લાંબા સમયથી આવકવેરા વિભાગના નિશાના પર રહેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પર કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આવકવેરા વિભાગ દ્વારા પવારની પાંચ મિલકતો જપ્ત કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ મિલકતોની કિંમત એક હજાર કરોડથી વધુ હોવાનો અંદાજ છે. મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડના એક દિવસ બાદ જ આવકવેરા વિભાગ દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.
અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા
અજિત પવાર લાંબા સમયથી આવકવેરા વિભાગના રડાર પર છે. 7 ઓક્ટોબરે, વિભાગ દ્વારા તેમના 70 થી વધુ ઠેકાણાઓ પર દરોડા પણ પાડવામાં આવ્યા હતા. કેન્દ્રીય એજન્સી દ્વારા બે રિયલ એસ્ટેટ જૂથો અને તેમના સંબંધીઓના પરિસરમાં દરોડા પાડ્યા પછી રૂ. 184 કરોડની સંપત્તિનો ખુલાસો થયો હતો, આ સંપત્તિનો કોઈ હિસાબ ન હતો, ત્યારબાદ વિભાગ દ્વારા તેમની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
આવકવેરા વિભાગ આ મિલકતો જપ્ત કરશે
આવકવેરા વિભાગ અજિત પવારની પાંચ મિલકતો ટાંચમાં લેશે. આ માટે આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, તેમની જરાંદેશ્વર સુગર ફેક્ટરી, દક્ષિણ દિલ્હીમાં ફ્લેટ, પાર્થ પવારની નિર્મલ ઓફિસ, ગોવામાં બનેલ રિસોર્ટ, મહારાષ્ટ્રમાં 27 જમીનો આવકવેરા હેઠળ જપ્ત કરવામાં આવશે. આ મિલકતોની કિંમત 1000 કરોડથી વધુ હોવાનો અંદાજ છે.
Income Tax Department has attached properties of Maharashtra Deputy CM Ajit Pawar worth Rs 1000 cr. Five properties including Nirmal Tower at Nariman Point, Mumbai has been attached by IT Dept. Last month, IT Dept conducted raids at houses& companies of sisters of Pawar: Sources pic.twitter.com/WaCD71BfIa
— ANI (@ANI) November 2, 2021
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ