સમગ્ર ભારતમાં શિયાળા(winter) ની શરુઆત થઇ ચુકી છે. ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શિયાળો આગળ પણ વધવા લાગ્યો છે. લોકોએ ગરમ કપડા પણ કાઢવાના શરુ કરી દીધા હતા. એવામાં હવે હવામાન વિભાગે(IMD) ભારે વરસાદ(rain)ની આગાહી આપી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા મહારાષ્ટ્ર(maharashtra)ના બે જિલ્લાઓમાં આવતીકાલ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
પૂર્વ અરબી સમુદ્રમાં પવન 50-60 કિમી પ્રતિ કલાક અને 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા છે. જેના કારણે 7 નવેમ્બરથી મહારાષ્ટ્રના દરિયાકાંઠે અને તેની બહાર 40-50 કિમી પ્રતિ કલાકથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
વરસાદનું કારણ સમુદ્ર પર લો પ્રેશર
પૂર્વ મધ્ય અને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર લો પ્રેશરનું ક્ષેત્ર યથાવત છે. આજે સાંજ સુધીમાં તે વધુ તીવ્ર બની શકે છે અને આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ શકે છે. તે ભારતીય કિનારે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધવાની શક્યતા છે. ચક્રવાતી પવનનો વિસ્તાર આંધ્ર પ્રદેશ પાસે પશ્ચિમ બંગાળની ખાડી ઉપર સમુદ્ર તટથી 5.8 કિમી સુધી ફેલાયેલો છે.
માછીમારોને દરિયામાં ન જવા સૂચન
IMD અનુસાર અરબી સમુદ્રમાં નીચા દબાણના કારણે કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. વરસાદની આગાહીના પગલે IMDએ માછીમારોને આ વિસ્તારોમાં ન જવાની સલાહ આપી છે.
કયા કયા સ્થળોએ એલર્ટ?
ભારતીય હવામાન વિભાગ (IMD) એ કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં છૂટાછવાયા વરસાદ અથવા બરફની સંભાવના છે અને શુક્રવારે હિમાચલ પ્રદેશમાં છૂટાછવાયા વરસાદ અથવા બરફની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન ઉત્તર ભારતમાં મહત્તમ તાપમાન સરેરાશ કરતાં ઓછું કે ઓછું હોય છે.
મહારાષ્ટ્ર અને ગોવામાં વરસાદની આગાહી
સોમવાર સુધી મહારાષ્ટ્ર અને ગોવામાં છૂટાછવાયા વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની અપેક્ષા છે. સોમવારે બંગાળની ખાડી અને તેની નજીકના આંદામાન સમુદ્રમાં ચક્રવાતી પરિભ્રમણ રચાય તેવી શક્યતા છે. મંગળવારથી ચક્રવાતી પરિભ્રમણ પશ્ચિમ તરફ આગળ વધે અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતને અસર કરે તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃ Lord Sun Remedies: છઠ પૂજા પહેલા સૂર્યદેવની કૃપા મેળવવા કરો આજે રવિવારે આ મહાઉપાય
આ પણ વાંચોઃ Mexico Accident: મેક્સિકોમાં ટોલ બૂથ સહિત અન્ય છ વાહનોને ટ્રકે ટક્કર મારતા 19 લોકોના મોત