજપ વતી નારાયણ રાણેએ ઉદ્ઘાટનની જાહેરાત કરતી વખતે  સ્ટેજ પર ઉપસ્થીત રહેનારા લોકોની યાદીમાંથી CM ઉદ્ધવ ઠાકરેને ગાયબ કરી દીધા હતા. તો બુધવારે શિવસેના વતી વિનાયક રાઉતે ઉદઘાટનની જાહેરાત કરતી વખતે નારાયણ રાણેને તેમની યાદીમાંથી ગાયબ કરી દીધા હતા. બંને યાદીમાં એક નામ સામાન્ય છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા બંનેની યાદીમાં છે.

શિવસેના સાંસદ વિનાયક રાઉતનો દાવો છે કે તેઓએ આ એરપોર્ટ માટે રાત -દિવસ મહેનત કરી છે. તેમનું કહેવું છે કે ‘સીએમ ઉદ્ધવ ઠાકરે એરપોર્ટ અંગે છેલ્લા બે વર્ષમાં ચાર વખત મીટીંગ કરી છે. હું પોતે પણ છેલ્લા સાત વર્ષથી એરપોર્ટનું કામ પૂર્ણ કરાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મંગળવારે સીએમ ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે આ અંગે ચર્ચા કરી હતી અને ઉદ્ઘાટનનો સમય 9 ઓક્ટોબર નક્કી કરવામાં આવ્યો હતો.

કેવી રીતે થશે ઉદ્ધાટન એ જોવું રહ્યું 

એટલે કે, ઉદ્ઘાટનને લઈને ગુરુવારે ઘણો તમાશો થવા જઈ રહ્યો છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા રિબિન કાપશે ત્યારે સીએમ ઉદ્ધવ ઠાકરે અને નારાયણ રાણે બંને સ્ટેજ પર હશે કે કેમ તેના પર સૌ કોઈની નજર છે. શું કોઈ વચ્ચેનો રસ્તો કાઢવામાં  આવશે કે ભાજપ-શિવસેના અલગ – અલગ  ઉદ્ઘાટન કરશે? ઉદ્ઘાટન ગમે તે રીતે થાય, પરંતુ ફાયદો તો જનતાનો જ થશે.જનતાને તો એરપોર્ટ શરૂ થાય તેમાં રસ છે, બાકી બધુ તેમના માટે નકામું ગપસપ છે.

આ પણ વાંચો :  Maharashtra: પીએમ મોદીએ દેવેન્દ્ર ફડણવીસના ખભ્ભે નાખી જવાબદારી, ફડણવીસ બોલ્યા- જીતીને આવશે

Next Article