હોળીનો (Holi 2022) તહેવાર છે અને ઉજવણીની તૈયારીઓ ચારેબાજુ ચાલી રહી છે. હોળી પહેલા જ રંગો અને ગુલાલના તહેવારોની તસવીરો જોવા મળવા લાગી છે. તહેવારના અવસર પર દરેક વ્યક્તિ પોતાના પ્રિયજનો સુધી પહોંચીને તહેવારની ઉજવણી કરવા માંગે છે. ત્યારે ભારતીય રેલવે હોળી સ્પેશીયલ ટ્રેનો ચલાવે છે. જેનાથી દરેક વ્યક્તિ પોતાના પરીવાર પાસે તહેવાર ઉજવવા માટે પહોંચી શકે. હોળીના અવસર પર સેન્ટ્રલ રેલવેએ મુંબઈના લોકોને ભેટ આપી છે. મધ્ય રેલવે હોળીના અવસર પર મુંબઈથી (Mumbai) પુણે સુધી 14 વધારાની ટ્રેનો દોડાવી રહી છે. હોળીના અવસર પર મુસાફરોની સરળ અને સુખરૂપ અવરજવર માટે મધ્ય રેલવે દ્વારા મુંબઈ-મઉ, પુણે-કરમાલી, પનવેલ-કરમાલી અને મુંબઈ-દાનાપુર વચ્ચે 14 વધારાની વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે અને મુંબઈ અને જયનગર વચ્ચે 4 સ્પેશિયલ ટ્રેનો ચલાવશે.
ટ્રેન નંબર 01011 સ્પેશિયલ ટ્રેન પુણેથી 11.03.2022 અને 18.03.2022ના રોજ 17.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.00 કલાકે કરમાલી પહોંચશે. ટ્રેન નંબર 01012 સ્પેશિયલ કરમાલીથી 13.03.2022 અને 20.03.2022ના રોજ 09.20 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23.35 કલાકે પુણે પહોંચશે.
ટ્રેન નંબર 01013 વિશેષ ટ્રેન 12.03.2022 અને 19.03.2022 ના રોજ પનવેલથી 22.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.00 કલાકે કરમાલી પહોંચશે. 01014 વિશેષ ટ્રેન 12.03.2022 અને 19.03.2022 ના રોજ 09.20 કલાકે કરમાલીથી ઉપડશે અને તે જ દિવસે 20.00 કલાકે પનવેલ પહોંચશે.
ટ્રેન નંબર 01015 સ્પેશિયલ લોકમાન્ય તિલક ટર્મિનસથી 15.03.2022 અને 22.03.2022ના રોજ 10.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 17.15 કલાકે દાનાપુર પહોંચશે. ટ્રેન નંબર 01016 સ્પેશિયલ દાનાપુરથી 16.03.2022 અને 23.03.2022ના રોજ 20.25 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 03.35 કલાકે લોકમાન્ય તિલક ટર્મિનસ પહોંચશે.
ટ્રેન નંબર 05562 વિશેષ ટ્રેન લોકમાન્ય તિલક ટર્મિનસથી તારીખ 25.03.2022 અને 01.04.2022 ના રોજ 00.15 વાગ્યે પ્રસ્થાન કરીને બીજા દીવસે 15.00 વાગ્યે જયનગર પહોચશે.
ટ્રેન નંબર 05561 વિશેષ ટ્રેન તારીખ 22.03.2022 અને 29.03.2022 ના રોજ જયનગરથી 23.50 વાગ્યે પ્રસ્થાન કરીને બીજા દીવસે 13.00 વાગ્યે લોકમાન્ય તિલક ટર્મિનસ પહોચશે.
આ ટ્રેન કલ્યાણ, ઇગતપુરી, નાશિક રોડ, ભુસાવલ, ખંડવા, ઇટારસી, જબલપુર, કટની, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પં. દીન દયાલ ઉપાધ્યાય જં., બક્સર, આરા, પટના, બરૌની, સમસ્તીપુર અને દરભંગા સ્ટેશનો પર સ્ટોપ કરશે.