Gallantry Awards: મહારાષ્ટ્રના મેજર મહેશને મળ્યો શૌર્ય ચક્ર, 6 આતંકવાદી કમાન્ડરને ઠાર મારવાનું ઓપરેશન લીડ કર્યું હતું

|

Nov 22, 2021 | 6:45 PM

મેજર ભુરે મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લાના છે. તેમણે નવેમ્બર 2018માં જમ્મુ અને કાશ્મીરમાં એક ટીમનું નેતૃત્વ કર્યું હતું. આ દરમિયાન તેમણે સંપૂર્ણ પ્લાન બનાવ્યો હતો જેમા 6 ટોપ આતંકી કમાન્ડર માર્યા ગયા હતો.

Gallantry Awards: મહારાષ્ટ્રના મેજર મહેશને મળ્યો શૌર્ય ચક્ર, 6 આતંકવાદી કમાન્ડરને ઠાર મારવાનું ઓપરેશન લીડ કર્યું હતું
Major Maheshkumar Bhure was awarded the Shaurya Chakra.

Follow us on

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે મહારાષ્ટ્રના મેજર મહેશકુમાર ભુરેને (Major Maheshkumar Bhure) શૌર્ય ચક્ર (Shaurya Chakra)  વીરતા પુરસ્કારથી સન્માનિત કર્યા. મેજર ભુરેએ ઓપરેશનનું નેતૃત્વ કર્યું હતું જેમાં છ આતંકી કમાન્ડર માર્યા ગયા હતા. ત્રણ વર્ષ પહેલા આ અભિયાન દરમિયાન મેજર ભુરે ભારતીય સેનાના કેપ્ટન હતા. રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ડિફેન્સ ડેકોરેશન સેરેમનીમાં તેમને મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

શૌર્ય ચક્ર એનાયત કરતી વખતે, તેમના વિશે કહેવામાં આવ્યું હતું કે, “કેપ્ટન મહેશકુમાર ભુરેએ 25 નવેમ્બર 2018ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં એક ટીમનું નેતૃત્વ કર્યું હતું. આ દરમિયાન તેમણે ઓપરેશનનું નેતૃત્વ અને આયોજન કર્યું હતું, જેમાં છ ટોચના આતંકવાદી કમાન્ડર માર્યા ગયા હતા. તેમના શૌર્ય ચક્રના અવતરણમાં કહેવામાં આવ્યું છે કે, “કેપ્ટન મહેશકુમાર ભુરેએ અચાનક જ લક્ષિત ઘરને ઘેરી લીધું, જેના કારણે આતંકવાદીઓ ફસાઈ ગયા. આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંકીને અને સતત ગોળીબાર કરીને ઘેરો તોડવાનો પ્રયાસ કર્યો હતો. અધિકારીઓએ નજીકના અંતરેથી ચોક્કસ શોટ સાથે જવાબ આપ્યો, જેમાં એક આતંકવાદી માર્યો ગયો અને અન્ય આતંકવાદીઓ પીછેહઠ કરી હતી.”

ભારે ગોળીબાર વચ્ચે પોતાના સાથીનો જીવ બચાવ્યો હતો

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

એન્કાઉન્ટરમાં ઘાયલ થયેલા પોતાના સાથીદારને જોઈને કેપ્ટન ભૂરેએ પોતાની જાતને અત્યંત જોખમમાં મૂકીને ભારે આગ વચ્ચે તેને બહાર કાઢ્યો. ત્યારબાદ, તેની હિંમત અને નિશ્ચય સાથે, તેણે ભારે ગોળીબારમાં આગળ વધવાનું ચાલુ રાખ્યું અને બીજા આતંકવાદીને મારી નાખ્યો, એમ અવતરણમાં જણાવ્યું હતું.  તેમાં જણાવવામાં આવ્યું કે, “કેપ્ટન મહેશકુમાર ભુરેએ અત્યંત પડકારજનક પરિસ્થિતિઓમાં અનુકરણીય નેતૃત્વ અને અપ્રતિમ હિંમત દર્શાવી.”

મેજર ભુરે (30) મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લાના રહેવાસી છે. તેમણે પૂણે યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું. તેઓ  2014માં સેનામાં જોડાયા હતા. લાન્સ નાઈક નઝીર અહેમદ વાની, જેઓ આ અભિયાનમાં મેજર ભુરેના સાથી હતા, તેમને ગયા વર્ષે મરણોત્તર અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :  Maharashtra : “રાજકીય રોટલા શેકવા માટે ભાજપ આક્રમક બની રહી છે”, શિવસેના સાસંદ સંજય રાઉતે ધરણાને લઈને ભાજપને આડે હાથ લીધી

Published On - 6:42 pm, Mon, 22 November 21

Next Article