કર્ણાટક જેલમાં બંધ ગેંગસ્ટરે નીતિન ગડકરીની ઓફિસમાં કર્યો હતા ધમકીભર્યો કોલ, ફોન કરનાર સુધી પહોંચી પોલીસ

|

Jan 15, 2023 | 7:55 AM

મહારાષ્ટ્રની નાગપુર પોલીસે જણાવ્યું કે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને જેલમાંથી ધમકી આપવામાં આવી હતી. ફોન કરનાર કુખ્યાત ગેંગસ્ટર અને હત્યાનો આરોપી જયેશ કાંથા છે. જે કર્ણાટકની બેલાગવી જેલમાં બંધ છે.

કર્ણાટક જેલમાં બંધ ગેંગસ્ટરે નીતિન ગડકરીની ઓફિસમાં કર્યો હતા ધમકીભર્યો કોલ, ફોન કરનાર સુધી પહોંચી પોલીસ
Nitin Gadkari received threatening calls (file photo)

Follow us on

કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીની ઓફિસમાં મળેલા ધમકીભર્યા કોલના સંદર્ભમાં મહારાષ્ટ્રની નાગપુર પોલીસે શનિવારે મોટો દાવો કર્યો છે. પોલીસે જણાવ્યું કે, ફોન કરનારની ઓળખ જેલમાં બંધ ગુનેગાર અને ગેંગસ્ટર જયેશ કાંથા તરીકે થઈ છે. કાંથા કર્ણાટકની બેલાગવી જેલમાં સજા કાપી રહ્યો છે. તેણે જેલની અંદરથી જ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીની ઓફિસમાં ત્રણવાર ધમકીભર્યા ફોન કર્યા હતા.

પોલીસે જણાવ્યું કે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને જેલમાંથી ધમકી આપવામાં આવી છે. ફોન કરનાર કુખ્યાત જયેશ કાંથા ગેંગસ્ટર છે અને હત્યાનો આરોપી છે. જયેશ કાંથા હાલમાં કર્ણાટકની બેલાગવી જેલમાં કેદ છે. નાગપુરના પોલીસ કમિશનરે જણાવ્યું કે, જયેશ કાંથાએ જેલની અંદરથી ગેરકાયદેસર રીતે ફોનનો ઉપયોગ કર્યો હતો અને ગડકરીને તેમની ઓફિસમાં ફોન કરીને ધમકી આપી હતી. નાગપુર પોલીસની એક ટીમ વધુ તપાસ માટે બેલગાવી ખાતે રવાના થઈ ગઈ છે.

બેલગવી જેલ પ્રશાસને આરોપી પાસેથી એક ડાયરી જપ્ત કરી છે. નાગપુર પોલીસે આરોપીના પ્રોડક્શન રિમાન્ડની માંગણી કરી છે. નાગપુર પોલીસે કહ્યું કે આ મામલે વધુ તપાસ માટે આરોપીની પૂછપરછ કરવી જરૂરી છે. એટલા માટે અમે તેને મહારાષ્ટ્ર લઈ જઈશું.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ત્રણ ફોન કરીને ધમકી આપી હતી

અહીં કથિત ધમકીભર્યા કોલ બાદ નાગપુર પોલીસે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીની સુરક્ષા વધારી દીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બીએસએનએલ નેટવર્કના રજિસ્ટર્ડ નંબર પરથી ગડકરીની ઓફિસના લેન્ડલાઈન નંબર પર સવારે 11.25, 11.32 અને 12.32 કલાકે ત્રણ કોલ આવ્યા હતા. કોલ રેકોર્ડ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે. આ ત્રણેય કોલમાં નીતિન ગડકરીને હત્યાની ઘમકી ઉચ્ચારી હતી.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ રાહુલ મદનેએ કહ્યું કે, પ્રધાન ગડકરીના કાર્યક્રમના સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઘમકીભર્યા ત્રણ ફોન કોલ્સ આવ્યા હતા. અમારી ક્રાઈમ બ્રાન્ચની ટીમ CDR (કોલ ડિટેલ રેકોર્ડ) પર કામ કરશે. વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે

Next Article