Ganesh Chaturthi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! બાપ્પા આવશે પણ ભક્તોને નહીં મળી શકે, જાણો કેવી રીતે થશે ગણપતિના દર્શન?

|

Sep 08, 2021 | 10:04 PM

આ વખતે ગણેશ ભક્તોને ગણપતિ બાપ્પાના પ્રત્યક્ષ દર્શન કરવાની તક નહીં મળે. વધતા કોરોના સંક્રમણ અને કોરાનાની ત્રીજી લહેરના પડકારોને જોતા રાજ્ય સરકારે ફરી એકવાર આ નિર્ણય લીધો છે.

Ganesh Chaturthi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! બાપ્પા આવશે પણ ભક્તોને નહીં મળી શકે, જાણો કેવી રીતે થશે ગણપતિના દર્શન?
ગણપતી ઉત્સવને લઈને મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય

Follow us on

ગણેશોત્સવને (Ganeshotsav) લઈને મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે. આ વખતે ગણેશ ભક્તોને ગણપતિ બાપ્પાના સીધા દર્શન કરવાની તક નહીં મળે. એટલે કે ભક્તો ગણેશ મંડળ કે પંડાલમાં જઈને બાપ્પાના દર્શન કરી શકશે નહીં. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના (CM Uddhav Thackeray) નેતૃત્વ વાળી મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકારે (Maha Vikas Aghadi) સીધા દર્શન પર પ્રતિબંધ મૂક્યો છે.

 

રાજ્ય સરકારે ગણેશ ભક્તોને આ વખતે ઓનલાઈન બાપ્પાના દર્શન કરવાની સલાહ આપી છે. ફરી વધતા જતા કોરોના સંક્રમણને લઈને (Corona) અને કોરોનાની ત્રીજી લહેરના (Third Wave of Corona) પડકારોને જોતા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

IPL દરમિયાન રાષ્ટ્રપતિના હસ્તે આ ખેલાડીને મળ્યો એવોર્ડ
પરિવારની મરજી વિરુદ્ધ કર્યા લગ્ન, દોઢ મહિનામાં બની ગર્ભવતી, પતિ સાથે નર્ક બની આ હસીનાની જિંદગી
કસુવાવડ પછી કેટલા દિવસ આરામ કરવો જોઈએ?
એક IPL મેચમાંથી અમ્પાયરો કેટલી કમાણી કરે છે?
Watermelon Seeds : તરબૂચ ખાતા સમયે ભૂલથી બીજ ગળી જાઓ તો શું થાય ? જાણો
Jioનો સૌથી સસ્તો મંથલી પ્લાન ! અનલિમિટેડ કોલ્સ, ડેટા અને SMSના લાભ

 

રાજ્ય સરકારે તમામ ગણેશ મંડળોને ઓનલાઈન દર્શનની સુવિધા આપવા નિર્દેશ આપ્યો છે. એટલે કે સ્પષ્ટ થઈ ગયું છે કે આ વખતે ગણેશ ભક્તો ગણેશ મંડળો કે પંડાલોમાં જઈને બાપ્પાના દર્શન કરી શકશે નહીં. આજે બપોરે (8 સપ્ટેમ્બર, બુધવાર) આ સંદર્ભે રાજ્ય મંત્રીમંડળની મહત્વની બેઠક યોજાઈ હતી.

 

આ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમાચારને લઈને મુંબઈમાં ગણેશ ભક્તોમાં નિરાશા ફેલાઈ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઉજવાતો તહેવાર ગણેશોત્સવ છે. પરંતુ કોરોનાના કહેરને જોતા રાજ્ય સરકારે આ કડક નિર્ણય લીધો છે. ગણેશ ભક્તોમાં નિરાશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

‘લાલબાગ કા રાજા’ આપશે ઘરે બેઠા દર્શન, ઓનલાઈન દર્શન જ એકમાત્ર વિકલ્પ

ગયા વર્ષે પણ ગણેશ ભક્તોએ ઘરમાં રહીને જ બાપ્પાની પૂજા કરી હતી. ગયા વર્ષે કોરોના (Lockdown in Maharashtra)ના કડક પ્રતિબંધોને કારણે લોકોએ પોતપોતાના ઘરમાં રહીને પૂજા કરી. આ વખતે પણ તેમને લાલબાગ રાજાની મુલાકાત લેવાનો મોકો નહીં મળે. ગણેશ મંડળો ઓનલાઈન દર્શનની સુવિધા આપશે.

 

તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગઈકાલે (7 સપ્ટેમ્બર, મંગળવારે) એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘મારે આરોગ્ય કેન્દ્ર ખોલવું જોઈએ કે ધાર્મિક સ્થળ ખોલવું જોઈએ? શું મારે કોરોનાના દરવાજા બંધ કરવા જોઈએ કે મંદિરના દરવાજા ખોલવા જોઈએ? આ સાથે તેમણે એ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે મંદિર ખોલવા કરતાં જનતાનો જીવ બચાવવો વધુ મહત્વનો છે. જો જીવ બચશે તો તહેવારો આવતા રહેશે.

 

 

આ પણ વાંચો :  Mansukh Hiren Case: સચિન વાજેએ પ્રદિપ શર્મા દ્વારા કરાવી મનસુખ હિરેનની હત્યા, NIAની ચાર્જશીટમાં છુપાયેલા છે આ કેસ સાથે જોડાયેલા ઘણા તથ્યો