શિંદે-ફડણવીસ સરકારે ફ્લોર ટેસ્ટમાં બહુમત મેળવ્યા પછી, વિવિધ નેતાઓએ આગળની યાત્રા માટે શિંદે-ભાજપ સરકારને અભિનંદન આપવાનું શરૂ કર્યું. એનસીપીના વિપક્ષી નેતા અજિત પવારે (Ajit Pawar) કહ્યું કે, અમે દેવેન્દ્ર ફડણવીસનું ભાષણ ખૂબ ધ્યાનથી સાંભળીએ છીએ. તેમના ભાષણમાં અનેરો ઉત્સાહ છે. પણ હવે તમને એ ઉત્સાહ દેખાતો નથી. આજે એવું લાગતું હતું કે નેતા નહીં પણ એકનાથ શિંદેના (Eknath Shinde) વકીલ બોલી રહ્યા છે. છેલ્લા અઢી વર્ષમાં તમે સીએમમાંથી વિપક્ષના નેતા, વિપક્ષના નેતાથી ડેપ્યુટી સીએમ બન્યા. અઢી વર્ષ અને ત્રણ ટર્મ? આવો ભાગ્યશાળી માણસ મેં ક્યારેય જોયો નથી. તમે શિંદે સાહેબના વખાણમાં ઘણું કહ્યું છે. પરંતુ તેમની પાસે આટલી ક્ષમતા હતી ત્યારે તમે તમારા મુખ્યમંત્રીના કાર્યકાળમાં તેમને એક જ વિભાગ કેમ આપ્યો?
અજિત પવારે કહ્યું, શિંદે સાહેબ હું તમને અભિનંદન આપીશ. પણ હું એ પણ કહીશ કે સત્તા આવતી રહે છે, જતી રહે છે, પરંતુ આપણે આપણા સાથી લોકો સાથે કેવી રીતે સંબંધો જાળવીએ છીએ, તે પણ જોવામાં આવે છે. ઇતિહાસ સાક્ષી છે કે શિવસેનાના મતદારો બળવાખોરોની સાથે જતા નથી. અત્યાર સુધી શિવસેનામાંથી બહાર નીકળેલા તમામ લોકોને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે.
અજિત પવારે કહ્યું, ગવર્નર છેલ્લા દોઢ-બે વર્ષથી સંપૂર્ણપણે નિષ્ક્રિય જોવા મળ્યા હતા. તેમને હજુ સુધી 12 MLCની યાદી પર સહી કરવાનો સમય મળ્યો નથી. હવે મહામહિમ અચાનક સક્રિય થઈ ગયા છે, ઉતાવળે નિર્ણયો લઈ રહ્યા છે.
અજિત પવારે કહ્યું, એ પણ વિચારવાની વાત છે કે જેની પાસે 106 ધારાસભ્યો છે, તેઓ સીએમ નથી બનતા અને કોઈ 40 ધારાસભ્યોને સાથે લઈને સીએમ બને છે. આ કેવા પ્રકારની પરંપરા છે, તેના પર પણ વિચાર કરવાની જરૂર છે. નાણામંત્રી હતા ત્યારે મેં શિંદે સાહેબના શહેરી વિકાસ વિભાગને 12 હજાર કરોડનું ફંડ આપ્યું, ગુલાબ રાવ પાટીલને સાડા ત્રણસો કરોડ આપ્યા. દાદા ભૂસેને સાડા સાતસો કરોડ રૂપિયા આપ્યા. શિંદે સાહેબનો આરોપ છે કે મહા વિકાસ આઘાડી સરકારમાં ફંડની વહેંચણીને લઈને ભેદભાવ કરવામાં આવી રહ્યો છે તે ખોટો છે.
શિવસેનામાંથી બળવો કરીને શિંદે જૂથમાં સામેલ થયેલા ધારાસભ્યોને અજિત પવારે કહ્યું, તમે ગુવાહાટીમાં જોયું કે શું જંગલ, શું ખીણ, શું હોટેલ… શું ભોજન…. પણ મારી વાત યાદ રાખજો કે, આવતીકાલે મોટા નેતાઓ એક થશે, તમને છેતરવામાં આવશે. આ રસ્તો સાચો નહોતો, જે તમે પસંદ કર્યો છે.
Published On - 3:03 pm, Mon, 4 July 22