ચક્રવાતી તોફાન ‘ગુલાબ’ ને કારણે મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, 11 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

|

Sep 27, 2021 | 12:40 PM

ભારે વરસાદની આગાહીને પગલે મહારાષ્ટ્રના (Maharashtra)11 જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં પુણે, નાસિક, સતારા, રાયગઢ રત્નાગીરી, લાતુર, પરભણી, હિંગોલી, નાંદેડ, યવતમાલ અને ગઢચિરોલીનો સમાવેશ થાય છે.

ચક્રવાતી તોફાન ગુલાબ ને કારણે મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, 11 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gulab Cyclone in Maharashtra

Follow us on

Maharashtra : ચક્રવાતી તોફાન ‘ગુલાબ’ની અસર મહારાષ્ટ્રમાં પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગ (Metrological Department) દ્વારા વિદર્ભ, મરાઠાવાડા સહિત 11 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સવારથી જ મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યુ છે. આગાહી મુજબ રાજ્યમાં 27-28 સપ્ટેમ્બરના રોજ મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ, ધુલે, જલગાંવ, નાસિક, (Nasik) પુણે, સતારા, ઓરંગાબાદ, લાતુર, નાંદેડ, હિંગોલી, યવતમાલ, ગઢચિરોલી, ચંદ્રપુર વગેરે જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

વાવાઝોડાની સીધી અસર મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં પણ જોવા મળી 

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે આ ચક્રવાતી તોફાન(Cyclone)  જોવા મળી રહ્યુ છે.પાકિસ્તાને આ ચક્રવાતને ‘ગુલાબ’ નામ આપ્યું છે. આ વાવાઝોડું ઓડિશાના ગોપાલપુર અને આંધ્રપ્રદેશના કલિંગપટ્ટનમમાં 26 સપ્ટેમ્બરના રોજ ત્રાટક્યું હતું. ચક્રવાત ગુલાબ પૂર્વીય દરિયાકિનારે ઘણી તબાહી થઈ હોવાનુ જાણવા મળી રહ્યુ છે.આ વાવાઝોડાની સીધી અસર મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં પણ જોવા મળી રહી છે. વિદર્ભથી કોંકણ(Kokan)  સુધી તમામ સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

આ 11 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ

27 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની આગાહીના પગલે મહારાષ્ટ્રના 11 જિલ્લાઓમાં રેડ એલર્ટ (Red Alert) જારી કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં પુણે, નાસિક, સતારા, રાયગઢ, રત્નાગીરી, લાતુર, પરભણી, હિંગોલી, નાંદેડ, યવતમાલ, ગઢચિરોલીનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ (Heavy Rain) થવાની શક્યતા છે.

જ્યારે 28 સપ્ટેમ્બરે થાણે, (Thane) પાલઘર, રાયગઢ, ધુલે, જલગાંવ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અહીં ભારે વરસાદ સાથે, જોરદાર પવન પણ ફૂંકાશે.

આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન ગુલાબની (Gulab Cyclone) અસર રવિવારે સાંજથી જ જોવા મળી રહી છે. જેના કારણે મહારાષ્ટ્રમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યુ હતું. સાથે મુંબઈમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.ત્યારે હાલ હવામાન વિભાગે બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.

 

આ પણ વાંચો: Maharashtra: કોર્પોરેશનની ચૂંટણી પહેલા સંજય રાઉતની NCPની ચિમકી, સન્માનનાં ભોગે કોઈ સમજૂતિ નહી

આ પણ વાંચો:  Dombivali Gang Rape: ડોંબીવલી ગેંગરેપ કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ, 33 માંથી 32 સકંજામાં

Next Article