રાજ્યસભાના 12 સસ્પેન્ડેડ સાંસદોની સરકારે બેઠક બોલાવી, વિપક્ષી સાંસદો બેઠકમાં સામેલ થશે ?

|

Dec 19, 2021 | 11:41 PM

સસ્પેન્શન બાદથી તમામ 12 સાંસદો સંસદની કાર્યવાહી દરમિયાન સવારથી સાંજ સુધી સંસદ પરિસરમાં ધરણા કરી રહ્યા છે. સાંસદોના સસ્પેન્શનને કારણે 29 નવેમ્બરથી શરૂ થયેલા શિયાળુ સત્રથી હજુ પણ મડાગાંઠ ચાલી રહી છે.

રાજ્યસભાના 12 સસ્પેન્ડેડ સાંસદોની સરકારે બેઠક બોલાવી, વિપક્ષી સાંસદો બેઠકમાં સામેલ થશે ?
Shiv Sena MP Sanjay Raut (Photo- PTI)

Follow us on

MUMBAI  : શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Shiv Sena MP Sanjay Raut) રવિવારે કહ્યું કે કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ (Union Parliamentary Affairs Minister Prahlad Joshi) તેમને અને કોંગ્રેસ સહિત ચાર રાજકીય પક્ષોને સોમવારે સવારે 10 વાગ્યે બેઠક માટે બોલાવ્યા છે. સંસદ લાયબ્રેરી ભવનમાં યોજાનારી બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC), CPI(M) અને CPIને પણ બોલાવવામાં આવ્યા છે, જેમના રાજ્યસભાના સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે સરકાર દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં હાજરી આપવા અંગે નિર્ણય લેવા માટે વિરોધ પક્ષો સોમવારે સવારે બેઠક કરશે.

રાજ્યસભાના સસ્પેન્ડ કરાયેલા 12 સાંસદોમાં શિવસેનાના પણ બે સભ્યો છે. સાંસદોના સસ્પેન્શનને કારણે 29 નવેમ્બરથી શરૂ થયેલા શિયાળુ સત્રથી હજુ પણ મડાગાંઠ ચાલી રહી છે. શેડ્યૂલ મુજબ વર્તમાન શિયાળુ સત્ર 23 ડિસેમ્બરે સમાપ્ત થવાનું છે. શિયાળુ સત્રના પહેલા દિવસે રાજ્યસભામાં કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ સહિત વિપક્ષી દળોના 12 સભ્યોને બાકીના સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવાની માગણી સાથે, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી અને અન્ય ઘણા વિરોધ પક્ષોના નેતાઓએ ગયા અઠવાડિયે એક કૂચ કરી હતી અને સરકાર પર વિપક્ષનો અવાજ દબાવવાનો આરોપ લગાવ્યો. વિપક્ષના નેતાઓએ મહાત્મા ગાંધીની પ્રતિમાથી સંસદ સંકુલમાં વિજય ચોક સુધી રેલી કાઢી હતી.

આ માર્ચ પછી રાહુલ ગાંધીએ મીડિયાને કહ્યું, “સાંસદોને સસ્પેન્ડ કર્યાને 14 દિવસ થઈ ગયા છે. વિપક્ષ ગૃહમાં જે પણ ચર્ચા કરવા માંગે છે, સરકાર તે ચર્ચાને થવા દેતી નથી. વિપક્ષના સભ્યો અવાજ ઉઠાવે તો સરકાર તેમને ડરાવી ધમકાવીને સસ્પેન્ડ કરે છે. વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. આ લોકશાહીની હત્યા છે.”

રાજ્યસભામાં માત્ર 46.70 ટકા કામ થયું 

12 સભ્સયોના સ્પેન્શન બાદથી આ સાંસદો સંસદની કાર્યવાહી દરમિયાન સવારથી સાંજ સુધી સંસદ પરિસરમાં ધરણા કરી રહ્યા છે. જે સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPM)ના ઈલામારામ કરીમ, કોંગ્રેસના ફૂલો દેવી નેતામ, છાયા વર્મા, રિપુન બોરા, રાજમણિ પટેલ, સૈયદ નાસિર હુસૈન, અખિલેશ પ્રતાપ સિંહ, ડોલા સેન અને તૃણમૂલ કોંગ્રેસના શાંતા છેત્રીનો સમાવેશ થાય છે. શિવસેના પ્રિયંકા ચતુર્વેદી અને અનિલ દેસાઈ અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI) ના વિનય વિશ્વમ પણ સામેલ છે.

સાંસદોના સસ્પેન્શનના મુદ્દે થયેલા હોબાળા અને સ્થગિતતાને કારણે શિયાળુ સત્રના ત્રીજા સપ્તાહ દરમિયાન રાજ્યસભાની ઉત્પાદકતામાં ઘટાડો થયો હતો અને આ સમયગાળા દરમિયાન માત્ર 37.60 ટકા કામ થયું છે. રાજ્યસભા સચિવાલયે અહેવાલ આપ્યો છે કે વારંવારના વિક્ષેપોને કારણે પ્રથમ ત્રણ અઠવાડિયા માટે ગૃહની એકંદર કાર્યક્ષમતા ઘટીને 46.70 ટકા થઈ ગઈ છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, શિયાળુ સત્રના પ્રથમ 3 અઠવાડિયાની 15 બેઠકો દરમિયાન, ગૃહે 6 બેઠકો માટે દરરોજ એક કલાક કરતાં ઓછા સમય સુધી કામ કર્યું હતું.

આ પણ વાંચો :  રાહુલ ગાંધીના ‘હિન્દુ અને હિંદુત્વ’ના નિવેદનો પર પ્રિયંકાએ કહ્યું, બે શબ્દો વચ્ચેનો તફાવત કહેવાનો પ્રયાસ

Next Article