Amravati Murder Case: અમરાવતી હત્યાકાંડનો માસ્ટરમાઈન્ડ નાગપુરમાંથી ઝડપાયો, ઈરફાનના ઈશારે કરવામાં આવી હતી કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યા 

|

Jul 02, 2022 | 11:54 PM

પોલીસના (Maharashtra Police) જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપી ઈરફાન ખાને કેમિસ્ટ ઉમેશની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. તેણે આરોપીઓને હત્યા માટે પણ ઉશ્કેર્યા હતા.

Amravati Murder Case: અમરાવતી હત્યાકાંડનો માસ્ટરમાઈન્ડ નાગપુરમાંથી ઝડપાયો, ઈરફાનના ઈશારે કરવામાં આવી હતી કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યા 
Amravati Murder Case (Symbolic Image)

Follow us on

અમરાવતી હત્યા કેસનો (Amravati Murder Case) મુખ્ય આરોપી ઈરફાન પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. ઈરફાનના કહેવા પર કેમિસ્ટ ઉમેશની હત્યા કરવામાં આવી હતી. પોલીસે નાગપુરથી ઈરફાનની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, કેમિસ્ટને મારવાની આખી યોજના તેના ઈશારે બનાવવામાં આવી હતી. અત્યાર સુધીમાં ઈરફાન સહિત 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરફાને જ લોકોને ઉમેશની હત્યા કરવા માટે ઉશ્કેર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપી ઈરફાન ખાને કેમિસ્ટ ઉમેશની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. તેણે આરોપીઓને હત્યા માટે પણ ઉશ્કેર્યા હતા.

ધરપકડ કરાયેલા છઠ્ઠા આરોપીની ઓળખ 22 વર્ષીય મુદસ્સીર અહેમદ તરીકે થઈ છે. બાકીના અન્ય આરોપીઓના નામ શાહરૂખ પઠાણ, અબ્દુલ તૌફિક, શોએબ ખાન, અતીબ રશીદ અને યુસુફ બહાદુર ખાન છે. જણાવી દઈએ કે 21 જૂને મહારાષ્ટ્રના અમરાવતીમાં કેમિસ્ટ ઉમેશની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. રાત્રિના સમયે તે દુકાન બંધ કરીને બાઇક પર ઘરે પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન બાઇક પર સવાર લોકોએ તેનું ગળું કાપી નાખ્યું હતું. નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ લખવાને કારણે કેમિસ્ટની હત્યા થઈ હોવાનું પોલીસે પણ સ્વીકાર્યું છે. અમરાવતીમાં અમિત મેડિકલના નામથી ફાર્મસી ચલાવતો ઉમેશ કોલ્હે (54) 21 જૂનની રાત્રે ઘરે જઈ રહ્યો હતો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

કેમિસ્ટનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી

આ દરમિયાન તેનો પુત્ર સંકેત અને પુત્રવધૂ વૈષ્ણવી બીજી બાઇક પર હાજર હતા. ત્યારબાદ હુમલાખોરોએ ઉમેશના ગળા પર પાછળથી છરો માર્યો હતો. આ ઘટનામાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઉમેશના પુત્ર અને પુત્રવધૂ તેને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પોલીસે આ કેસમાં માસ્ટર માઈન્ડ સહિત 7 લોકોની ધરપકડ કરી છે.પોલીસે ઉમેશ હત્યા કેસમાં 25 જૂને અબ્દુલ તૌફિક (24), શોએબ ખાન (22) અને અતિબ રાશિદ (22)ની ધરપકડ કરી હતી. સાથે જ અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

માસ્ટરમાઇન્ડ સહિત 7 આરોપીઓની ધરપકડ

તપાસમાં જાણવા મળ્યું કે ઉમેશ કોલ્હેએ નૂપુર શર્માના સમર્થનમાં વોટ્સએપ પર એક પોસ્ટ મૂકી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભૂલથી તેણે મુસ્લિમ સભ્યોવાળા ગ્રુપમાં મેસેજ પોસ્ટ કરી દીધો, આ ગ્રુપમાં તેના ગ્રાહકો પણ હતા. તે જ સમયે, ધરપકડ કરાયેલા એક આરોપીનું કહેવું છે કે તેણે પ્રોફેટનું અપમાન કર્યું છે, તેથી તેને મરવું જોઈએ. પોલીસે અત્યાર સુધીમાં સાત આરોપીઓની ધરપકડ કરી છે.

Published On - 11:50 pm, Sat, 2 July 22

Next Article