ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં આગામી બે દિવસ સુધી વરસાદ (Heavy Rain in Maharashtra) થવાની સંભાવના છે. પૂર્વ-મધ્ય અને પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર તૈયાર થયો છે. તેની અસર મહારાષ્ટ્રમાં જોવા મળશે. જેના કારણે આગામી બે દિવસ રાજ્યમાં વીજળીના કડાકા થશે, વાદળો ગરજશે અને વરસાદ પડશે.
આઈએમડીએ માછીમારોને 21 અને 22 નવેમ્બરે અરબી સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે. ખાસ કરીને મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
21/11, 17.30hrs, Isolated thunderstorm clouds observed in latest satellite obs over interior of Maharashtra, M Mah, Marathwada..
Watch for IMD updates… pic.twitter.com/1bpXgrEYgO— K S Hosalikar (@Hosalikar_KS) November 21, 2021
અરબી સમુદ્રમાં પવનોના પ્રવાહને જોતા પ્રાદેશિક હવામાન વિભાગે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું અનુમાન જાહેર કર્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, પૂણે, સતારા, સાંગલી, કોલ્હાપુર, સોલાપુર, નાસિક, અહમદનગર, બીડ, ઉસ્માનાબાદ, લાતુર અને નાંદેડ જિલ્લામાં 21 નવેમ્બર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 22 નવેમ્બરે રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, પૂણે, સતારા, સાંગલી, કોલ્હાપુર, બીડ અને ઉસ્માનાબાદ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
21 Nov:पूर्व मध्य व पश्र्चिम मध्य अरबी समुद्रात कमी दाबाचे क्षेत्र/WML;त्याच्या हवेच्या वरच्या थरातील चक्राकार सिस्टिम/Cycirमधून द्रोणीय स्थिती/trough महाराष्ट्रपर्यंत आहे.
परीणामी पुढच्या 2 दिवस राज्यात मेघगर्जनेसह पावसाची शक्यता.मच्छिमारांनी अरबी समुद्रात 21-22Nov जाऊ नये.
-IMD pic.twitter.com/f11swtcxmZ— K S Hosalikar (@Hosalikar_KS) November 21, 2021
દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે તબાહી મચાવી છે. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે પણ મુશળધાર વરસાદની આગાહી કરી છે. તમિલનાડુ, કર્ણાટક, કેરળમાં મુશળધાર વરસાદ પડશે.
આ તરફ મહારાષ્ટ્રના પડોશી રાજ્ય ગોવામાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ભારતમાં વરસાદને કારણે અત્યાર સુધી ત્યાં રેલ્વે વાહનવ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે. અનેક વિસ્તારોમાં રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે.
વધારે લાંબા અંતરની અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. હાવડા-યશવંતપુર દુરંતો એક્સપ્રેસ, સંતરાગાછી-તિરુપતિ એક્સપ્રેસ, હાવડા-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ, હાવડા-તિરુચિરાપલ્લી એક્સપ્રેસ અને હટિયા-યશવંતપુર એક્સપ્રેસ રદ કરવામાં આવી છે.