મુંબઈમાં દરરોજ 25 હજાર ગરીબોને મળશે વિનામુલ્યે ભોજન, અક્ષય ચૈતન્ય નામની સંસ્થાએ શરૂ કર્યું એક સેન્ટ્રલાઈઝ્ડ કિચન 

|

Feb 28, 2022 | 11:49 PM

'અક્ષય ચૈતન્ય' નામની સ્વયંસેવી સંસ્થા ભાયખલા વિસ્તારમાં સેન્ટ્રલાઈઝ્ડ કિચન  શરૂ કરી રહી છે. આ રસોડામાંથી દરરોજ 25 હજાર જરૂરિયાતમંદ લોકોને મફત ભોજન આપવામાં આવશે. આ કાર્યક્રમનો હેતુ એ છે કે જે પણ આ શહેરમાં આવે તેને ભૂખ્યુ ન સૂવે.

મુંબઈમાં દરરોજ 25 હજાર ગરીબોને મળશે વિનામુલ્યે ભોજન, અક્ષય ચૈતન્ય નામની સંસ્થાએ શરૂ કર્યું એક સેન્ટ્રલાઈઝ્ડ કિચન 
Free food meal program

Follow us on

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં દેશના સૌથી ધનિક લોકો રહે છે. તેમ છતાં આ શહેરમાં દરરોજ ઘણા લોકો ભૂખ્યા સૂઈ જાય છે. આને ધ્યાનમાં રાખીને ‘અક્ષય ચૈતન્ય’ (Akshay Chaitanya) નામની સ્વયંસેવી સંસ્થા ભાયખલા વિસ્તારમાં સેન્ટ્રલાઈઝ્ડ કિચન (Kitchen) શરૂ કરી રહી છે. આ રસોડામાંથી દરરોજ 25 હજાર જરૂરિયાતમંદ લોકોને મફત ભોજન (Free food for 25000 people) આપવામાં આવશે. આ કાર્યક્રમનો હેતુ એ છે કે જે પણ આ શહેરમાં આવે તેને ભૂખ્યુ ન સૂવે. આ રસોડામાંથી દરરોજ પચીસ હજારથી વધુ લોકોને વિનામુલ્યે ભોજન આપવામાં આવશે. આ કાર્યક્રમ 4 માર્ચથી શરૂ થઈ રહ્યો છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મુંબઈના સંરક્ષક મંત્રી આદિત્ય ઠાકરેના હાથે થશે.

સરકારી દવાખાનામાં સારવાર માટે આવતા દર્દીઓના સગા-સંબંધીઓને ભૂખ્યા રહીને દિવસો પસાર ન કરવા પડે તે માટે મુંબઈની સ્વયંસેવી સંસ્થા ‘અક્ષય ચૈતન્ય’ ઘણું સારું કામ કરી રહી છે. સંસ્થાના કેન્દ્રથી 10 માઈલની ત્રિજ્યામાં કોઈ પણ વ્યક્તિ ભૂખ્યા ન સૂવે તે હેતુથી અહીં કામ કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ સંજોગોમાં, દરરોજ સાતત્ય સાથે 25,000 ભૂખ્યા લોકોને ખવડાવવાનો હેતુ અને ક્ષમતા પણ છે.

આ સંસ્થાના ઉદ્ઘાટન માટે આદિત્ય ઠાકરે સાથે મુંબઈના મેયર કિશોરી પેડનેકર, ધારાસભ્ય યામિની જાધવ અને મુંબઈ મહાનગર પાલિકાના સહાયક કમિશનર સુરેશ કાકાણી હાજર રહેશે. ‘અક્ષય ચૈતન્ય’ એ ‘હરે ક્રિષ્ના મૂવમેન્ટ ચેરિટેબલ ફાઉન્ડેશન’ની એક સહયોગી સંસ્થા છે. ‘અક્ષય ચૈતન્ય’ નામની આ સંસ્થા પોતાનો આ કાર્યક્રમ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ડીએમઆઈઆર જેવી સંસ્થાઓ સાથે મળીને ભૂખ નાબૂદીનો આ કાર્યક્રમ ચલાવશે.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

શાળાઓમાં પણ ભોજન અપાશે, ભૂખથી મુક્તિનો સંકલ્પ સાકાર થશે

આ સંસ્થાનો હેતુ હોસ્પિટલના દર્દીઓ અને તેમના પરિવારો, સ્થળાંતર કામદારો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબોની ભૂખ દૂર કરવા પૂરતો મર્યાદિત નથી. ‘અક્ષય ચૈતન્ય’ની યોજના શાળાઓમાં બાળકોને પણ  ભોજન પૂરું પાડવાની છે. શાળાઓમાં ગરીબ પરિવારના બાળકોને ભોજન આપવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ માહિતી અક્ષય ચૈતન્યના સીઈઓ વિકાસ પરછંડાએ આપી હતી.

સંસ્થાની ક્ષમતા એટલી છે કે દરરોજ 50 હજાર લોકો જમી શકે

સંસ્થાએ હૈદરાબાદમાં પણ આ પ્રકારે અલગ- અલગ સામાજિક કાર્યક્રમ અમલમાં મૂકીને શહેરને ભૂખમરાથી મુક્ત કરવામાં સફળતા મેળવી છે. આ સંસ્થા હૈદરાબાદમાં સેન્ટ્રલાઈઝ કોમ્યુનિટી કિચનની ક્ષમતા ધરાવે છે જેનાથી દરરોજ 50 હજાર લોકો જમી શકે છે. સંસ્થા દ્વારા ‘હેલ્ધી ડાયટ’ નામનો કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે.

સંસ્થા દ્વારા ‘સ્વસ્થ આહાર’ નામનો કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત હૈદરાબાદની 400 શાળાઓમાં વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવી રહ્યો છે. મુંબઈમાં પણ આ સંસ્થાનો હેતુ મજૂરો, ગરીબો, દર્દીઓ અને તેમના સંબંધીઓ, વિદ્યાર્થીઓને વિનામુલ્યે પૌષ્ટિક આહાર આપવાનો છે.

આ પણ વાંચો :  છત્રપતિ શિવાજી મહારાજના વંશજ સંભાજી રાજેની તમામ માંગણીઓ મહારાષ્ટ્ર સરકારે સ્વીકારી, ત્રીજા દિવસે અનશન કર્યા પૂર્ણ

Next Article