માતા Neeta Ambani નું સપનું પૂરું કરી રહી છે દિકરી ઈશા, જાણો શું છે ખાસ પ્લાન

|

Oct 07, 2022 | 12:00 PM

નીતા અંબાણી લાંબા સમયથી કલાના ક્ષેત્રમાં માર્ગદર્શકની ભૂમિકા ભજવી રહી છે.તેમની આ બાબતને ધ્યાનમાં રાખીને દિકરી ઇશાએ તેમના માટે એક ખાસ આયોજન કર્યુ છે.

માતા Neeta Ambani નું સપનું પૂરું કરી રહી છે દિકરી ઈશા, જાણો શું છે ખાસ પ્લાન
Nita ambani

Follow us on

મુકેશ અંબાણીની પુત્રી ઈશાએ તેની માતા નીતાના સપનાને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું બહુ આર્ટ કલ્ચરલ સેન્ટર નીતા અંબાણી  કલ્ચરલ સેન્ટર (NMACC) ખોલવાની જાહેરાત કરી છે. આ સાથે તેણે કહ્યું કે આ સેન્ટર તેની માતા નીતા મુકેશ અંબાણી((Neeta Ambani))ને સમર્પિત છે. નીતા અંબાણી લાંબા સમયથી કલાના ક્ષેત્રમાં માર્ગદર્શકની ભૂમિકા ભજવી રહી છે. આ સાંસ્કૃતિક કેન્દ્ર કલાના ક્ષેત્રમાં તેના પ્રકારનું પ્રથમ કેન્દ્ર હશે.

તમને જણાવી દઈએ કે NMACC ના દરવાજા 31 માર્ચ 2023 ના રોજ દર્શકો માટે ખોલવામાં આવશે. લોકાર્પણ પ્રસંગે ત્રણ દિવસનો કાર્યક્રમ પણ યોજાશે, જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના અનેક નામાંકિત કલાકારો તેમની કલાનું પ્રદર્શન કરી શકશે. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) સપનાના શહેર મુંબઈમાં Jio વર્લ્ડ સેન્ટરમાં બાંધવામાં આવનાર છે. જેમાં ત્રણ માળની ઇમારતમાં પર્ફોર્મિંગ અને વિઝ્યુઅલ આર્ટનું પ્રદર્શન કરવામાં આવશે.

ચાર માળનું આર્ટ હાઉસ પણ શરૂ કરવામાં આવશે

ધ ગ્રાન્ડ થિયેટર, ધ સ્ટુડિયો થિયેટર અને ધ ક્યુબ શેલ જેવા થિયેટરો પર્ફોર્મિંગ આર્ટ માટે બનાવવામાં આવશે. આ તમામમાં એડવાન્સ ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. ધ ગ્રાન્ડ થિયેટરમાં 2 હજાર દર્શકો એક સાથે કાર્યક્રમોનો આનંદ લઈ શકશે. ભારતીય અને આંતરરાષ્ટ્રીય કલાકારોના પ્રદર્શન માટે 16,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું ચાર માળનું આર્ટ હાઉસ પણ શરૂ કરવામાં આવશે.

Fenugreek Seeds : પેટની ચરબીને 20 દિવસમાં ઓગાળી દેશે આ દાણા, દરરોજ સવારે આ રીતે કરો સેવન
Basi Roti Benefits: સવારના નાસ્તામાં વાસી રોટલી ખાવાના છે ચોંકાવનારા ફાયદા, જાણો
ઘરમાં પૈસા ન ટકવાના 4 મોટા કારણ કયા છે? જાણો
શું મોહમ્મદ સિરાજ ટીમ ઈન્ડિયાની બહાર થશે?
Turmeric Benefits : ઓશીકા નીચે હળદરનો ગાંઠિયો રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા
ક્રિસમસ અને New Year પર મોડી રાત સુધી દારૂની દુકાનો રહેશે ખુલ્લી, જાણો સમય

ઈશા કહે છે કે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર માત્ર એક સ્થળ નથી – તે મારી માતાના કલા, સંસ્કૃતિ અને ભારત પ્રત્યેના જુસ્સાનું પરિણામ છે, તેણીએ હંમેશા એક પ્લેટફોર્મ બનાવવાનું સપનું જોયું છે જ્યાં પ્રેક્ષકો, કલાકારો અને સર્જનાત્મક લોકો એકઠા થઈ શકે. NMACC માટે તેમનું વિઝન વિશ્વ સમક્ષ ભારતની શક્તિઓનું પ્રદર્શન અને વિશ્વને ભારતની નજીક લાવવાનું છે.

પ્રેક્ષકોની સામે કરવામાં આવશે પ્રદર્શન

ત્રણ દિવસીય લોન્ચ ઈવેન્ટમાં ભારતીય નાટ્યકાર અને દિગ્દર્શક ફિરોઝ અબ્બાસ ખાન, લેખક અને કોસ્ચ્યુમ નિષ્ણાત હેમિશ બાઉલ્સ (એડિટર-ઈન-ચીફ, ધ વર્લ્ડ ઑફ ઈન્ટિરિયર્સ, ઈન્ટરનેશનલ એડિટર-એટ-લાર્જ, વોગ યુએસ), ભારતના અગ્રણી સાંસ્કૃતિક સિદ્ધાંતવાદી રણજીત હોસ્કોટે સામેલ હતા અને જેફરી ડીચ (અમેરિકન ક્યુરેટર, મ્યુઝિયમ ઓફ કન્ટેમ્પરરી આર્ટ (MOCA), લોસ એન્જલસના ભૂતપૂર્વ ડિરેક્ટર) તેમના કલાત્મક પ્રદર્શન અને વિચારો પ્રેક્ષકો સમક્ષ રજૂ કરશે.

Next Article