Mumbai news : મને ટિકિટ નહીં અપાય તો સારું નહીં થાય, BJP નેતા પંકજા મુંડેનો ખુલ્લો પડકાર

|

Sep 28, 2023 | 9:43 AM

એક કાર્યક્રમ દરમિયાન જ્યારે પંકજાને ટિકિટ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, મારી પાર્ટી મને ટિકિટ કેમ નહીં આપે. તેમણે કહ્યું કે મારા જેવા ઉમેદવારને ચૂંટણીની ટિકિટ ન આપવી એ કોઈપણ પક્ષ માટે સારું નહીં હોય.

Mumbai news : મને ટિકિટ નહીં અપાય તો સારું નહીં થાય, BJP નેતા પંકજા મુંડેનો ખુલ્લો પડકાર
BJP leader Pankaja Munde

Follow us on

મહારાષ્ટ્રમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, પરંતુ ટિકિટની માંગ શરૂ થઈ ગઈ છે. બીજેપી નેતા પંકજા મુંડેએ ખુલ્લો પડકાર આપ્યો છે અને કહ્યું છે કે 2024ની વિધાનસભા ચૂંટણીમાં જો તેમને ટિકિટ નહીં આપવામાં આવે તો તે કોઈપણ પક્ષ માટે સારું રહેશે નહીં. બુધવારે એક કાર્યક્રમ દરમિયાન તેમણે આ વાત કહી. આવતા વર્ષે યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ્યારે તેમને ટિકિટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે મારી પાર્ટી મને ટિકિટ કેમ નહીં આપે.

આ પણ વાંચો : ચૂંટણી જાહેર થયા પહેલા ભાજપે જાહેર કરી ઉમેદવારોની યાદી, સાંસદોને ઉતાર્યા મેદાનમાં

પંકજાના આ નિવેદન બાદ અટકળો ચાલુ

પંકજાએ કહ્યું કે, મારા જેવા ઉમેદવારને ચૂંટણીની ટિકિટ ન આપવી તે કોઈપણ પક્ષ માટે સારું નહીં હોય. જો તેઓ આવો કોઈ નિર્ણય લેશે તો તેમણે લોકોના સવાલોના જવાબ ચોક્કસ આપવા પડશે. તમને જણાવી દઈએ કે 2019માં પંકજા મુંડેને તેમના પિતરાઈ ભાઈ અને એનસીપી નેતા ધનંજય મુંડેએ પારલી વિધાનસભા સીટ પરથી હરાવ્યા હતા. પંકજાના આ નિવેદન બાદ અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે પંકજાને ભાજપે હાલમાં સાઈડમાં કર્યા છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

કેન્દ્ર સરકારે પંકજા મુંડેને મોટો ઝટકો આપ્યો

બે દિવસ પહેલા કેન્દ્ર સરકારે પંકજા મુંડેને મોટો ઝટકો આપ્યો છે. GST વિભાગે તેમને 19 કરોડ રૂપિયાની GST નોટિસ આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સરકાર તેમની સુગર ફેક્ટરીની સંપત્તિ પણ જપ્ત કરી શકે છે. આ સમગ્ર મામલાને લઈને પંકજાએ કહ્યું કે, તેમાં કોઈ ગેરરીતિ નથી. તેમની ફેક્ટરી ઘણા વર્ષોથી આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી હતી.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article