
Viral : સોશિયલ મીડિયા(Social Media) પર ઘણીવાર પ્રાણીઓના ઘણા બધા વીડિયો અને તસવીરો જોવા મળે છે. તમે અત્યાર સુધી એક કોબ્રા સાપને જોયો હશે,પરંતુ શું તમે એકસાથે ત્રણ કોબ્રા સાપને(Cobra Snake) એકબીજા સાથે લપેટાયેલા જોયા છે ? જી હા..તાજેતરમાં આવી જ એક તસવીર ઈન્ટરનેટ(Internet) પર ધમાલ મચાવી રહી છે.જેમા ત્રણ કોબ્રા જે રીતે ઝાડ પર લપેટાયેલા છે તે જોઈને તમે પણ દંગ રહી જશો.
આ તસવીરે હાલ સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્યાન ખેંચ્યુ છે. તમને જણાવી દઈએ કે, આ તસવીર મહારાષ્ટ્રના મેલઘાટના જંગલોની છે. જ્યાં એક ચોંકાવનારો નજારો જોવા મળ્યો હતો. વાયરલ થઈ રહેલા ફોટામાં જોઈ શકાય છે કે કાળા રંગના ત્રણ કોબ્રા ઝાડની આસપાસ એકબીજા સાથે લપેટાયેલા છે.
જુઓ તસવીર
આ તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર એકાઉન્ટ પર Susanta Nanda IFS દ્વારા શેર કરવામાં આવી છે. ફોટો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું, ‘આશીર્વાદ….. જ્યારે એક જ સમયે ત્રણ સાપ તમને આશીર્વાદ આપે છે.’ આ સાથે તેણે ફોટો ક્રેડિટ રાજેન્દ્ર સેમલકરને આપ્યુ છે.
કોબ્રાની તસવીરે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી
યુઝર્સ આ તસવીર શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ કે, ‘આપણે જેટલું વિચારીએ છીએ તેટલું સાપ શિયાળામાં હાઇબરનેટ કરતા નથી. હવામાન, પ્રદેશ, આબોહવા, તાપમાન, ખોરાક, વનસ્પતિ વગેરે પર આધાર રાખે છે.’ જ્યારે અન્ય યુઝરે લખ્યું, ‘મને નથી લાગતું કે આ કોઈપણ રીતે આશીર્વાદ છે’ જ્યારે અન્ય યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા નોંધાવી રહ્યા છે.
આ પણ વાંચો: ડિલિવરી બોયથી પોતાને સુરક્ષિત રાખવા છોકરી વાપરે છે આ યુક્તિ, જાણીને તમે પણ કહેશો Interesting !