Video : દર વર્ષે ગણેશજીના (Ganesha) ભક્તો તેમના આગમનની તૈયારીમાં લાંબા સમયથી રાહ જુએ છે, બાપ્પા તેમના ભક્તો વચ્ચે દસ દિવસ માટે આવે છે. આ દરમિયાન સમગ્ર દેશમાં ગણેશોત્સવ (Ganesh Festival) ઉજવાય છે. ત્યારે પુણેના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે.આ વિદ્યાર્થીઓએ જે રીતે ગણપતિ બાપ્પાનું આગમન કર્યુ છે તે જોઈને તમને પણ આશ્વર્ય થશે.
જુઓ વીડિયો
એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ સ્વદેશી ટેકનોલોજી સાથે ડ્રોન તૈયાર કર્યુ
મહારાષ્ટ્રના પુણે શહેરમાં આ વખતે ગણપતિ બાપ્પા એક ભક્તના ઘરે ડ્રોન પર બેસીને ઘરના દરવાજે પહોંચી ગયા છે. તમને જણાવી દઈએ કે, પુણેની જેએસબી કોલેજના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ (Engineering students)સ્વદેશી ટેકનોલોજી સાથે ડ્રોન તૈયાર કર્યુ છે. આ ડ્રોનથી ગણપતિ બાપ્પાનું આગમન કરવામાં આવ્યુ છે. ડ્રોનથી આવતા બાપ્પાને જોવા માટે મોટી સંખ્યામાં ભીડ જામી હતી.
#WATCH : A unique welcome by Engineering students, Lord #Ganesha arrives riding a drone in #Pune . (10.09)#TV9News #GaneshChaturthi pic.twitter.com/q11eg7FhHt
— tv9gujarati (@tv9gujarati) September 11, 2021
આ પણ વાંચો: Video : આ વ્યક્તિ Induction ને સમજી બેઠો Weighting Machine ! પછી જે થયુ એ જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો