Maharashtra CM floor test LIVE : એકનાથ શિંદે વિશ્વાસનો મત જીત્યા, 164 ધારાસભ્યોનું મળ્યુ સમર્થન

|

Jul 04, 2022 | 1:52 PM

મહારાષ્ટ્ર વિધાનસભામાં CM એકનાથ શિંદેને(Eknath Shinde) 164 ધારાસભ્યોનું સમર્થન મળતા તેઓ વિશ્વાસનો મત જીતી ગયા છે.જ્યારે શિંદે સરકારના વિરુદ્ધમાં 99 વોટ પડ્યા હતા.તેમજ પાંચ ધારાસભ્યો પોતાનો વોટ આપી શક્યા નહોતા.

Maharashtra CM floor test LIVE : એકનાથ શિંદે વિશ્વાસનો મત જીત્યા, 164 ધારાસભ્યોનું મળ્યુ સમર્થન
Maharashtra CM floor test LIVE

Follow us on

મહારાષ્ટ્રની રાજનીતિમાં (Maharashtra Political crisis) 10 દિવસની બળવાખોરી બાદ મોટો ઉલટફેર કરનાર એકનાથ શિંદેની નવી સરકારે આજે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટનો સામનો કર્યો હતો.જેમાં શિંદે સરકારને 164 ધારાસભ્યોનુ સમર્થન મળતા તેઓએ વિશ્વાસનો મત જીતી લીધો છે.વિધાનસભામાં શક્તિ પરીક્ષણ પહેલા રવિવારે મોડી રાત્રે મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ પોતાના ધારાસભ્યો સાથે મુંબઈની એક હોટલમાં બેઠક કરી હતી. જેમાં ભાજપમાંથી Dy CM દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis) સહિત તમામ ધારાસભ્યો સામેલ થયા હતા.

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 04 Jul 2022 12:34 PM (IST)

    મેં કહ્યું હતું કે હું પાછો આવીશ : ફડનવીસ

    વધુમાં ફડનવીસે કહ્યું કે,મેં એકવાર કહ્યું હતું કે હું પાછો આવીશ. પરંતુ જ્યારે મેં આવું કહ્યું ત્યારે ઘણા લોકોએ મારી મજાક ઉડાવી. હું આજે પાછો આવ્યો છું અને એકનાથ શિંદે મારી સાથે લઈને આવ્યો છું. મારી મજાક ઉડાવનારા લોકો સામે હું બદલો નહીં લઈશ. હું તેમને માફ કરી દઈશ, રાજનીતિમાં દરેક વાતને દિલ પર લેવામાં આવતી નથી.

  • 04 Jul 2022 12:24 PM (IST)

    આદિત્ય ઠાકરે સહિત શિવસેનાના અનેક ધારાસભ્યો વિશ્વાસ મત બાદ ગૃહમાંથી બહાર નીકળ્યા

    આદિત્ય ઠાકરે સહિત શિવસેનાના અનેક ધારાસભ્યો વિશ્વાસ મત બાદ ગૃહમાંથી બહાર નીકળી ગયા છે.


  • 04 Jul 2022 12:19 PM (IST)

    રાજકારણમાં દરેક વ્યક્તિએ વિરોધીનો અવાજ સાંભળવા તૈયાર રહેવું જોઈએ : ફડનવીસ

    મહારાષ્ટ્રના Dy CM ફડનવીસે કહ્યું કે,રાજકારણમાં દરેક વ્યક્તિએ વિરોધીનો અવાજ સાંભળવા તૈયાર રહેવું જોઈએ. અમે જોયું છે કે લોકોને નિવેદન આપવા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. આપણી વિરુદ્ધ બોલતા લોકો માટે આપણે તૈયાર રહેવું જોઈએ.આપણે ટીકાનો જવાબ આપવો જોઈએ પરંતુ યોગ્ય રીતે.

  • 04 Jul 2022 12:05 PM (IST)

    એકનાથ શિંદે ક્ટ્ટર શિવસૈનિક : ફડનવીસ

    શિંદે સરકારે વિશ્વાસનો મત મેળવી લીધા બાદ ફડનવીસે શિંદેની પ્રશંશા કરતા કહ્યું કે, એકનાથ શિંદે ક્ટ્ટર શિવસૈનિક છે.આ સાથે તેણે ભાજપ વતી શિંદે સરકારને અભિનંદન પણ પાઠવ્યા.

  • 04 Jul 2022 11:55 AM (IST)

    મહારાષ્ટ્ર વિધાનસભામાં મતદાન પૂર્ણ

    મહારાષ્ટ્ર વિધાનસભામાં મતદાન પૂર્ણ થઈ ગયુ છે. શિંદે સરકાર વિશ્વાસ મત જીત્યા છે. શિંદે સરકારની તરફેણમાં 164 વોટ પડ્યા છે. સાથે જ સરકાર વિરુદ્ધ 99 વોટ પડ્યા હતા.

  • 04 Jul 2022 11:50 AM (IST)

    શિંદે સરકાર વિરુધ્ધ 99 ધારાસભ્યોએ આપ્યા વોટ

    શિંદે સરકાર વિરુધ્ધ અત્યાર સુધીમાં 99 ધારાસભ્યોએ વોટ આપ્યા છે.

  • 04 Jul 2022 11:44 AM (IST)

    અશોક ચવ્હાણ સહિત ચાર ધારાસભ્યો મત ન આપી શક્યા

    વિપક્ષના ચાર ધારાસભ્યો મતદાન કરી શક્યા ન હતા. જેમાં અશોક ચવ્હાણ, કોંગ્રેસના વિજય વડેટ્ટીવાર અને એનસીપીના અન્ના બંસોડ, સંગ્રામ જગતાપનો સમાવેશ થાય છે. ચારેય મોડા પહોંચ્યા હતા, જેના લીધે તેને પ્રવેશ અપાયો નહોતો.

  • 04 Jul 2022 11:40 AM (IST)

    શિંદે સરકારના વિરુધ્ધમાં અત્યાર સુધીમાં 78 મત

    MVA નુ હેડકાઉન્ટિંગ હાલ શરૂ છે,અત્યાર સુધીમાં શિંદે સરકારની વિરુધ્ધમાં 78 મત પડ્યા છે.

  • 04 Jul 2022 11:32 AM (IST)

    વિપક્ષનું હેડકાઉન્ટિંગ શરૂ

    શિંદે સરકારે બહુમતી મેળવ્યા બાદ હવે વિપક્ષના ધારાસભ્યોનુ હેડકાઉન્ટિંગ શરૂ કરવામાં આવ્યુ છે.

  • 04 Jul 2022 11:31 AM (IST)

    શિંદેને 164 ધારાસભ્યોનું સમર્થન

    વિધનસભામાં શિંદે સરકારને બહુમતી સાબિત કરવા 144 વોટની જરૂર હતી,પરંતુ તેમને 164 ધારાસભ્યોનુ સમર્થન મળ્યુ છે.

  • 04 Jul 2022 11:29 AM (IST)

    વિધાનસભામાં ED-ED ના નારા લાગ્યા

    મહારાષ્ટ્ર વિધાનસભામાં મતદાન દરમિયાન થોડો હંગામો થયો હતો. અહીં, જ્યારે ધારાસભ્ય પ્રતાપ સરનાયકે શિંદે સરકારના સમર્થનમાં મતદાન કર્યું, ત્યારે ઉદ્ધવ જૂથે ED-ED ના નારા લગાવ્યા.

  • 04 Jul 2022 11:27 AM (IST)

    એકનાથ શિંદે વિશ્વાસનો મત જીત્યા

    એકનાથ શિંદેએ વિધાનસભાના ફ્લોર ટેસ્ટમાં વિશ્વાસનો મત મેળવી લીધો છે.144થી વધુ ધારાસભ્યોનુ સમર્થન મળતા શિંદે સરકારની જીત થઈ છે.

  • 04 Jul 2022 11:25 AM (IST)

    શિંદેના પક્ષમાં અત્યાર સુધીમાં 120થી વધારે વોટ પડ્યા

    માહિતી મુજબ વિધાનસભા ફ્લોર ટેસ્ટમાં શિંદેના પક્ષમાં અત્યાર સુધીમાં 120થી વધારે વોટ પડ્યા છે.

  • 04 Jul 2022 11:23 AM (IST)

    વોઈસ વોટ પર વાંધો, હવે હેડકાઉન્ટિંગ પર થશે બહુમતી પરીક્ષણ

    વિધાનસભામાં વિપક્ષે વોઈસ વોટ દ્વારા બહુમતી સાબિત કરવાના મામલે વાંધો ઉઠાવ્યો છે. જેથી હવે વોટિંગ દ્વારા ફ્લોર ટેસ્ટ થશે. જેમાં બંને પક્ષના ધારાસભ્યોને અલગ-અલગ બેસાડીને હેડ કાઉન્ટ કરવામાં આવશે.

  • 04 Jul 2022 11:16 AM (IST)

    મહારાષ્ટ્ર વિધાનસભાની કાર્યવાહી શરૂ થઇ

    મહારાષ્ટ્ર વિધાનસભાની કાર્યવાહી શરૂ થઇ છે.થોડીવારમાં CM એકનાથ શિંદે બહુમત સાબિત કરશે.હાલ CM શિંદે અને DyCM ફડણવીસ વિધાનસભા પહોંચ્યા છે.

  • 04 Jul 2022 10:54 AM (IST)

    ઉદ્ધવ જૂથને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો

    ઉદ્ધવ ઠાકરે જૂથને સુપ્રીમ કોર્ટમાંથી વધુ એક ઝટકો લાગ્યો છે. નવા ચીફ વ્હીપની ચૂંટણી સામે ઉદ્ધવ ઠાકરે જૂથ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું હતુ. અરજીમાં સ્પીકરની કાર્યવાહી રોકવાની માંગ કરવામાં આવી હતી. ઉદ્ધવ જૂથે વ્હિપ ચીફ અને પાર્ટીના નેતાને પદ પરથી હટાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે આ અંગે બાકીના કેસો સાથે 11 જુલાઈએ સુનાવણી કરવાનુ કહ્યુ છે.

  • 04 Jul 2022 10:45 AM (IST)

    અજિત પવાર વિપક્ષના નેતા બન્યા

    ફ્લોર ટેસ્ટ પહેલા NCP નેતા અજિત પવારને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે.

  • 04 Jul 2022 10:44 AM (IST)

    બળવાખોર ધારાસભ્યો પર સંજય રાઉતના પ્રહાર

    સંજય રાઉતે બળવાખોર ધારાસભ્યો પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ભાજપ-શિંદે જૂથ અસ્થાયી છે. તે લોકો જનતાની સામે જઈ શકશે નહીં. જ્યારે આ ધારાસભ્યો શિવસેનામાં હતા ત્યારે તેઓ સિંહ હતા. આ બળવાખોર ધારાસભ્યો શેનાથી ડરે છે ? આ લોકો જ્યારે મુંબઈ પહોંચ્યા ત્યારે તેમની સાથે એટલી સુરક્ષા હતી જેટલી કસાબ પાસે પણ નહોતી.

  • 04 Jul 2022 10:41 AM (IST)

    ધારાસભ્ય સંતોષ બાંગર શિંદે જૂથમાં જોડાયા

    મહારાષ્ટ્રના રાજકારણમાં વધુ એક વળાંક આવ્યો છે. શિવસેનાના અન્ય ધારાસભ્ય સંતોષ બાંગર ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરીને શિંદે જૂથમાં જોડાયા છે. એકનાથ શિંદેએ આજે ​​વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની છે, આવી સ્થિતિમાં ઉદ્ધવ માટે તે મોટો આંચકો છે.

Published On - 10:36 am, Mon, 4 July 22