રશિયા યુક્રેન યુદ્ધ (Ukraine Russia War)ના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધારાની અસર હવે જોવા મળી રહી છે. પહેલા દૂધ પછી પેટ્રોલ-ડીઝલ અને હવે સીધા ઘરના રસોડામાં પણ મોંઘવારી (Inflation) ઘુસી આવી છે. LPG ગેસ સિલિન્ડર 50 રૂપિયા મોંઘો (LPG Cylinder price hike) થઈ ગયો છે. મુંબઈમાં સિલિન્ડર આજથી 949.50 રૂપિયામાં મળી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલે (Petrol Diesel Price Hike) આ પહેલા જ સવારે જ સામાન્ય લોકોને ઉંઘ ઉડતા જ આગ લગાવી દીધી છે. મહારાષ્ટ્રના પરભણીમાં પેટ્રોલ 113.50 રૂપિયા લિટર મળી રહ્યુ છે.
ત્યારે 137 દિવસ બાદ પેટ્રોલ-ડિઝલના ભાવમાં 80 પૈસાનો પ્રતિલીટર વધારો થયો છે પણ બે વર્ષથી કોરોનાના સમયગાળા દરમિયાન ધંધા-રોજગારથી માર્યા ગયેલા સામાન્ય માણસને ફરી એકવાર જોરદાર ફટકો પડ્યો છે. કોરોનાકાળ બાદ સામાન્ય માણસ હવે મોંઘવારીથી ત્રસ્ત છે. 5 રાજ્યોની ચૂંટણીઓ બાદ મોંઘવારીનો બોઝ વધવાની આશંકા સાચી સાબિત થઈ છે.
14.2 kg Domestic cooking gas LPG price hiked by Rs 50 per cylinder. Will now cost Rs 949.50 effective from today: Sources pic.twitter.com/jYvh0RWZG5
— ANI (@ANI) March 22, 2022
આજથી 14.2 કિલોનો એલપીજી ગેસ સિલિન્ડર 50 રૂપિયા મોંઘો થઈ ગયો છે. લગભગ 5 મહિના બાદ સિલિન્ડર મોંઘો થયો છે. એટલે જે સિલિન્ડર પહેલા 899.50 રૂપિયામાં મળી રહ્યો હતો કે હવે 949.50 રૂપિયામાં મળશે. 4 નવેમ્બર 2021થી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર હતા અને 6 ઓક્ટોરબર 2021થી ઘરેલુ ગેસની કિંમતો પણ સ્થિર રહી હતી પણ રશિયા યુક્રેનના યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચાતેલના ભાવ 40 ટકા વધી ગયા છે. તેલ કંપનીઓએ આ મોંઘવારીના બોજને હવે જનતાના માથે નાખી દીધો અને મંગળવારથી પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગેસ મોંઘા કરી દીધા છે.
આજથી એટલ કે મંગળવારથી પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધવાના શરૂ થઈ ગયા છે. 137 દિવસ બાદ પ્રતિલિટર 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમતો સવારે 6 વાગ્યાથી લાગુ થઈ ગઈ છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો હતો. તમને જણાવી દઈએ કે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ મળીને ભાવ વધારાનો નિર્ણય લે છે.
મહારાષ્ટ્રના અલગ અલગ શહેરમાં પેટ્રોલ અને ડીઝલ આટલા રૂપિયે છે પ્રતિલિટર