Maharashtra: CM એકનાથ શિંદે બાદ હવે અન્ના હજારેને જાનથી મારી નાખવાની મળી ધમકી, કોણે આપી આ ધમકી?

|

Apr 12, 2023 | 7:45 PM

Anna Hazare: 96 લોકોનું જૂથ ખેતી સંબંધિત વિવાદને લઈને ખેડૂત પર દબાણ બનાવી રહ્યું છે. મંત્રીઓ અને પોલીસની જેમ અણ્ણા હજારે પણ તેમની વાત સાંભળવા તૈયાર નથી. જેના કારણે ખેડૂતે હતાશામાં અણ્ણાને મારી નાખવાની ધમકી આપી છે.

Maharashtra: CM એકનાથ શિંદે બાદ હવે અન્ના હજારેને જાનથી મારી નાખવાની મળી ધમકી, કોણે આપી આ ધમકી?

Follow us on

અહમદનગરઃ વરિષ્ઠ સમાજસેવક અન્ના હજારેને ધમકી આપવામાં આવી છે. 1 મેના રોજ અન્ના હજારેને મારી નાખવામાં આવશે, આ રીતે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. અન્ના હજારેના ગૃહ જિલ્લા અહમદનગરના શ્રીરામપુર જિલ્લાના નિપાની વડગાંવના રહેવાસી સંતોષ ગાયધને નામના વ્યક્તિએ આ ધમકી આપી છે. ખેતીને લગતા વિવાદને લઈને સંતોષ અને તેના પરિવાર સાથે અન્યાય કરવામાં આવ્યો છે. તેમને અને તેમના પરિવાર સાથે થયેલા અન્યાય વિશે સાંભળવામાં ન આવતાં તેમણે આ ચેતવણી આપી છે. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

સંતોષ ગાયધનેના જણાવ્યા અનુસાર, એક જૂથના 96 લોકોએ તેમના અને તેમના પરિવાર પર દબાણ કર્યું અને ખેતી સંબંધિત વિવાદ અંગે ખોટા કેસ દાખલ કર્યા. તેનો પરિવાર ભયના માહોલમાં જીવી રહ્યો છે. સંતોષ ગાયધનેએ આ બાબતે અન્ના હજારે, પોલીસ અને મંત્રીઓને પણ ફરિયાદ કરી હતી. પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આનાથી તેનો પરિવાર વ્યથિત અને દુઃખી છે.

આ પણ વાંચો-Karnataka Assembly Election: ભાજપે કર્ણાટક માટે ચૂંટણીના મુદ્દા જાહેર કર્યા, આવતીકાલે થઈ શકે છે ઉમેદવારોની જાહેરાત

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

ગાયધને પરિવાર પરેશાન અને દુઃખી છે

સંતોષ ગાયધનેએ રાષ્ટ્રપતિ પાસે આત્મહત્યા કરવા માટે પણ પરવાનગી માંગી હતી. જ્યારે બધા દરવાજા બંધ થઇ ગયા હતા અને ક્યાંયથી કોઈ સાંભળતું ન હતું, ત્યારે સંતોષ ગાયધનેએ હતાશામાં અન્ના હજારેને મારી નાખવાની ચેતવણી આપી હતી. સંતોષ ગાયધનેના પરિવારનું કહેવું છે કે 1 મેના રોજ તેઓ અન્ના હજારેના રાલેગણ સિદ્ધિ ગામમાં જશે અને તેમની હત્યા કરશે.

પોલીસે સાંભળ્યું નહીં, મંત્રીએ સાંભળ્યું નહીં, અણ્ણા હજારે પાસેથી આશા હતી, કંઈ જ નથી થયું

સંતોષ ગાયધનેની જમીન અહેમદનગર જિલ્લાના શ્રીરામપુર તહસીલના નિપાની વડગાંવમાં છે. સંતોષનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી ખેતીને લગતા વિવાદને કારણે તેની અને તેના પરિવાર સાથે અન્યાય થઈ રહ્યો છે. અન્ના હજારેના ગામ પ્રશાસને પણ ફરિયાદ કરી છે, પરંતુ નિરાશા હાથ લાગી છે. હતાશા એટલી વધી ગઈ કે 1લી મેના રોજ મહારાષ્ટ્ર દિવસના દિવસે તેમણે અન્ના હજારેની હત્યાની ચેતવણી આપી છે.

જાનથી મારી નાખવાની ધમકીઓ બાદ અણ્ણા હજારેની સુરક્ષા વધારી દેવામાં આવી છે

જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ અન્ના હજારેના ગામમાં ખળભળાટ મચી ગયો છે. અન્ના હજારેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અન્ના હજારેના સમર્થકોએ સરકાર પાસે આ ધમકી અંગે યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે. અહીં નોંધનીય છેકે આ પહેલા મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે પણ ધમકી આપવામાં આવી હતી.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર  

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Next Article