મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાંથી કોકેઈનની દાણચોરી કરતી આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ થયો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ બુધવારે (5 એપ્રિલ) મુંબઈ એરપોર્ટ પર કરવામાં આવેલી કાર્યવાહીમાં લગભગ 1970 ગ્રામ કોકેઈન જપ્ત કર્યુ હતુ. આંતરરાષ્ટ્રીય બજારમાં આટલા જથ્થાની બજાર કિંમત આશરે 20 કરોડ રૂપિયા છે. આ મામલામાં એક આફ્રિકન વ્યક્તિ સહિત કુલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ડીઆરઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 35 વર્ષીય આરોપી અદીસ અબાબાથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યો હતો.
આ આરોપી તેની બેગમાં 1970 ગ્રામ કોકેઈન છુપાવીને લાવ્યો હતો. DRI અધિકારીઓને આ મુસાફર પર શંકા હતી. આ પછી, તેના પર નજર રાખવામાં આવી અને સંપૂર્ણ પ્લાનિંગ સાથે તેને પકડીને ધરપકડ કરવામાં આવી.
Maharashtra | A drug syndicate was busted with the arrest of 3 persons including an African national. 1970 gms of white powder purported to be Cocaine worth approx. Rs 20 cr seized from the possession of a male passenger (35), who arrived from Addis Ababa to Mumbai airport.… pic.twitter.com/QGHT2gTDJ9
— ANI (@ANI) April 5, 2023
સંબંધિત આરોપી મુંબઈ એરપોર્ટ પર તેના સાથીદારને આ કોકેઈન આપવાનો હતો. આરોપી તેના સહયોગીની મદદથી તેના ડ્રગના કન્સાઈનમેન્ટને મુંબઈથી દેશના અન્ય ભાગોમાં ફેલાયેલા નેટવર્કમાં પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ યોજના સફળ થાય તે પહેલા જ ડીઆરઆઈના અધિકારીઓની કાર્યવાહીથી તેનો પર્દાફાશ થયો હતો અને ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
આ ઈનપુટ મળ્યા બાદ ડીઆરઆઈના અધિકારીઓએ છટકું ગોઠવીને કુલ ત્રણ આરોપીઓને પકડ્યા હતા. આ આરોપીઓમાંથી એક આફ્રિકન નાગરિક છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે અને તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વિગતવાર સમાચાર એવા છે કે 35 વર્ષીય આરોપી અદીસ અબાબાથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યો હતો. તેની પાસે ડ્રગ્સનું મોટું કન્સાઈનમેન્ટ છે, ડીઆરઆઈના અધિકારીઓને તેના ઈનપુટ મળ્યા હતા. અધિકારીઓ તેના પર નજર રાખવા લાગ્યા. શંકાના આધારે જ્યારે મુંબઈ એરપોર્ટ પર તેની તલાશી લેવામાં આવી ત્યારે તેની પાસેથી 1970 ગ્રામ કોકેઈન મળી આવ્યું હતું. તેની બજાર કિંમત 20 કરોડ રૂપિયાની નજીક છે.
તે ડ્રગ્સના આ કન્સાઈનમેન્ટને મુંબઈમાં તેના સાથીદારને પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી એક આફ્રિકન નેશનલ છે.